૩૦ . ભાવનાનો ભિખારી
( ગઝલ )
ભટકતો ભૂખનો ભોગી , ભિખારી ભાવનાનો છું .
અટકતો અંતમાં આવી , અજાણ્યો આપથી હું છું ;
તમારો તાર ત્યાગીને , પરાધીન પાપથી હું છું . ભટકતો ૧
બ્રમાયો ભૂત ભોળો હું ,
વિગત જાણ્યા વિનાનો છું ;
મૂંઝાયો મોહ – માયામાં , દયા ચાહું દીવાનો છું . ભટકતો ૦ ૨
અરે હે નાથ ! ઉગારો , તમારો પુત્ર નાનો છું ;
પધારો ચિત્તમાં પ્યારા ! સ્નેહ – જળ ચાખવાનો છું . ભટકતો ૦ ૩
વધું હું મોરલીવાળા ! મરણભય ટાળ , મરમાળા !
કૃપા કર ‘ કાગ ’ પર કાળા ! હૃદયમાં રાખવાનો છું . ભટકતો ૦ ૪