૨૫. માતા તારો પ્રતાપ
ચૌદ વર્ષ વનવાસ ભોગવી , રાવણનો નાશ કરી , ભગવાન રામ , લક્ષ્મણ , અને સીતાજી સહિત અયોધ્યામાં પધારે છે . માતાઓ , ઋષિઓ અને સર્વ પ્રજાવર્ગ શ્રી રામનું સામૈયું કરવા માટે અયોધ્યાના પાધરમાં ઊભાં છે . વિમાનમાંથી ભગવાન નીચે ઊતરે છે . કૌશલ્યા આદિ સર્વ રાજમાતાઓ અને સ્ત્રીસમાજ સૌની આગળ છે . આજે અયોધ્યાનાં જડ અને ચેતન , આનંદ આનંદ અનુભવી રહ્યાં છે . ફક્ત એક જ સ્ત્રી શરમ , પસ્તાવો અને ખેદની મૂર્તિ બની ગયેલ છે . એમના પગ પાછા પડે છે . છાતી ધડકે છે અને શરીરે પરસેવો છૂટે છે . મોટું સંતાડવા સિવાય એમણે કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત બીજું કાંઈ જડતું નથી .
આખી રામકથાનાં સર્જનહાર એ હતાં માતા કૈકેયી . ભગવાને જોયું તો બધી માતાઓમાં કૈકેયીને ન દીઠાં . એટલે સ્ત્રીઓનાં ટોળામાંથી એમને ગોતી . લીધાં . લાકડી પડે એમ પગમાં પડ્યા . આંખે આંસુધાર ચાલી . ઊભા થઈ , બે હાથ જોડી વિનંતી કરી કે , “ હે મા ! તમારે પસ્તાવાની જરા પણ જરૂર નથી . કાળના ગર્ભની કોઈને ખબર નથી . જે થવાનું હોય તે થયા જ કરે છે . પણ , હે જનેતા ! તમે મને વનમાં મોકલવાની કૃપા ન કરી હોત તો આ સાત વસ્તુની મને કદી ખબર ન પડત . ”
૧. “ બાપનો સ્નેહ દીકરા પર કેવો હોય એનો જવાબ માગ વિયોગ પ્રાણ – ત્યાગ કરી મહારાજા દશરથે આપ્યો . હજારો જન્મ , બાપ મળો તો એવા મળજો . “
૨. ” ભાઈ તો ખરી રીતે ભાગદાર છે . એક ભાઈ માને ધાવતો હોય અને બીજો પેટમાં હોય ત્યાંથી એ ભાગદારપણું બતાવી માનું દૂધ ઓછું કરી નાખે છે . પણ સુમિત્રાના પુત્ર લક્ષ્મણે , માબાપ , રાજપાટ , સ્ત્રી અને નિદ્રા , એ સર્વનો માગુ માટે ત્યાગ કર્યો , એટલું જ નહિ પણ લંકાના રણમાં જીવ પણ જોખમમાં મૂક્યો હતો . ખરેખર ભાઈ કેવા હોય એની પણ મને ત્યાં ખબર પડી . એવા ભાઈ ભવોભવા મળજો . ”
૩. “ હે મા ! જેના માટે તમે બધું તૈયાર કર્યું . રાજગાદી પર બેસે , એટલી જ વાર હતી . છતાં ધન્ય છે ભરતને કે , જેને મારા વિના જગતભરની સર્વ સમૃદ્ધિ વિષ જેવી લાગી . મારા માટે એ ચૌદ વર્ષ તપ તપ્યો . શરીરને બાળી ખાક કરી દીધું અને અયોધ્યાની ગાદી પર મારી ચાખડી પધરાવી . જે ભારતના ત્યાગ અને મારા પરની પ્રીતિનું માપ કાઢતાં તો કવિમાત્રના ગજ નાના પડી જાય છે એવો મારે ભાઈ છે તેની પણ મને ખબર પડી . ”
૪. “ હઠ કરીને વનમાં સાથે આવેલી જનકપુત્રી સીતા એ જાનકીને સાથે લેવાથી મને તો એમ જ લાગ્યું કે , વનમાં સ્ત્રી સાથે લેવી એ તો સંગાથે સાપ લેવા બરાબર છે . છતાં એનાથી ખબર પડી કે શત્રુઓના કાવાદાવા , છળ કપટ અને હદ ઉપરાંત નીચતા કેવાં હોય છે , કે જે હું અયોધ્યામાં ન જાણત . “
૫. “ અહો ક્યાં અયોધ્યા અને ક્યાં કિકિયા ? ક્યાં માનવી અને ક્યાં વાનર ? એટલો બધો તફાવત છતાં મારી સાથેના એક ઘડીના મિત્રકાર્યના બદલામાં મારે માટે સુગ્રીવે જગતનું સર્વ વાનરકુળ રાવણ જેવા બળવાન રાક્ષસના મોઢામાં હોમી દીધું . હે મા ! ભાઈબંધ કેવા હોય એની પણ ખબર પડી . “
૬. “ મેઘનાથ , કુંભકરણ અને રાવણ , એ શુરવીર રાક્ષસરાજો સાથે રણમેદાનમાં આફળવાથી એમના બળની મને ખબર પડી અને મારી ભુજામાં ખરેખર કેટલું બળ છે એની પણ ખબર પડી . ”
૭. “ હવે છેલ્લી વાત એ સર્વોપરી અનુભવ છે . મારા સર્વ સંકલ્પની મૂર્તિ સમાને અને કોઈપણ પ્રકારની ઇચ્છા રહિત સેવક એવો . હનુમાન સીતાની શોધ કરનાર એ મહાવીર જેવો સેવક મને જગતમાં મળવો મુશ્કેલ છે . હે અંબા ! તમોએ મને વનવાસ ન આપ્યો હોત તો આ જીવન – અનુભવ ન મળત , માટે હું તો આપનો ખરેખર ઉપકાર માનું છું .
બીજાના અવગુણમાં ગુણ જુએ એ જ ભગવાન .
( રાગ – ઉપરનો )
માતા ! તારો એ પ્રતાપ જી
તારો એ પ્રતાપ , વનમાં વિગત લાધી સાત – માતા ! ટેક .
પિતાજીને કાને પડી જ્યાં , ( ભારી ) વન જાવાની વાત જી ( ૨ )
પુત્રવિયોગે પ્રાણ તજીઆ ( 2 ) મળજો એવા તાત – માતા ! ૧ .
તજી નારી તજી નિદ્રા , તજ્યાં માત ને તાત જી ( ૨ ) ;
લકાના રણમાં જીવ તજીઓ ( ૨ ) , મળજો લખમણ ભ્રાત – માતા ૨ .
ભાઈ વિનાનો વૈભવ મળતાં , તનમાં સળગ્યો તાપ જી ( ૨ )
ભરત કેરો પ્રેમ ભરતાં ( ૨ ) , ખૂટ્યાં કવિનાં માપ – માતા ! ૩ .
ક્યનો હું અને વાનર ક્યાંના , ઘડીકનો મેળાપ જી ( ૨ ) ;
કપિએ આખા કુળને હોમ્યું ( ૨ ) જપી મરણનો જાપ – માતા પ .
કુંભકરણને રાવણ જોધા , જેનાં જોમ અમાપ એના બળનું માપ મળિયું ( ૨ ) ,
મમ ભુજાબળ માપ – માતા ! ૬ .
મારા મનડાકેરી મૂર્તિ , સીતાનો સીતાનો હરણ સંતાપ જી ( ૨ ) ;
‘ કાગ ’ કે હનુમાન મળિયો , સેવક ગળણ તાપ – મોતી !