જય યોગી

૧. જય યોગી 

માયાથી રહિત તથા જેની ગતિ – મતિ માપી શકાતી નથી એવા યોગીજી મહારાજની જય હો ! હે સાધુ ! ધરતી પરની અવિદ્યાનો ભાર ઉતારવા તથા પાપનો નાશ કરવા આ પવિત્ર ભૂમિ ઉપર તારો – યોગીપુરુષનો જન્મ થયો છે . સંસારરોગથી અકળાયેલા તારે શરણે આવે છે . તું વૈકુંઠ જવાની નિસરણી છો . નારાયણની મૂર્તિમાન તું કરણી છો . સંસારી લોકો તારી કળાનો પાર ન પામી શકે . 

શ્રીજી મહારાજની ચરણરજથી પવિત્ર બનેલી આ સૌરાષ્ટ્રની ભૂમિને તેં ફરી પાવન કરી છે , તારા સુકૃતની વેલ્ય દિશા દિશાએ પહોંચી ગઈ છે . પ્રથમ ગઢડાના નવા મંદિરના ખાતમુહૂર્ત વખતે અને ફરી સારંગપુરમાં દર્શન થયાં . મારી બુદ્ધિ તારે શરણે હો !

જય અલખ નિરંજન 

જય જોગી , 

જય અલખ નિરંજન 

જય જોગી . 

તુમ ભાર ઉતારન આયા હો , 

તુમ પાપ સંહારન જાયા હો ; 

તુજ શરન તકે સબ ભવરોગી – જય અલખ ( ૧ ) 

તુમ અક્ષરધામ નિસરણી હો . 

તુમ નારાયણની કરણી હો ; 

તુજ પાર લહે ન વિષયભોગી જય અલખ ( ૨ ) 

 હરિ પદ રજ મેં ઉજ્વલ બરની , 

વો પાવન કીય સોરઠ ધરની ; 

મદ ક્ષમ ક્રોધનેં નીરોગી જય અલખ ( ૩ ) 

બેલી નિર્મલ તુજ કરનીકી , 

ઉદ્ધારક ભારત ધરની કી ; 

દિપાળ ભુવન તક ગઈ પોગી જય અલખ ( ૪ 

હમ ‘ કાગ ’ પ્રથમ ગઢપુર દેખા , 

ફીર સારંગપુર બહુ બહુ રેખા ; 

તું શરણ સા મમ મતિ હો ગઈ જય અલખ ( ૫ )

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો