૮. જોગમાયા સાંભરે
( આરતી કરું મારા હરિ ગુરુ સંત – એ રાગ ) રે !
સોનલ એટલી સાંભરે ,
જોગમાયા એટલી સાંભરે ,
મી હું તે આરતી કરું ને,
ઉપદેશ પાળું રે ! સોનલ .
માડી તારો મધથી મીઠો રે
સોયલો સાદ ,
માડી . તારા દૂઘડીએ ધોયેલા .
આવકાર રે ! સોનલ .
કૂડાંને કજિયા સાંભરે , લોભીને સાંભરે ધન ;
સજ્જનને ગણ સાંભરે રે , સાંભરે જેમ વેરાગીને વને – સોનલ . ૧
નરસૈયાને સાંભરે , જેમ શામળિયો સરધર ;
લંકામાં જેમ સાંભરે રે , જાનકીને જગદાધાર -સોનલ . ૨
અસુરને અખજ સાંભરે , દાનવને મદ પાન ;
શૂરાને પણ સાંભરે રે , સાંભરે જેમ દાતારુને દાન … – સોનલ . ૩
સો સો ગાઉથી સાંભરે , જેમ જનમભોમનું ગામ ;
મીરાંને ગિરધર સાંભરે ,
સાંભરે જેમ શબરીને સીતારામ … – સોનલ . ૪
કુકરમીને સાંભરે જેમ દુખાણાની દાઝ ,
જોગ જાતને સાંભરે , સાંભરે જેમ સતીને કુળની લાજ … સોનલ . ૫
ખળને અવગણ સાંભરે , એદીને જેમ ભાગ્ય ;
સૂતા બેઠાં અને હાલતાં , સાંભરે જેમ ઊજળાંને ડાઘ .. સોનલ . ૬
માંદને વૈદ્ય સાંભરે , એદીને સાંભરે , એદીને જેમ ભાગ્ય ;
આંખને મટકાં સાંભરે , સાંભરે જેમ પંખીડાને પાંખ .. સોનલ . ૭
સઢને પવન સાંભરે , જેમ સમદરિયાને લેર ;
ભીડે ભેરુ સાંભરે , સાંભરે જેમ ડંખીલાને વેર … સોનલ . ૮
સાસરિયે સળગી રહી , આંખે અનરાધાર ;
દુખિયારીને સાંભરે રે , એના બાપ તણાં ઘરબાર … સોનલ . ૯
જગતપતિને સાંભરે , પળપળ પોતાનો ધસ ;
કાગ ને માવડી સાંભરે , જેમ ખોળિયાને સાંભરે શ્વાસ … સોનલ . ૧૦
અર્થ હે મા ! તું મને કેવી અને કેટલી યાદ આવે છે એનાં થોડાં દચંત અહીં આપું છું . હે મા ! તને ધૂપ દીપ કરી તારી આરતી કરું છું અને તે આપેલો ઉપદેશ કાયમ પાળું છું . હે મા ! મધથી પણ મીઠો આંટીઘૂંટી વિનાનો સોયલો અને દૂધ ધોયેલો એવો તારો સાદ મને સાંભર્યા કરે છે .
જૂઠા માનવીને જેમ ક્લેશ સાંભરે છે , લોભીને જેમ પૈસા સાંભરે છે , સજ્જન માણસને જેમ કોઈએ કરેલો ઉપકાર સાંભર્યા કરે છે અને યોગપ્રિય એવા વૈરાગીને જેમ વન સાંભરે છે એમ જ હે મા સોનબાઈ ! તું મને હંમેશ સ્મરણમાં આવે છે .
૧ નરસિંહ મહેતાને જેટલા કૃષ્ણ સાંભરે છે , અને લંકાના અશોકબાગમાં સીતાજીને ભગવાન રામ સાંભરે છે એટલી જ હે ચારણ્ય મા ! તું મને યાદ આવે છે .
૨ દૈત્યોને અભક્ષ્ય જેટલું સાંભરે છે , દાનવોને મદ્યપાન જેટલું સાંભરે છે , શૂરવીરોને જેટલું ધર્મયુદ્ધ સાંભરે છે અને દાતાપુરુષોને જેટલું દાન સાંભરે છે હે મઢડાવાળી મા ! તું મને એટલી જ સાંભરી આવે છે .
૩ હજારો ગાઉથી પણ પોતાની જન્મભૂમિ માનવીને સાંભરે છે . મીરાંને જેમ ગિરધરલાલ સાંભરે , શબરીને ભગવાન રામ અને મા સીતા સાંભર્યા કરે છે તેમ હે હમીરસધુ મા ! તું મને એટલી જ યાદ આવે છે .
૪ નીચ માનવીને કોઈના તરફથી થયેલું દુઃખ જેટલું સાંભરે છે , યતિઓને જેવી રીતે યોગ સાંભરે છે અને સતી સ્ત્રીને જેટલી બંને કુળની લાજ સાંભરે છે . હે જનની ! તું મને એવી રીતે અને એટલી જ યાદ આવે છે .
૫ જેમ મૂરખાને કોઈના દુર્ગુણ સાંભરે છે , આળસુને જેમ ભાગ્ય અને દૈવ સાંભર્યા કરે છે અને કુળવાન , લાજવાન , સત્યશીલ માનવીને પળે પળે જેમ પોતાથી થયેલી ભૂલ હૈયે ચઢે છે . હે મા સોનલ ! તું મને એટલી જ સાંભરી આવે છે .
૬ મંદવાડવાળા રોગીને જેમ વૈદ્ય સાંભરે છે , આંધળાને જેટલી આંખ સાંભરે છે , આંખને જેટલાં મટકાં સાંભરે છે અને પંખીઓને જેટલી પાંખ હૈયે આવે છે . હે કૃપાસાગરી આઈ ! તું મને એટલી સ્મૃતિમાં આવે છે .
૭ વહાણના સઢને જેટલો પવન સાંભરે છે , રત્નાકરને જેટલી લહેર – તરંગ સાંભરે છે , દુઃખને વખતે જેટલો મિત્ર સાંભરે છે અને દ્વેષી દુષ્ટને જેટલું વેર સાંભરે છે તેટલી હે જોગમાયા ! તું મને સાંભરી આવે છે .
૮ બધી જ રીતે સાસરિયામાં બળી – ઓલાણેલ દીકરીને જેમ ગમે તેવું હોય પણ માતાપિતાનું ઘર સાંભરે છે , એવી જ રીતે હે મા ! તું મને યાદ આવે છે .
૯ ભગવાનને જેટલો ભગત સાંભરે છે અને આ દેહને જેટલી વખત શ્વાસ સાંભરે છે એટલી જ વખત હે મા સોનબાઈ ! તું મને ‘ કાગ’ને હૈયે આવે છે . ૧૦