૪૯, અક્ષરમંદિર
હે સંત ! આપ અક્ષર મંદિર ખોલો, પુરુષોત્તમ એવા નારાયણ ભગવાનના દર્શન કરવા છે. ધર્મ પિતા અને ભક્તિમાતા ના પુત્ર, ભગવાન સહુ જાનંદને નીરખવા છે.
હે યોગી ! આપની કૃપાથી મને શ્રીકૃષ્ણમાં લગની લાગી છે. સંસારનાં સર્વ ક્ષણિક સુખ કડવા લાગવા માંડે છે; સત્ય, અસત્યના ભેદ બતાવતી વિવેકબુદ્ધિ જાગી છે, પણ આ બધાનું મૂળ તો એ છે કે,
‘બિન હરિકૃપા મિલહી નહીં સંતા’ (રામ કથા)
મહારાજની દયા વિના, આપ ક્યાંથી મળી ?
મન રૂપી દર્પણ અવિદ્યા રૂપી મેલ ધોવાઈ જવાથી નારાયણ હૃદયમાં દેખાવા લાગ્યા પણ બીજી જગ્યાએથી કા માં કઈ દેખાય તેમ,
આ મહારાજના અવતાર લીલા અધ મને ચંડી, રવાની નીિ, પણ તેને. ધામમાર્ગે વાળવાની છે.
એ જ સહજાનંદ મહારાજ ની 3 પાણી, યોગા મ ય રાજનાં દર્શન થયા, પાપરૂપી તણખાં ને ઠારી દીધી નથી, પણ પુછયરૂપી. હુતાશન માં મેળવી પુણ્ય રૂપી બનાવી દીધો.
અક્ષર મંદિર
(આવ્યું ‘તું સપનું એક એ ૨ાગ)
હવે તમે અક્ષર મંદિરીયા ઉઘાડો,
પુરુષોત્તમને પખવા;
ભક્તિની કુંખે જે જાય રે,
દયાળુ ને દેખવા.
લટકાળાની લગન લાગી રે ,
સંસાર ખારો ઝેર રે ;
વૃત્તિ વિવેકે ગઈ જાગી રે ,
મા’રાજ કેરી મેર છે
હવે તમે ( ૧ )
મનડાના મેલ ધોવાણા રે
દરપણ ચોખાં દીસતાં
પડિયો એમાં જો પડછાયો
આછું આછું ભાસતાં – હવે તમે ( ૨ )
એણે લીધો અવતાર રે
ધરમ ને જિવાડવા
અધરમને પાછો વાળી
ધરમ પંથે ઢાળવા – હવે તમે ( ૩ )
‘ કાગ ’ પર કરુણા કીધી રે
જોગી સંગે મેળવ્યો
તણખાને દીધો નથી ઠરવો
અગનિ અંગે ભેળવ્યો હવે તમે ( ૪ )