ભગવો ભેખ

૧૦. ભગવો ભેખ 

હે યોગીજી મહારાજ ! મને પણ આપ સાધુ બનાવો અને સંસાર ભ્રમણના વિધિના લેખ ફેરવી નાખો . આ સંસારમાં મારું , તારું , મિત્ર , દુશ્મન ઈર્ષા વગેરેમાં ફસાયેલા જીવને ઉગારો . 

એટલા તો આ જીવડે અવતાર લીધા છે કે બધી માતાનું દૂધ ભેગું કરીએ તો તેનો દરિયો બને . જનમ – મરણના ફેરા ટળે એવી શ્રીહરિની ભક્તિમાં પ્રેરણા અને બળ આપો . 

ભગવાન સ્વામીનારાયણે કંઈક અધમને ઉગાર્યા છે . હે યોગીજી ! આપ એના ઘરનો પ્રગટ દીવો છો . સંસારની માયાથી મારું મન છૂટે અને દિવ્યચક્ષુથી એ અક્ષરપુરુષોત્તમને હું ઓળખું.

ભગવો ભેખ ( કર મને ભજનનો વેપાર જી એ રાગ )

દજોગી મને આપો ભગવો ભેખ છે ,

મારો વિધિલેખ પર મેખ .

મારું તારું ને સારું નરસું

દેખ્યા અવળા .

મિતરુ , વેરી , માન , ઈરખા ,

એવી . પડી ગઈ ગઈ રેખા જોગી મને ( ૧ )

દરિયા જેટલું દૂધ પીધું ,

માતાજી ને પેટ જી ,

ચોરાશી લખનો ફેરો યળો ,

લખી . ધો . એવા લેખ . જોગી મને ( ૨ )

સહજાનંદ વળ્યા ,

લૂંયરાના લેખ જી ,

એના ઘરનો ધવડો તું ,

આવ્યો અલેખ જોગી મને ( ૩ )

માયાથી મન એવું,

કરી કરી ઘો દેખ જી ,

‘ કાગ ‘ મનવો અક્ષર ભાખે ,

પેખ જોગી મને જી છો છૂટે મારું ,

પુરુષોત્તમને પેખ. જોગી મને (૪)

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો