૯૮. ન મળ્યા
જગતનું કલ્યાણ કરવા અવતરેલા માનવીઓની અંતરવેદનાની આ એક છબી છે . એમના ઉપદેશો , આદેશો અને જીવનની – એમને પૂજનારા વર્ગમાં જ્યારે કરી અસર થતી નથી , ત્યારે એમનો આત્મા કકળે છે . આવા દાખલા ઇતિહાસને પાને પાને લખાયા છે . ભગવાન રામ , કૃષ્ણ , ભગવાન બુદ્ધ , ઈસુ અને એવા તો ઘણા છે કે જે સમાજનું ભલું કરવા અવતર્યા હતા . એમને બાણથી , તરવારથી , ખીલા પરોવીને અને છેલ્લે ગાંધીજીને ગોળીથી હણેલા છે . આ છે આપણા માનવી – સમાજની કરુણ કથા . ઉનાળાની મહામહેનત કરી ખેતર તૈયાર કર્યું હોય , મોં માગ્યા વરસાદ વરસ્યા હોય , પછી વાવણી વખતે કોઈ વાવનાર ન મળે તો ખેતીની કાળી મહેનત કરનાર એ માનવીના હૃદયને કેટલું દુઃખ થાય ? આવાં જ કોઈ માણસ પોતાનાં જ અંતરને જે કહે , તેનું વર્ણન આ કાવ્યમાં છે . કલ્પના એવી છે કે , ‘ અરે ! અમે જગતના ચોકમાં નિસરણી બનીને આખો અવતાર ઊભા રહ્યા , મેડીનો દાદરો બની લોઢના . ખીલાથી જડાઈ ગયા , પણ અમારો ઉપયોગ કરનાર એક પણ માણસ ન મળ્યો . અમે ઘતરડાથી કપાણા પછી ઘંટીમાં પિસાણા અને ધગધગતી તાવડીમાં શેકાણા , સુંદર થાળીમાં રોટલો બનીને આવ્યા તોય ખાનાર કોઈ ન મળ્યા . માણસો માટે અમે પૃથ્વીનું નામ ભૂંસી માર્ગ બન્યા , લાંબા લાંબા થઈ કંઈક વર્ષો સુધી ચતાપાટ સૂઈ રહ્યા , છતાં રસ્તા પર ચાલનાર એક પણ ન મળ્યો .
‘ અમે માનવી માટે ભવાયા બન્યા , માથે ચૂંદડી પગે ઘૂઘરા બાંધ્યા અને ઘાઘરી પણ પહેરી . આખી રાત નાચ્યા . ઢોલકી બજાવી . પણ અમારો વેશ જોવા એકેય માણસ ન આવ્યો . અમે વનરાનાં ઝાડવાં બની કુહાડે કપાણાં , પછી ચૂલામાં પડીને સળગ્યાં , ધોળી ફૂલ રાખનો ઢગલો બન્યાં . પણ એ રાખને ચોળનાર કોઈ ન મળ્યો .
” ફરી વખત અમે સ્ત્રી બન્યા . બધે ઠેકાણે સ્વયંવરનાં આમંત્રણ મોકલ્યાં . કંઈક પુરુષો આવ્યા , સભા ભરાણી , હાથમાં વરમાળા લઈ અમે એ સભામાં વર શોધવા નીકળ્યાં , પણ એ બધામાં એક પણ મર્મવાળો અને મુછાળો લાયક વરરાજા ન મળ્યો . પાપી , અધમ અને હત્યારાઓને તારી દેવા અમે બ્રહ્મલોક છોડ્યો , હિમાલય પર આવ્યાં . ત્યાંથી અમારા શરીરને પૃથ્વી પર પછાડ્યું , પણ અમો ગંગાને ઝીલનાર કોઈ ન મળ્યું , તે ન જ મળ્યું .
‘ ( માડી તારી કેટલા જનમની કમાણી રે – એ રાગ )
અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે …
ચડનાચ કોઈ …. નો મળ્યા અમે ,
દાદરો બનીને ખીલા ખાધા રે …. તપસ્યાના ળ ….. નો ફળ્યા ૨ .
માથડાં કપાવી અમે..ઘીએ દળાણા …. ( ૨ ) ,
ચૂલે ચડ્યો ને પછી પિરસાણા રે .. જમનારા …. કોઈ મળ્યા ૨ ….. અમે – ટેક
નામ બદલાવ્યાં … અમે પથિકોને કાજે .. ( ૨ ) ;
કેડો બનીને જુગ જુગ સૂતા રે … ચાલનારા કોઈનો મળ્યા ૨. અમે -૨
પગે બાંધ્યા ઘૂઘરા ને.માથે ઓઢી ઓઢણી ( ૨ ) ;
ઘાઘરી પહેરીને પડમાં ઘૂખ્યા રે …. જનારા કોઈ નો મળ્યા રે …
અમે -૩ કુહાડે કપાણા અમે … આર્ગ્યુમાં ઓરાણા …. ( ૨ ) ;
કાયા સળગાવી ખાખ કીધી રે .. ચોળનારા કોઈનો મળ્યા . રે …
અમે -૪ સ્વયંવર કીધો આવ્યા..પુરુષ રૂપાળા …. ( ૨ ) ;
કરમાં લીધી રૂડી વરમાળા રે .. મુછાળા . કોઈ … નો મળ્યા રે … અમે -૫ .
‘ કાગ ’ બ્રહ્મલોક છોડ્યો છોડ્યો પતિતોને કાજે … ( ૨ ) ;
હેમાળેથી દેવું પડતી મેલી રે … ઝલનારા કોઈનો મળ્યા . રે … અમે -૬