મૂર્ખના ધોખા શું ?

મૂર્ખના ધોખા શું ?

મૂર્ખ અથવા અજ્ઞાનીના સારા કે ખરાબ કામ પ્રત્યે હર્ષ અને દુ : ખ બેઉ ન ધરવાં , જેમ કિનારાના ખેતરમાં કોઈ વખત પાણી ભરીને નદી ફાયદો કરે છે અને કોઈ વખત જમીનનો બધો કસ ધોઈ નાખી ખરાબ બનાવી દે છે , એમાં નદીનો કોઈ ઇરાદો હોતો નથી , તેમ મૂર્ણ પગે પણ પડે અને મારી નાખવા પણ તૈયાર થાય . એને સારું કે નરસું એવી કોઈ ગણતરી જ નથી હોતી , કારણ કે વિધાતારૂપી કુંભારે એનો એવો જ ઘાટ ઘડ્યો હોય છે , માટે એના ધોખા શું ? કેવળ સાધુપુરુષો કે મહાપુરુષો એટલે કે માનવી એકલો જ નહીં , પણ ચંદનવૃક્ષ , ધરતી વગેરે મહાતત્ત્વો છે , તે પણ સજ્જન છે , ઉચ્ચ કોટિનાં છે . સાપ ચંદનને વર્ષો સુધી લપટી રહે છે , છતાં એનું ઝેર જતું નથી , તેમ હળાહળ વિષવાળા સર્પને ચંદન તરછોડતું પણ નથી . છતાં એ સાપના કોઈ દુર્ગુણ ચંદનમાં આવતા નથી .

_______________________

( જનુની જીવો ગોપીચંદની – એ રાગ ) 

મૂરખના ધોખારે , સાધુ નવ ધરે જી ,

વિધિએ ઘડેલો એવો ઘાટ જી ;

પાપે રે ઘેરાણો એનો આતમો ,

આઠે પોર અંગડે ઉચાટ , જી . મૂરખના . ટેક…

ચંદને તરછોડ્યા નહિ સાપને ,

રાખ્યા એને રુદિયા મોઝાર જી ;

નાગનાં વિખડાં રે એને નવ નડ્યાં રે ,

ચડ્યાં એ તો હરિને કપાળ જી મૂરખના . ૧

એરણું ઝીલે ને ઘણના ઘા પડે જી ,

હૈયે એનો નવ રાખ્યો દાવ જી ;

આર્ગ્યુમાં ઓરાણાં કુંદન નિતનવાં રે ,

એવો એના કુળનો સ્વભાવ જી . મૂરખના . ૨

અંગડાં અભડાવ્યાં છાશે દૂધનાં જી ,

મધ્યાં એની દેવું કેરા પ્રમ જી ;

ચૂલે જ્યાં ચડ્યાં ત્યાં છાશું કોરે ખસી ,

પંડ એનાં થયાં પરબ્રહ્મ જી . મૂરખના ૩

માનવીએ વેધ્યાં રે ધરણી માતને ,

તોય એણે ક્ષમા ન કરી ત્યાગ જી ;

અનડાં આપ્યાં રે પ્રાણીને પોષવા ,

કરું એને નમણું હું ‘ કાગ ’ જી . જી . મૂરખના . ૪

[ ભાવનગર જતાં ટ્રેનમાં , તા.૪-૮ – ‘૪૨ ]

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો