આ યોગી કંઈ પણ વિદ્વાત્તાની વાતો કરતો જ નથી, એ તો એક જ શબ્દ બોલે છે : ‘અક્ષરપુરુષોત્તમ’
આ સંત ખરેખર ભક્તિ અને સદાચારની પુષ્ટિ માટે અક્ષરધામથી પુરુષોત્તમ સહિત અહીં આવ્યો છે. એની પાછી અને જાડી ભગવી કફની મા અનેક કુબેરો સંતાઈ બેઠા છે. એનું પ્રત્યક્ષ પ્રમાણ જયારે તમે ગોંડળ, સાળંગપુર, ગઢડા, બોચાસણ વગેરે મંદિરો, હવેલીઓ જુઓ ત્યારે સહેજે મળશે.
લક્ષ્મીજી એના ચરણમાં આળોટે છે (નમે છે). આ અવતારી યોગીજી જે કહે તે ધર્મ છે એટલી શ્રદ્ધા રાખજો તો બેડો પાર છે. મને આ યોગીની કથા-મહિમા ગાવાની રુચિ થઇ છે એથી મારાં ભાગ્ય પણ મહિમા વંતા બન્યા છે.
અક્ષરપુરુષોત્તમ
(ખુબ જ જગત મા ખેલી – એ રોગ)
એક જ અક્ષર બોલે,
બીજો શબ્દ નવ બોલે રે,
વા’લિડા મારા અક્ષર લોકોથી આવ્યો,
સંગે પુરુષોત્તમ લાવ્યો રે – એક જ અક્ષર (૧)
કફની તાણા વાણા,
એમાં કુબેર કંઈક સંતાણા – એક જ અક્ષર (૨)
એને મારગમાં મળી ગઈ,
લખમી પાય લળી ગઈ રે – એક જ અક્ષર (૩)
આ બાવો અવતારી,
ધરમ લેજો ધારી – એક જ અક્ષર (૪)
એની કથાએ વાણી ઉજળી
‘કાગ ‘ બન્યો ભાગ્યશાળી – એક જ અક્ષર (૫)