Kag Award

KAVI KAG AWARD

કવિ કાગ ઍવોર્ડ એ દર વર્ષે આપવામાં આવતો એક વાર્ષિક એવોર્ડ છે . આ એવોર્ડ ગુજરાતી કવિ દુલા ભાયા કાગના નામ પરથી રાખવામાં આવ્યો છે .૨૦૦૨ ની સાલમાં પ.પૂ . મોરારીબાપુની પ્રેરણા અને આશીર્વાદથી આ એવોર્ડ ની શરૂઆત થઈ હતી . કવિ દુલા કાગની પુણ્યતિથિ ” કાગ ચોથ ” ( ફાગણ સુદ ચોથ ) ના દિવસે કવિ કાગની કર્મભુમિ કાગધામ ( મજાદર ) ખાતે કાર્યક્રમ યોજી પૂ. મોરારીબાપુ અને કાગ પરિવારના હસ્તે આપવામાં આવે છે .

કાળક્રમે નાશવંત થઈ રહેલો સાહિત્યનો અમૂલ્ય વારસો ટકાવવા, જાળવવા અને લોકો સુધી પહોચાડવા માટે છેલ્લા ૨૨ વર્ષથી કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથીએ તેમના વતન કાગધામ (મજાદર) ખાતે લોક સાહિત્ય – ચારણી સાહિત્યમાં પ્રદાન બદલ “કાગ એવૉર્ડ” અર્પણ કરવામાં આવે છે . ગુજરાતીમાં ડાયરાના લોકકલાકારો અને લોકસાહિત્યકારોને પાચ એવોર્ડ આપવામાં આવે છે . સાથે-સાથે સાહિત્ય ક્ષેત્રે સંશોધન માટે રાજસ્થાની વિદ્વાનને એક એવોર્ડ આપવામાં આવે છે. આ લોકસાહિત્યના માર્મીઓને પ્રોત્સાહનરૂપી રૂ. ૫૧૦૦૦/- ની ધનરાશી, સ્મૃતીચિન્હ અર્પણ કરી, શાલઓઢાડી સન્માન કરવામાં આવે છે .

23-02-2023 ને ગુરુવાર

૧. સ્વ. નાગભાઈ લાખાભાઈ ખળેલ (મગરવાડા)
૨. શ્રી હરેશદાન સુરુ
૩. શ્રી ઈશુદાન ગઢવી (રત્નુ) (હિંમતનગર)
૪. શ્રી નિલેશભાઈ પંડ્યા (રાજકોટ)
૫. શ્રી ગજાદાન ચારણ (નાથુસર-રાજસ્થાન)

06-03-2022 ને રવિવાર

૧. સ્વ. શ્રી મેઘરાજ મૂળુભા ગઢવી (મઢાદ)
૨. શ્રી યશવન્ત લાંબા (જાંબુડા)
૩. ડૉ. શ્રીમતી ઈન્દુબહેન પટેલ (કોટા-રાજસ્થાન)
૪. શ્રીમતી ભાવનાબહેન અને સંગીતાબહેન લાબડિયા (પોરબંદર, અમદાવાદ)
૫. શ્રી મહેન્દ્ર ભાણાવત (રાજસ્થાની વિદ્વાન)

17-03-2021 ને બુધવાર

૧. સ્વ. શ્રી ગીગાભાઈ બારોટ ( ડોળીયા )
૨. સ્વ. શ્રી મનુભાઈ ગઢવી ( મુંબઇ )
૩. શ્રી બળવંતભાઈ જાની ( રાજકોટ )
૪. શ્રી યોગેશભાઈ ગઢવી (બોક્ષા)
૫. શ્રીમતી કાશીબેન ગોહિલ ( ભાવનગર‌ )
૬. શ્રી નાહરસિંહ જસોલ (તેમાવાસ, રાજસ્થાન)

27-02-2020 ને ગુરુવાર

૧. સ્વ. શ્રી નારાણદાનજી સુરું
૨. શ્રી રતિલાલ નાથાલાલ દવે
૩. શ્રી અનુભા ગઢવી
૪. શ્રી રાજભા ગઢવી (ગીર)
૫. શ્રી ભંવરસિંહ સામોર (રાજસ્થાન)

13-03-2019 ને રવિવાર

૧. સ્વ. કવિશ્રી ત્રાપજકર
૨. શ્રી વસંતભાઈ ગઢવી
૩. શ્રી કિર્તીદાન ગઢવી
૪. શ્રી રઘુરજસિંહ હાડા (રાજસ્થાન)
૫. આકાશવાણી કેન્દ્ર રાજકોટ

19-02-2018 ને સોમવાર

૧. સ્વ. શ્રી ભુધરજી જોશી
૨. શ્રી. ગોવિંદ અમરા ગઢવી
૩. શ્રી હરદાનજી ખડિયા
૪. શ્રી દમયંતીબેન બરડાઈ
૫. શ્રી. દેવકરણસિંહ રાઠોડ (રાજસ્થાન)
૬. શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર

02-03-2017 ને ગુરુવાર

 ૧. સ્વ. થાર્યાભગત
 ૨. શ્રી વસંતદાસ હરિયાણી
 ૩. શ્રી માયાભાઈ આહીર
 ૪. શ્રી મેરણ ગઢવી
૫. ડો. શ્રી કલ્યાણસિંહ શેખાવત

12-03-2016 ને શનિવાર

૧. સ્વ. શ્રી રણછોડદાદા જોશી
૨. ‍શ્રી અરવિંદ બારોટ
૩. કવિ શ્રી આલ
૪. શ્રી ગોવર્ધન શર્મા
૫. શ્રી અર્જુનદેવ ચારણ

22-02-2015 ને રવિવાર

૧. સ્વ. માવદનજી રતનું
૨. શ્રી પ્રભુદાન સુરૂ
૩. શ્રી બિહારી ગઢવી
૪. ડો. શ્રી રમણીક મારૂ
૫. શ્રી સોહનદાન ચારણ

04-03-2014 ને મંગળવાર

૧. સ્વ. શ્રી દુલેરાય કલાણી
૨. શ્રી પાલુ ભગત
૩. શ્રીમતી પુષ્પાબેન છાયા
૪. શ્રી જોરાવરસિંહ જાદવ
૫. શ્રી ઓમકારસિંહ લખાવટ (રાજસ્થાન)

15-03-2013 ને શુક્રવાર

૧. સ્વ. શ્રી રતિકુમાર વ્યાસ
૨. શ્રી અભેસિંહ રાઠોડ
૩. શ્રી નરોત્તમ પલાણ
૪. શ્રી લક્ષ્મણભાઈ પી. ગઢવી
૫. ડો. શક્તિદાન કાવિયા (રાજસ્થાન)

26-02-2012 ને રવિવાર

૧. સ્વ. શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી
૨. શ્રી શિવદાન ગઢવી
૩. શ્રી હરસુર ગઢવી
૪. શ્રી પ્રફુલ દવે૫. શ્રી ચંદ્રપ્રકાશ દેવળ (રાજસ્થાન)

09-03-2011 ને બુધવાર

૧. શ્રી હરિસિંહ મોજદાન મહેડું
૨. શ્રી ડો. હસુ યાજ્ઞિક
૩. શ્રી વિજયદાન દેથા (રાજસ્થાન)
૪. સ્વ. શ્રી બાપલભાઈ ગઢવી
૫. શ્રી દિવાળીબેન ભીલ

18-02-2010 ને ગુરુવાર

૧. સ્વ. શ્રી ગીગુભાઇ લીલા
૨. શ્રી ભીખુદાન ગઢવી
૩. શ્રી. મહેશદાન મિસણ
૪. શ્રી દોલત ભટ્ટ

28-02-2009 ને શનિવાર

૧. સ્વ. શ્રી બચુભાઇ ગઢવી
૨. શ્રી સરોજબેન ગુંડાણી
૩. શ્રી ઈશરદાન ગઢવી
૪. શ્રી કનુભાઈ જની

18-03-2008 ને મંગળવાર

૧. સ્વ. શ્રી આપાભાઈ કાળાભાઈ ગઢવી
૨. શ્રી નિરંજન રાજ્યગુરુ
૩. શ્રી જીતિદાન ગઢવી
૪. કવિ શ્રી પાલ

21-03-2007 ને બુધવાર

૧. સ્વ. શ્રી વિવરામ હરિયાણી
૨. શ્રી રતુભાઈ રોહડીયા
૩. શ્રી પ્રાણલાલ વ્યાસ
૪. શ્રી તાખતદાન રોહડીયા

26-03-2006 ને રવિવાર

૧. સ્વ. શ્રી શંભુદાનજી ગઢવી
૨. શ્રી લાભુભાઈ ભાંસળીયા
૩. શ્રી અમરનાથ નાથજી
૪. શ્રી કરશનભાઈ પઢિયાર

14-03-2005 ને સોમવાર

૧. સ્વ. શ્રી ખેતસિંહ મિસણ
૨. શ્રી બાબુભાઈ રાણપરા
૩. શ્રી પુંજત રબારી
૪. દરબાર શ્રી પુંજવાળા

24-02-2004 ને મંગળવાર

૧. શ્રી લાખાભાઈ ગઢવી
૨. શ્રી અમરદાસજી ખારવાળા
૩. કવિ શ્રી દાદ
૪. શ્રી અંબદાન રોહડીયા

24-03-2003 ને સોમવાર

૧. સ્વ. શ્રી નારાયણદાન બળિયા
૨. સ્વ. શ્રી જેઠસુરભાઈ દેવ‌
૩. સ્વ. શ્રી જયમલભાઈ પરમાર
૪. સ્વ. શ્રી કનુભાઈ બારોટ

18-03-2002 ને સોમવાર

૧. સ્વ. શ્રી પિંગળશિભાઈ પાતાભાઈ
૨. સ્વ. શ્રી મેરુભા ગઢવી
૩. સ્વ. શ્રી હેમુભાઈ ગઢવી
૪. સ્વ. શ્રી કાનજીભાઈ બારોટ

 

જમ, દડ, જમૂવાન, નલ નીલ, અંગદ, સુગ્રીવ નો રહ્યા
પણ જો ને હનુમાન, એ તો કાયમ બેઠો “કાગડા”

Follow Us

Download Our Mobile App

© 2020 | કવિ શ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ

Designed & Developed By : Shopza Web Services
error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો