૮ ધોવા ધો
કોઈ હિંદી ભાષાનું કાવ્ય સાંભળેલું કે ગુહ ભીલને હોડીમાં બેસાડી ઉતારવાનું ભાડું લેવાનું કહેતાં શ્રી રામને નાવિકે – ભલે ઉત્તર આપ્યો કે , મહારાજ ! આપણે તો ધંધાભાઈ કહેવાઈએ . હજામે હજામ , ધોબીએ ધોબી સામસામું મહેનતાણું લેતા નથી , તો
‘ કાગ ’ ત્યે નઈ ખારવાની , કદી ખારવો ઉતરાઈ ”
અને ગુહરાજ — નાવિક એમ દલીલ કરે છે કે –
“ હું તમને અહીં તારું છું , અને તુમ કેવટ ભવસાગર કરે ? ‘
‘ એ હિસાબે આપણે બેઉ એક જ ધંધો કનારા છીએ . ‘
( કર મન ભજનનો વેપાર જી – એ રાગ )
“ પગ તમે ધોવા દ્યો રઘુરાયજી …
પ્રભુ મને શક પડ્યો મનમાંય , પગ મને ધોવા ઘો- ટેક
રામ લખમણ જાનકી એ , તીર ગંગાને જાય જી ( ૨ ) ;
નાવ માગી નીર તરવા ( ૨ ) , ગુહ બોલ્યો ગમ ખાઈ.પગ મને ૦
રજ તમારી કામણગારી , નાવ નારી થઈ જાય છે ( ૨ ) ;
તો અમારી રંક જનની ( ૨ ) ,
આજીવિકા ટળી જાય , પગ મને ૦
જોઈ ચતુરતા ભીલ જનની , જાનકી મુસકાય જી ( ૨ ) ,
અભણ કેવું યાદ રાખે ( ૨ ) ,
ભણેલ ભૂલી જાય ! ‘ ‘ પગ મને ૦ ૩
“ આ જગતમાં દીનદયાળુ ! ગરજ- કેવી ગણાય છે ( ૨ ) ;
ઊભા રાખી આપને પછી ( ૨ ) ,
પગ પખાળી જાય . ” પગ મને ૦ ૪
નાવડીમાં બાવડી ઝાલી , રામની ભીલરાય જી ( ૨ ) ;
પાર ઉતરી પૂછયું ‘ તમે ( ૨ ) ,
શું લેશો ઉતરાઈ . ” પગ મને , ૫ “
નાયીની કદી નાયી લેનઈ , આપણે ધંધાભાઈ જી ( ૨ ) ;
‘ કાગ ’ લે નહિ ખારવાની ( ૨ ) ,
ખારવો ઉતરાઈ . ” પગ મને ૦