કાગવાણી નો મર્મ

-રાજવીર રામભાઈ કાગ

જેમને ‘ ફાટેલ પિયાલાનો કવિ ‘ , કવિતા , કંઠ , કહેણીનો ત્રિવેણી સંગમ ‘ , અને જેમના કૃતિત્વને જૂનવટના સામર્થ્યના સુમેળવાળું નવપ્રયાણ ’ , ‘ જેનો પ્રાણ સચ્ચાઈ અને યશભાષી , તથાકારી સૂત્ર છે . ’ ‘ પ્રબોધક સ્વાતંત્ર્ય ઉષા ભવ્ય બોલી કાગવાણી ’ જેવા શબ્દોથી બિરદાવેલા છે . એવા સૌરાષ્ટ્રના લોકસાહિત્યના કબીરવડ સમા દુલા ભાયા કાગ જેને આપણે ‘ કાગબાપુ ’ કે ‘ ભગતબાપુ’ના હુલામણા નામે ઓળખીએ છીએ . એ દુલાભાઈ કાગ એટલે મજાદર ગામનો એક ખમીરવંતો અને મુઠ્ઠી ઊંચેરો ચારણ .

ભગતબાપુનું સૌ પહેલું કાવ્યસર્જન એક સવૈયારૂપે અંતરમાંથી પ્રગટેલું : સત્તરવર્ષની ઉંમરે ફૂટેલી આ સરવાણી પછી તો મહાનદ બની ગઈ . ધ્વન્યાલોકના કર્તા દાર્શનિક આનંદવર્ધને સાચાં કવિને બ્રહ્માથી મોટા ગણાવ્યો છે . બ્રહ્મા તો માત્ર સૃષ્ટિનું સર્જન કરી શકે છે . જ્યારે કવિ તો તેમાં સંસ્કારિકતા લાવી શકે છે . પરિવર્તન લાવી શકે છે . ભગતબાપુ આવી કક્ષાના કવિ હતા . જેમનો લોકઘડતરમાં મોટો ફાળો હોય . તેમણે રચેલ ‘ કાગવાણી’ના આઠ ગ્રંથોમાં પ 00 ઉપરાંત કાવ્યો , ભજનો વગેરે છે . આ ઉપરાંત ગુરુમહિમા , સોરઠ બાવની , રાષ્ટ્રધ્વજ પચ્ચીસી , યુદ્ધ , શક્તિચાલીસા , દાનમહિમા , શોકબાવની અને કહાન ગુરુવંદના જેવી પાણીદાર કૃતિઓ પણ છે . આ સર્જન નાનું ન ગણી શકાય આમ છતાં વિપુલતાનો બોજ આ સર્જનને લેશમાત્ર કચડતો નથી . તેમનું ગમે તે કાવ્ય લઈએ એમાં એની અંદરના પમરાટનો સ્પર્શ આપણને થયા વિના રહેતો નથી .

ભગતબાપુ માત્ર ભૂતકાળના લોકજીવનને લખનારા કે ગાનારા ન હતા . પણ બદલતાં લોકજીવનના સૂરો તે સાંભળી શકતાં અને સંભળાવતાં હતા . તેમના ભૂદાન પરના કાવ્યો તેની સાબિતી છે . જો કે તેમની આ જાગૃતિ એ પહેલાં પણ હતી . કાગવાણી ભાગ ૧-૨ વાંચીએ તો આની ખાતરી થશે . ભાગ -૧ માં એમણે ગાંધીજી વિશે અતિસૂક્ષ્મતાથી કાવ્યરાધન કર્યું છે . ગાંધીજીના ઉપવાસના અવસરે વિશેષ કરીને તો અત્યંજોની રક્ષા અર્થે આદરેલા એ ઉપવાસો હતા . તેથી એમણે ભયંકર વ્રત ભંગાવોનું કાવ્ય રચ્યું :

                                               આભ પાતાળ લગી એનાં આદર્યા અધૂરાં છે ;

                                              એ … જી , એના રે અટકીનાં બાર ઉઘડાવો રે ,

                                                             એનાં કર વ્રતડા ભંગાવો !

એ જ રીતે ‘ મોહન દુબળો કેમ ? ‘ અને “ મોહનને ત્રાજવે ‘ એ બે કાવ્યો પણ ગાંધી પ્રશસ્તિનાં છે . તેમજ સાથે સાથે ભગતબાપુએ તીર્થો , દેવમંદિરો , શ્રીમંતાઈ અને પંડિતાઈ ઉપર ચાબખા ફટકાર્યા છે . દિન દયાળુનો વાસ નથી આ કાવ્યમાં નરી વાસ્તવિકતાનો અંતર પુકાર , આક્રોશ છે . આપણે માણસ બનવામાં મોડા પડ્યા છીએ અને ઈશ્વર બનવા માટે અધીરા થયાં છીએ . એવી સચોટ વાસ્તવિકતા આ કાવ્યમાં જોવા મળે છે :

” જીવને નથી પુણ્ય કે પાપ કરે

મને હોય દીઠો નજરો નજરે

એવી બાંકું ચડાવીને વાતો કરે

ભરમાશો નહીં ભોળાં માનવીઓ ! એની લુખી

દલીલોમાં સાચ નથી ,

કાળા પત્થર શા એના કાળજમાં , મારો દીન દયાળુનો વાસ નથી . ”

તો વળી ‘ તારી કળા અપરંપાર ‘ ભજનમાં અકથ્ય અને અકળ સર્જનહારનો સતત સાક્ષાત્કાર થાય છે . સાથે સાથે

કાગવાણી નો મર્મ ૪

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો