૯૬. ચોપડા લઈ આવજો તા . પ – ૧૦-૪૬ ના રોજ દિલ્હીની ગાદી આપણને મળી ગઈ , પોટલાં લઈને અંગે જો પાછું વાળી જોતા જોતા બંદરોને કિનારે પહોંચવા માં . ગ્રા . દિલહીથી આકરા અને ઉતાવળા હુકમો છૂટવા માંડયા . પ્રથમ તો રાજાઓ , મહારાજાઓ અને પૈસાપાત્રો ખળભળી ઊઠયા કે , “ આપણું બધું ઝૂંટવાઈ જરો . ‘ એ ભય ખોટો હતો . સૂચન થયું કે , એવું કોઈ કારણ નથી . આ તો નામું સમજવાની જ ફક્ત વાત છે .
લેણદેણ , જમેઉધાર સમજી લઈ ચોખવટ કરવાની છે , સૌનાં હૃદયમાં ભગવાન વસ્યો છે , માટે આત્મારૂપી . ઈશ્વરને કોઈ છેતરવાના દાવ ન કરશો . પ્રજાસમૂહરૂપી સમુદ્રને જીતવાને માટે ફક્ત . એકદિલીપ જોશે . એ રૂપી નાવડીમાં જો કપટરૂપી કાણું પડશે , તો નાવ ડૂબી જરો .
કદાચ એ હિસાબ સમજવામાં ઑપરેશન જેટલું ઘડીક દુઃખ થશે , પણ છેવટે તો ટૂર્તિ , તંદુરસ્તી અને આનંદ હરો . આપણા ચોપડાના મેળ એક અને સાચા હતા , પણ પરદેશીઓની દગલબાજીથી એમાં બધા પક્ષોની ગેરસમજ થઈ હતી .
એટલે એ ભૂલ માટે સ્વરાજના પિતા ગાંધીજીના મનમાં કંઈ રોપ નથી , ખોટા આંકડાઓના ઢગલાવાળા જૂના ચોપડા કોઈ ના લાવશો . છેલ્લા વરસનું જ એક સાચું સરવૈયું લાવજો . અને હવેથી શું કરવું છે , તે સાફ કહેજો , અત્યારે જ સમજણ અને ખાતાંની ચોખવટ કરવાની છે . એના માટે તો સંત તપસ્વી ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયેલા , પણ એમની તપસ્યાનાં ફળ પાકયાં ન હતાં , એટલે ખાતાંની સમજણ ન થઈ ; કારણ કે ત્યાં પોતાના હતા તે જ સામા ફરી બેઠા હતા ( આંબેડકર , ઝીણા , વગેરે ) .
બ્રિટનના સમ્રાટનાં સ્વપ્નોની તો દિલ્હીના ચોકમાં સમજણ થઈ ગઈ કે , સ્વપ્ન જુદું હતું . હવે તો ફક્ત એ સત્તાની રીતે ખાતાં માંડેલાં એવા આપણા ઘરના જ ચોપડાની સમજણ કરવાની છે . શાહુકાર માણસે તો સૈકાઓની ભૂલચૂક લેવીદેવી . એમાં હીણપ નથી .
કાંઈ પણ ડર સિવાય સૌ આવો . કશું બગડી ગવું નથી . સમ્રાટરૂપી સ્વપ્ન એ તો નિર્બળ , લૂલું , ખોટું , બમણારૂપ અને છેવટે તો કંઈ જ ન હતું . છતાં એ સ્વપ્ન ઊડી ગયું છે અને હવે આવેછે જાગ્રત અવસ્થા . સ્વપ્ન ગયું . સ્વપ્નકાળ ગયો અને સ્વપ્નનો વ્યવહાર ગયો . ચોપડા લઈને કંઈ એકલા રાજવીઓને આવવાનું નથી , પણ અગિયાર વ્યક્તિઓએ સંસ્થાઓએ ) આવવાનું છે .
૧ , ધર્મગુરુઓ ,
૨. ગાંધીભક્તો ,
૩. વેપારીઓ ,
૪ , વિધવાઓ ,
૫. સધવાઓ ,
૬. પત્નીઓ ,
૭. બ્રહ્મચારીઓ
૮. વિધુરો ,
૯ , કવિઓ ,
૧૦. છાપાંપતિઓ
અને
૧૧. શિક્ષકો એ સર્વને ચોપડા લઈને આવવાનું છે .
બળિરાજાના જેવી ચોપડાની સમજણ કરવામાં ડહાપણ છે . વામન ભગવાને ત્રણ ડગલાં ભૂમિ માગી . બળિએ આપવા હા કહી . ગુરુદેવ શુક્રાચાર્યે કહ્યું કે , “ હે રાજન ! તને છેતરી જવાના છે . ’ પણ બળિએ તો હસીને કહ્યું કે , “ ભગવાન છેતરે એના સદ્ભાગ્ય કયાંથી ? ” ભગવાને બળિને પાતાળમાં ચાંપ્યો , ત્યાં પણ બળિરાજાએ હરિના ચરણ જીભથી ચાટ્યા . ભગવાને પૂછ્યું “ બળિરાજા ! શું કરો છો ? ‘ બળિ કહે કે હે નાથ ! મારા દૈત્ય – શરીરનાં હાડકાંથી આપના કોમળ પગમાં વસમું લાગ્યું હશે , જેથી આપના ચરણ ચાટું છું . ” ભગવાને કહ્યું કે , “ બળિરાજા ! હવે આપણા ચોપડાની સમજણ થઈ ગઈ . જેટલું ભગવાને લીધું હતું તેથી લાખોગણો ફાયદો બળિને થયો . છેવટે એના વહીવટની સંભાળ રાખવા માટે ભગવાન કાયમ બળિને દ્વાર વસ્યા . અહીં રાજારૂપી બળિરાજ અને ગાંધીરૂપી વામન ભગવાન .
ગાંધીજી એટલે પ્રજા , રાજાઓ એ પ્રજાસમૂહને જ જવાબદારી અને રખોપું સોંપી દે , એ જ એ વહીવટની સમજણ છે . અને પછી જ સાચા રાજાપણાનો સ્વાદ એમને આવશે . હે રાજાઓ ! મહારાજાઓ ! અને લક્ષ્મીનંદનો ! તમને સત્તા અને પૈસાનો ફક્ત ભ્રમ જ છે . તમારા શરીર પુષ્ટ થયાં છે , એ સાચી ચરબી નથી , પણ સોજા ચડ્યા છે . પ્રજાને છેતરી લેવાની યુક્તિ એ બુદ્ધિ નથી , પણ લુચ્ચાઈ છે .
સાચી ગરમી નથી , પણ તાવ આવ્યો છે . તમારો જવે બોલે છે , એ તો દંભ છે . હૈયાં તો “ હાય ” “ હાય ” પુકારી રહ્યાં છે . બધાં મીંડાં આગળ કરી પાછળ એકડો લખેલ છે . તમારે હિસાબે લાખો છે , પણ જગતને હિસાબે તો એક જ કહેવાય . એ ભૂલ સુધારો અને હસીને કબૂત્ર કરી . ‘
હે મહારાજાઓ ! તમે ખાતાં ખાતાં પણ કેમ નબળા પડયા છો ? ખબર છે ? તમને ભૂત વળગ્યું છે , તમારા પેટમાંથી એ ભૂત ખાઈ જાય છે . તમને તો પૂરું પોષણ પણ મળતું નથી . ( ઊપજ વધારે છે . છતાં તિજોરીનું . તળિયું સાફ છે . ) એ પરદેશી ભૂત ચાલ્યું ગયું છે . તમારા માથે એ સત્તાની કૃપાના મુકુટો માંડચા છે , ખરી રીતે તો એ માથે ઊગેલાં . દુ : ખનાં ઝાડ છે . આટલું બન્યા છતાં હજુ કપટથી તમે મીઠાં મીઠાં ભાષણો કરો છો કે – ” હારી વ્હાલી પ્રજા ’ – એ જો સાચથી કહેતા હો તો અભિનંદન . પણ ફક્ત મોઢાથી જ કહેતા હશો તો , આત્મા આત્માનો સાક્ષી છે , અને સ્મશાનવતું . બની ગયેલાં પ્રજાનાં સાચાં ધામ ગામડાંઓમાંથી કોઈ “ બાપુ ! ધણી ! ‘ એમ કહીને પાસે નહિ આવે – સાદ નહિ સાંભળે ! ” કહે છે કે એક એવો દેશ છે ત્યાં બધાં સરખાં , બધાં સુખી અને બધાંની સરખી માલિકી એ દેશને પણ હિંદ મિત્રતાભર્યું નોતરું પાઠવે છે કે ‘ સામ્યવાદીઓ ! તમે પણ આવો અને સૌની જેમ તમારા ચોપડા લેતા આવજો . રોજમેળ , ઘડીયું અને ખાતાવહી એ ત્રણ મેળ લઈ આવજો . એકલા આંકડાંઓની જરૂર નથી , પણ ચોપડા અને કોથળી બેઉ સાથે લાવજો . જેથી ખબર પડે કે આંકડાઓ પ્રમાણે કોથળીમાં છે કે નહિ ? ( કદાચ નહિ હોય . ) ‘ વિનાશી સ્વતંત્રતાનો ચેપ ફેલાવનારા નાઝીઓ તેમ જ રુઝવેલ્ટો ! બ્રિટિશરો ! અને નેપોલિયનો ! તમે પણ બધા આવજો . તમારી સૌની બુદ્ધિથી બીજા દેશોને જે હાંસલ ) લાભ મળ્યો હોય , એ મિત્ર તરીકે અમને જરા . બતાવી જજો . ( નાસ્તિક સ્વતંત્રતા વિનાશ નોતરે છે ; નાશ અને નાશથી જ શોધમાં પરિણમે છે . ) કવિ ભલામણ કરે છે કે “ હે દિલ્હીની ગાદી પર બેસનારાઓ ! તમે પણ જરા વિચાર કરી ખાતાં સમજજો . તમારામાં સત્તા હોય તો તલતલને હિસાબે પરદેશીઓ સાથે સમજી લેજો , પણ ઘરની સમજણ કરતી વખતે જોઈતી છૂટછાટે જરૂર મૂકજો , એકલું નાડું ઝાલી ન રાખશો . વળી બીજી વાત એ છે કે , દિલ્હીના સત્તાધીશો ! તમે બે જાતનાં તોલાં ન રાખશો . પોતાના તોલ કરવાનાં જુદાં અને બીજાનો તોલ કરવાનાં જુદાં .
એક સિદ્ધાંતમાં બે રીતો થરો , તો સંતનો મારગ લાજશે અને કપાળે કાળો દાગ રહી જશો . ’ હે દેશભક્તો ! દેશની સત્તાના ધોરીઓ ! તમે પૂ . ગાંધીજીનાં હથિયારોને વીસરી ન જશો . એ જ હથિયારથી આજે હજારો વર્ષ પછી દિલ્હીના તખ્ત પર સ્વરાજની ધ્વજા લહેરાણી છે . સત્તાના મદમાં જો એ ડોસાનાં હથિયારો ત્યાગ કરશો , તો વિના અનુભવનો તમારો અભ્યાસ ફક્ત ચોપડીઓમાં જ રહેશે . આ રહ્યાં . એ યુગપુરુષનાં શસ્ત્રો સત્ય , અહિંસા , સંપ અને નમતા ; એ ચારે મળીને એક અમોઘ બહ્માસ્ત્ર બને છે . એનો સ્વપ્નમાં પણ ત્યાગ કરશો , તો વાણિયે જે નાવ તાર્યું છે , તેને કદાચ તમે બોળી દેશો . ” દિલ્હી તો લોહીના તરસ્યાઓને પણ મિત્ર તરીકે નોતરે છે કે , “ આવો , આપણે પણ સમજણ કરીએ . કદાચ સમજણ નહિ કરો તો પણ એક દિવસ તમે બાળી નાખેલા વહીવટના ચોપડાઓની આગ અને છેવટે એના કણેકણને , એની રાખને પણ જીભ આવશે . જ્યારે તમારી હિસાબ બોલો , ત્યારે બ્રહ્માંડો થરથરી જાશે . એવા બે આંકડા હશે . ” દેશમાં રહેવા છતાં દેશનો વિનાશ નોતરતા ઓ વનના વાંસડાઓ ! તમે પણ આવો દેશરૂપી વનને સળગાવવા પહેલાં તમે જ બળી મરજો . પણ યાદ રાખજો કે વન કદીયે બળી જતું નથી . એ તો બીજે વરસે કોળી ઊઠે છે . પણ હું હિંદમાતાના પુત્રો ! પોતે પહેલાં બળીને ઈશ્વરના દરબારમાં હિસાબ આપ્યા પછી ફરીને હિંદને હિસાબ આપવા માટે તમે અહીં આવજો . તમારે તો બે હિસાબો આપવા પડશે – ઈશ્વરને અને દેશને . ” કાગવાણીના ત્રીજા ભાગનું આ ગીત સ્વરાજ્યની શરૂઆતમાં બંધબેસતું હતું . એટલું જ અત્યારે બંધબેસતું આવે છે . પૂજ્ય વિનોબા આજે જમીનવાળા , મિલકતવાળા અને બુદ્ધિવાળાઓ પાસે હિસાબ માગી રહ્યા છે. અને વધારાનું આપી દેવાનું સમજાવી રહ્યા છે .
( હરિગીત ) આદેશ આવ્યો આકરો , વેગે બધે પળ વારમાં સહુ ચોપડા લઈ આવજો , દિલ્હી તા દરબારમાં . દિલ કંપશો ડરશો નહિ , દિલમાં ન કોને વેર છે , બે દિલ દુખાશે બે ઘડી , અંતે તો લીલાલ્હેર છે , દિલમાં વસ્યો ભગવાન છે , દિલ દિલને છેતરશો નહિ દિલ – નાવમાં કાણું પડ્યું તો , આ દધિ તરશો નહિ . ૧ ઘરમાં કરી ખટપટ દગલબાજો હતા પરદેશના ઘરના ગુનેગારો પ્રતિ , ડોસાતણે દિલ દ્વેષ ના ; ભૂતકાળના કાગળતા , લાવો ન ઝાઝા થોકડા , સાચે દિલેથી લાવજો , છેલ્લા વરસના ચોપડા . ૨ કરવા સમજ ખાતાંતણી , તપસી ગયો વિલાતમાં , તપનાં ફળો ળિયાં નહિ , ઘરના હતા જ્યાં ઘાતમાં ; સમ્રાટનાં સ્વનો તણી , દિલ્હીમાં સમજણ થઈ ગઈ , ઘરના હિસાબો સમજવાની , વાત બાકી રહી ગઈ સો – સો વરસની ભૂલ લેવી – આપવી , એમાં કશો વાંધો નથી . હિંમત કરી સૌ હાલજો , બાજી હજી બગડી નથી ; નિબળ હતું . લૂલું હતું , કપટી હતું , કંઈ ના હતું . ખોટું હતું . જમણા હતી , ચાલ્યું ગયું . સ્વપ્ન હતું , ૪ શ્રીરામ ને રહિમન તણા , પયગામના અધિકારીઓ ! ગાંધીતા ભક્તો ! અને નરમાંસના વ્યાપારીઓ ! વિધવા ! અને સધવા ! વિધુર ! પત્ની ! પતિ : બ્રહ્મચારીઓ ! કવિઓ ! કલમબાજો ! અને શિશુપુખના વનમાળીઓ ! ” વામન થયો વિરાટ ને ત્રણ ડગ ભયમાં ત્રણ લોકના , લૂથ જશેઃ ગુરુએ કહ્યું : ચિત્તમાં બળિને શોક ના ; પાતાળમાં પહોંચાડતાં , રસના પ્રભુપદમાં ધરી , રખપાળ કીધા રામને , ખાતાંતણી સમજણ કરી . ૬ ખાતાં બન્યાં દૂબળ તમે , એ ભૂતને વળગાડ છે , મુકુયે નથી માથે ઊગેલાં દુખતણાં એ ઝાડ છે ; મીઠું મધુરાં ભાષણો , સન્નિપાતનો વળગાડ છે , ઊી ન કોઈ આવશે , સ્મશાન કેચ સાદ છે , ૭ ચરબી નથી , સોજા ચડ્યો ; બુદ્ધિ નથી , લુચ્ચાઈ છે , ગરમી નથી , છે તાવ આ આશિષ નથી , પણ હાય છે ; મીંડાં બધાં આગળ કાં , લાખો ગયાં , પણ એક છે , પાનાં સંભાળો , ભૂપતિ ! શું શું લખેલા લેખ છે ? ૮ ‘ સૌને મળે સરખું , બધાં સરખાં ‘ લખો , એ મેળ લઈને આવજો એ મેળમાં જે હોય જમા , એ કોથળી પણ લાવજો ; સ્વતંત્રતાના દોસ્ત ! થોડો સ્વાદ એનો કહી જ્જો ; હાંસલ મળ્યું , એ માર્ગ અમને , મિત્ર થઈ બતલાવજો . ૯ તલતલતણી ગણતર કરી , પરદેશનું સમજી જજો , ઘરની સમજ કરતાં ભલાં , છૂટછાટ થોડી મૂકજો ; પોતાતણી , અવરતણી , બે રીત સમજણમાં થશે , તો સંતનો પંથ લાજશે , અને દાગ કાળો રહી જશે ૧૦ જે શસ્ત્રથી જનની તણો , તજ ફરફર્યો દિલ્હી વિષે , હથિયાર એ ભૂલી જશો તો ખ્યાલ કરજો શું હશે ? અનુભવ વિના અભ્યાસથી , ઘરનું ડહાપણ ડોળશો . તો જે નાવ તાર્યું વાણિયે , એ વહાણ પાછું બોળો . ૧૧ સત્તા તણા તરસ્યા તમે , કર ખંજરો લઈ આવજો , વહીવટતા જે ચોપડા જગચોકમાં સળગાવજો ; એ આગ બોલી ઊઠશે , બ્રહ્માંડ આખું ડોલશે , એ ખાખના કણ કણ બધા બાકી રહેલું બોલશે . ૧૨ પર્વતતા પુત્રો ! બધા વન વાંસડાઓ ! આવજો , પહેલાં સળગજો , દીકરા ! પછી બાપને સળગાવજો ; સળગે ન કદીયે ડુંગરા , કહે ‘ કાગ ’ જમપુરમાં જજો , હિસાબ હરિને ચૂકવી , ફરી હિંદમાં હાજર થજો . ૧૩
( કુંડલા જતાં ટ્રેનમાં , તા . ૧૮-૧૯૪૬ )