જનેતાના દૂધમાં ભાગ

જનેતાના દૂધમાં ભાગ 

જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે . જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકીઓ રાજમહેલ કબજે કરવા જાય છે . રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે . પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો એક જ નાનો બાપની ગાદીએ બેસે પછી જાહલના લગ્નમાં આવે ત્યારે મારી દીકરીનો વિવા સાક્ષી પૂરી નહિ . 

દીવો રા ‘ નવઘણ વરસદિવસનો બાળક છે . પરમાર રાણીએ મામો , માસી , | ભાયાત વગેરે ૨ જપૂતોમાં નજર નાખીને પાછી હૈયામાં સમાવી દીધી . પોતાના | બાળકને કાળઝાળ સોલંકીની તરવારમાંથી તેઓ બચાવશે , એમ માના આત્માએ મહાસાગરની વચ્ચે કાયમી લીલી ઓઢણી ઓઢેલ લીલુડી નાઘેર ધરતીના હૈયા પ ૨ ; દૂધીની છોળ્યોથી હસતાં નાનકડાં બાળ સમાં પથરાયેલ ગામડાંમાંહેથી દેવાતનો હાથ પકડી આયરાણી કહે છે : “ આયર ! મારે તો હજુ વાહણનો સોગ છે ! માબાપ વિનાનો નવઘણ હજી આપણે આંગણે આંટા મારે છે . મારી જવ – તલિયો તો જુનાણાનો ધણી રા’નવઘણ ; અને રા ‘ નવઘણ પોતાના.

એની નજર ઠરી એક ઘરધણીને ઝૂંપડે ઃ ગીરના અડીખંભ પહાડ અને આડીદરબોડીદર નામના ગામમાં દેવાત બોદલ આયરને નેસડે , અહા ! રાજરાણીએ એ આયરનું હૈયું જ્યારે વાંચ્યું હશે ? 

રૂના પોલમાં બાળકને સુવાડી છેલ્લી વખતની બે બચીઓ લઈ દાસીને સોંપીને આડીદર ગામે મોકલી . પતિવિહોણી બાળવિજોગણ પરમાર રાણી સતી થાય છે . 

દેવાત પોતાની ઘરવાળી આયરાણીને બાળક સોંપે છે . તે વખતે જાહલ નામની તેની દીકરી માને સ્તને ધાવી રહી છે . રાજાનું બાળક છે માટે નહિ , પણ મા – વિખૂટું બાળ છે એ માટે પોતાની દીકરીને છેટી ફગાવી , આયરાણી રા’નવઘણને ધવરાવે છે . સોલંકી નવઘણની ગોતણ કરે છે . દેવાતને બોલાવી ‘ નવઘણ છે ? ‘ એમ પૂછતાં દેવાત હા પાડે છે અને પોતાના એકના એક દીકરા વાહણને શણગારી આયરાણી જૂનાગઢ મોકલે છે . સોલંકીની કરપીણ તરવારનો ભોગ થાય છે . આશરાધર્મ પાળવા દેવાત અને આયરાણી હસતે મોઢે તે સહન કરે છે . એ વાતને વીશ વીશ વરસ વીતી જાય છે . હવે તો દેવાતને એક જ દીકરી જાહલ રહી છે . એનાં લગ્ન આરંભે છે . દીકરીનો જવ – તલિયો કોણ ? ‘ ‘ રૂડો લાગે ,

પોતાના ધણી સાંસતિયાને કાગળ લખી આપી જીભના માનેલ ભાઈ નવઘણ પાસે કાપડાની છેલ્લી માગણી કરવા મોકલ્યો . છેવટે એમ લખ્યું કે જેટલા મહિનાની અવધિ કરી છે તે પછી એક જ દિવસ પણ જો મોડો આવીશ તો તો ઝૂંપડીમાં મારી લાશ પડી હશે , માટે કાપડું લાવીશ નહિ , પણ સ્મશાનની સેજની કાગવાણી : ૧ સોરઠની ધરતીનાં આકરાં ધાવણ ધાવેલા , ઘોઘા અને દ્વારકા વચ્ચેના દસબાર હજાર આયર ભેળા થયા — દેવાત બોદલને આંગણે . પોતાના ધણી રા ‘ નવઘણને હથિયાર બંધાવી બુઢો દેવાત બાર હજાર આયરોને લઈ જૂનાગઢ પર ચડ્યો . દિવસ – રાત ઘોર લડાઈ ચાલી . હજારો આશાભર્યા જુવાન આયરોનાં લોહીની નદીઓ વહી . નવઘણની જીતનાં નગારું વાગ્યાં . બાવડે પકડી બુટ્ટા આયરે નવઘણને ગાદીએ બેસારી પોતાનો ધર્મ પૂરો કર્યો . જાહલ ફેરા ફરે છે . નવઘણ જવતલ હોમે છે . હાથધરણાનો સમય થયો . નવધણ વિચારે છે : બેનને શું આપું ? બેન , બોલ , ગામ , પરગણું , કે ” તો જૂનાગઢની ગાદી , અને કે ‘ તો માથું – જે માગે તે હું તારા કાપડામાં આપું ! ‘ ‘ દેવાતની દીકરી ગામ – ગરાસની ભૂખી ન હતી . એણે એટલું જ કહ્યું : ‘ જરૂર પડશે ત્યારે કાપડું માગીશ . ” વર્ષો વીતી ગયાં . ભાઈનો તો પહેલો જ બત્રીસો ચડાવી દીધો હતો . આભને ઓઠીંગણ આપે એવો બાપ લાંબે ગામતરે ગયો છે . પોતાના મામાના દીકરા સાથે જાહલનાં લગ્ન થયાં છે . માલધારી માણસ છે . દેવાત બોદલના વંશની નિશાનીમાં જાહલ એક જ છે . ભયંકર દુકાળ સોરઠ ધરામાં પડ્યો . મા બાળકને ભરખે અને ગાયું મંકોડા ભરખે એવો વખત આવ્યો . સૌ માલધારી પોતાનાં ઢોર લઈ સિંધમાં ગયાં . સિંધનો હમીર સુમરો સોરઠિયાણી જાહલનાં ગૂઢાં રૂપ પર મોહિત થયો . જાહલે ત્રણ માસ પછી તે શરત કબૂલ કરી . ચૂંદડી લાવજે !

જર્નતાના દૂધમાં ભાગ નવે ( રાગ – સવૈયાની ચાલ ) જાડાં આહીરડાંનાંય જૂથ કરી , ગુજરેશ્વર સામવી બાથ ભરી ….. લીલાં માથલડાં કુરબાન કરી …. જેને જોરે કરી ગરવા ગઢમાં , તારી જીતની નોબત ઘોર રડી ; કરવી એની વાર , ડિયાસ તણા ! એવા બાપ વિનાનીને ભીડ પડી . ૧ સોરઠનાં શિરછત્ર ફરે , લાખો આજ તને ખમકાર કરે …. વીરા ! વેરણ રાતને યાદ કરે …. તારે કાજ મને તરછોડી હતી , તે દી થાને જનેતાને નો’તી ઠરી ; જેનાં આડાંથી દૂધડિયાં ઝડપ્યાં , એની લાજમાં આજ જો લૂંટ પડી . નો’તો કોઈ એણે જગ કોડ કર્યો . નો’તો બેનને માંડવે હોમ કર્યો ….. એવો વીરો અમારો જો આશાભર્યો કેને , કાજ , વીરા ! મારા માજણ્યાને , કૂણે કાંધ સોળંકીની તેગ પડી ; એની બેનડી એકલડી સિંધમાં , મારી લાજમાં આજ જો લૂંટ પડી . ૩ કેનાં માત – પિતા તરછોડી ગયાં ? કેને આભ – જમીનના માંકારા થયાં ? એને કોણ ગ્રહે ? કેનાં વ્રજ હૈયાં ? જેની તેગ સામાં ગુજરેશ્વરનાં , દળ ઘોર હતાં એનાં મૂલ ગયાં ; ૪ એની જાહલના , સિવભોમ ભણી , કૂડા રૂપનાં આજ જો ભૂલ થયાં . તે દી ’ ગામ ગરાસ મેં નો’તો લીધો , તારો ભીડ પડ્યાનો મેં કોલ લીધો … મારા માંડવા હેઠળ બોલ દીધો …. હું દેવાત તણી , વીરા ! જાહલને , માથે દુઃખ તણા દરિયા ફરિયા , સુણજે , નવ સોરઠના નૃપતિ ! મારી જીભના માનેલ મામરિયા ! ૫

મારા બાપ તણો ગણ – પાડ ગયા , મારા માજણ્યાનાં ભલે શીશ ગયાં …. મારા એ બદલા તો પતાળ ગયા …. તારા દેશડિયાની તો લાજ જશે , વીરા ! એટલી વાતને કાને ધરે , હું તું સોરઠ ભોમ તણાં જનમ્યાં , મારી સોરઠિયાણીની વાર કરે . મારી આડી મલેચ્છોની ફોજ ફરી , મન સિંધમાં સુમરે કેદ કરી . ત્રણ માસની મેં અવધિ જો કરી … હું નબાપી અરેરે નભાઈ , વીરા ! મને જાણી નોધારી ને એકલડી ; એથી સિંધતણા નૃપતિને ગમી , મારી સોરઠિયાણીની સેજલડી . વિધિ લેખે નો’તું જરી – તાર ભર્યું , એમાં કોમળ રેશમયે ન ધર્યું .. … . વીરા ! કાપડું મારું રુધિરભર્યું . … અવધિ જો વીત્યા પછી આવીશ તો , ખોટી કાપડકોરની વાતલડી ; મારી લાશ પરે તું ઓઢાડી દેજે , સમશાનની સેજની ચૂંદડલી !

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો