ભોમકા માગતો આવે

૧૩. ભોમકા માગતો આવે 

જે સર્વનાં હૃદયમાં સૂતેલા દાનરૂપી રામને જગાડે છે , સૌને વીનવે છે અને રીઝવે છે , એવો એક વિનોબા નામનો બાવાજી જમીન માગતો આવે છે . વર્ષોથી સૂનાં પડેલાં હૃદયોરૂપી મકાનોમાં એ પ્રેમનો વસવાટ કરાવે છે .

ખેડૂતો અને જમીનદારો વચ્ચે અમલદારો કાયદા પ્રમાણે જમીનની વહેંચણી કરે છે , એમાં એને દિલના ટુકડાઓની વહેંચણી લાગી છે . જેથી પોતે ભૂદાનનો નવો માર્ગ હાથ ધર્યો છે . એ પ્રયોગ એટલો મોટો છે કે એ બાવોજી મોટા પહાડોને ઉખેડી નાખે છે અને ખારા સાગર માથે સડક બાંધીને એના ઉપર માનવપ્રેમની ગાડીઓ ચલાવવા લાગ્યો છે .

એ યોગીબાવામાં એવું અદ્ભુત કામણ છે કે , ઉપદેશરૂપી મોરલી બજાવીને એ પાણા જેવા માણસો પર છૂમંત્રના ઘણા છાંટે છે , ત્યાં પથ્થરો પણ પીગળી જાય છે . રણમેધન જેવી વેરાન ધરતીને બાવો ખેડવા લાગ્યો છે . કારણ કે વાવણીનો સમય આવી ગયો છે . તોપતરવારોને કાયાકલ્પ કરાવીને એણે એમને કોશ , કોદાળી અને દાતરડીઓનાં ખોળિયાં આપી દીધાં છે અને બોમ્બગોળાઓ એ બાવાને જોઈને બી ગયા છે .

વાહ ! બાવાનું ખમણ , વાહ ! દાનરૂપી દૂધ હદય – બોઘરણામાં ભરેલ છે , એને ચૂલા પર મૂકીને માનવતાનાં લાકડાં ઓરીને એ તાપ કરે છે અને તેથી વાસણમાં રહેલું દૂધ ઊભરાઈ પડે છે . કોઈ કોઈ ઠેકાણે તો એવો ઊભરો આવે છે , કે વાસણમાં છાંટેલે દૂધ નથી રહેતું . પાંચ વીઘા હોય તેવા પણ પોતાના હાથને ભરોસે બધી મીન આપી જાય છે , આ નવો દાખલો જોવા વિમાનમાં બેસીને દૂર દૂરનાં માણસો એ બાવાજને જોવા આવે છે . એ બાવાજી તો પાતાળ સુધી સારડ નાખીને પાતાળમાંથી તળનાં પાણી લાવે છે , એટલે કે એ તો સૌનાં હદયને તળિયે પહોંચીને દાનનું જળ બહાર કાઢે છે .

( રાગ હીંચનો )

જોગીડો . ભોમક માગતો આવે .

ભોમકા માગતો આવે . જોગીડો .. જમીન માગતો આવે .

રુદિયે સૂતા રામને રિઝવે … સૂનાં ખોરડાં વસાવે

જોગીડો

કાયદામાં એણે દીઠે નહિ જ્ઞયદો … બીજો મારગડો બનાવે . ( ૨ )

ડુંગરા ખોદે બાવો દરિયા બાંધે . ( ૨ ) ,

હેતનાં ગાડાં હલાવે

જોગીડો -૧

કામણગારું એનું ડમરુ વાગે . મધુરી મોરલી બજાવે . ( ૨ )

છીપાં માથે બાવો . દાણા છાંટે … ( ૨ ) , પાષાણને પિગળાવે જોગીડોર,

રણભૂમિને બાવો ખેડવા માંડ્યો . વાવણી યાં આવે . ( ૨ )

તોપ – તરવાર્નાં … ખોળિયાં બદલ્યાં … ( ૨ ) ,

બંબગોળાને જોગીડો બિવરાવે જોવે દાનનાં દૂધડાં , હૈયાનું બોઘરું .

ચૂલે ચડાવી સળગાવે . ( ૨ )

માનવતાનાં એ ઓરે ઇંધણાં . ( ૨ ) ,

ઉરનાં દૂધ ઊભરાવે

નવો આ કોયડો જોવાને દુનિયા … વિમાને બેસીને આવે … ( ૨ )

‘ કાગ ’ કૂવામાં બાવો ફેંકે શારડી … ( ૨ ),

પાણી પાતાળથી લાવે જોગીડો -૫

(ભજાદર , ૨૦-૫-૫૪ )

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો