આવકારો મીઠો આપજે

૩૮ આવકારો મીઠો આપજે તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે , 

આવકારો મીઠો …. આપજે રે જી …. 

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે , બને તો થોડું …. 

કાપજે રે જી ….. 

માનવીની પાસે કોઈ …. માનવી ન આવે ………. ( ૨ ) , 

તારા દિવસની પાસે દુ : ખિયાં આવે રે – આવકારો મીઠો .. 

આપજે રે …. જી …. ૧ . 

કેમ તમે આવ્યા છો ? …. એમ નવ કે’જે …. રે ……. ( ૨ ) , 

એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે – આવકારો મીઠો …. 

આપજે રે ….. જી ….. ૨ . 

વાતું એની સાંભળીને …… આડું નવ જોજે …… રે …. ( ૨ ) , 

એને માથું એ હલાવી હોંકારો દેજે રે – આવકારો મીઠો ….. 

આપજે રે …. જી ….. ૩ . 

‘ કાગ ’ એને પાણી પાજે …. સાથે બેસી ખાજે …. રે ….. ( ૨ ) , 

એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે – આવકારો મીઠો ….. 

આપજે રે … જી …. ૪ .

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો