૫ સરવાળામાં શૂન્ય
નીચેના થોડાક વિચારો કરીએ અને એ વિચારો પણ સાવ પાસે જ કરવાના . પોતાના જ શરીરમાં થતી ક્રિયા પર , ઘાસ પર , કે એક નાની શી . આંખની કીકી પર , ચિત્તવૃત્તિ ફેરવી જોઈએ ત્યારે જરૂર એમ થાય છે કે ઈશ્વર કરતાં આપણે કેટલા નાના છીએ ! વાળનો રંગ કાળો કેમ હશે ? માથામાં એવો તે શું સંચો છે કે એને ઝીણા ઝીણા વણીને બહાર ધકેલે છે ? પુરુષોને દાઢી – મૂછ કેમ ઊગે છે ? સ્ત્રીઓને કેમ નહિ ? એ મૂછ મરડતાં પુરુષને ખબર નથી કે મારી મૂછો અંદરથી કોણ બહાર કાઢે છે . હવે તો હેર – કટિંગ બને છે , મૂછો ઊગતાં જ કપાઈ જાય છે ! )
ગાય – ભેંશના પેટમાં હરિએ કેવો સંચો ગોઠવ્યો છે કે આઠ કલાકે ઘાસનું દૂધ બની જાય ? દરરોજ ગાય – ભેંશના દોનારને પણ એની ખબર નથી પડતી કે દૂધ કેમ અને ક્યાંથી આંચળમાં આવે છે ? પુરુષાર્થ કે મહેનત સિવાય જગતમાં કાંઈ બનતું નથી , એમ મોટે ભાગે મનાય છે . તો માનો પેટમાંથી જન્મ લેવા માટે ઘળક શો પુરુષાર્થ કરે છે ? એને જન્માવનારી કોઈ અદષ્ટ શક્તિ છે . એવી જ રીતે પ્રાણીમાત્ર લેશ પણ ઈચ્છા અને મહેનત સિવાય છેવટે મોતના ડાચામાં જઈને ઊભાં રહે છે , એનું શું કારણ છે ? ગુલાબને ફોરમ કોણ આપે છે ? એનો ગુલાબી ગોટો કોણ સરખો બનાવે છે ? સાથોસાથ કાંટા પણ એની ડાળીઓમાં શા માટે ફૂટી નીકળતા હશે ? આંબાની ગોટલીનો સ્વાદ તૂરો હોય છે , પણ એ આંબો તો તૂરી ડાબલીમાં ગળપણનાં ગાડાં લઈને સંતાઈ બેઠો હોય છે . માટે એને ચોર કહ્યો . એ ગળપણ કોનું છે ? જમીનનું , પાણીનું કે બીજનું ? અને એનો પ્રથમ બનાવનાર કોણ ? એ જ ભગવાન .
આ બધી ઈશ્વરની અનંત કૃતિઓને જાણવાની પ્રથમ આપણા દેશમાં નિશાળો હતી અને ઋષિમુનિઓ દ્વારા ઈશ્વરની કૃતિઓ જાણી , પછી ઈશ્વર કેવો છે , એનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્યો ગૃહસ્થાશ્રમ બાંધતા . આજે બુદ્ધિવાદ ઈશ્વરને પડખે તો પહોંચી ગયો છે , પણ એ તો ઈશ્વરે બનાવેલ સુંદરતાનો વિનાશ કરવા માટે ! કોઈમાં ઉત્પાદક શક્તિ હોય તો એ એક ઈશ્વરમાં છે , આ ગીતનો સારાંશ એ છે કે જીવનમાં માણસે પ્રેમ , સત્ય , ન્યાય , ઉદારતા અને પ્રભુસ્મરણ ન કર્યું હોય , તેમ ન આચર્યું હોય તો ગુણી ગુણીને કરોડ આવ્યા પછી કરોડમાંથી કરોડ બાદ કરતાં બાકી રહે શૂન્ય એવાં લાખો મીંડાંનો સરવાળો કરો તો છેવટે મીંડું જ રહે છે , તેમ આપણા જીવનનું સમજી લેવું . ઉપલા બધા પ્રશ્નોના જવાબમાં મીંડું .
( કાનજીનો કામણગારો રંગ કાળો – એ રાગ – હીંચનો )
ગુણતાં ભાગતાં . બાકી મેલતાં ,
આખો ભવ મેં ગાળ્યો ;
છેવટે .. શૂન્ય તણો સરવાળો . ‘ ટેક
ચોટલાવાળીને અમે પૂછ્યું જઈ ચોકમાં ,
કેમ તારો ચોટલો કાળો … ? ”
મૂછો મરડતા .. મરદોને પૂછવું ( ૨ ) ,
કેમ તે બન્યો છે . મુછાળો ? ” છેવટે ૧
ઘાસે કીધું કે “ અમે …. બનશું દૂધડાં ,
જાણે છે વાતને ગોવાળો ; “
દૂધમલિયાને અમે પૂછવું જઈ દોડતા ( ૨ ) ,
દૂધનો સંચો ત ભાળ્યો ‘ છેવટે ૨
કયે પુરુષાર્થે … જન્મ્યો ? ” એ પૂછતાં ,
બાળને રોતો . મેં કયે પુરુષાર્થે મળ્યો મોતને ? ” ( ર ) ,
પૂછતાં ધ્રુસકો ભાળ્યો ; વાળ્યો . છેવટે . ૩
પૂછ્યું ગુલાબને . “ ફેરમું ક્યાંથી ? ( ૮ )
કયાંથી ગુલાબી ગોટાળો ? ”
“ મને ન પૂછ્યું ” એમ કહીને મને ( ૨ ) ,
કાંટે ડંખ દઈને વાળ્યો . છેવટે , ૪
તૂરી તૂરી ડાબલીમાં … ગોળનાં ગાડાંને ,
ચોરીને સંતાતો મેં ) ભાળ્યો ;
કેવો આ ગોળ ને ચોર્યો શું સાધને .. ? ” ( ૨ ) ,
આંબે ઉત્તર નો કઈ ) વાળ્યો . છેવટે ૫
કુદરત તણી બધી . કૃતિઓને જાણવાની .
નોખી હતી સંતની . નિશાળો ;
‘ કાગ ‘ કહે બીજા બુદ્ધિના બાચકા ( ૨ ) ,
આખો એ લોહીનો ઉકાળો . છેવટે
[ રાજકોટ સાહિત્ય સંમેલનમાં જતાં ટ્રેનમાં , તા . ૨૭-૩-૪૬ ]