નંદરાણી

૭૭. નંદરાણી 

મારાં લખેલાં અત્યાર સુધીનાં ગીતોમાં કયાંયે માતા યશોદાનું નામ આવ્યું જ ન હતું . એ વિચારો આવવાથી આ કૃષ્ણાવતારનાં ગીતો લખવાં શરૂ થયાં , એમાં માતા થશોદાનું આંગણું એ ભાવ બધા ભજનોના આત્મા સમાન છે . ભગવાન કૃષ્ણ સવારમાં તોફાન કરે છે . છાશ ફેરવવાનો સમય થઈ ગયો છે . ગાયોની ધકબક લાગી રહી છે . વાછડાં કૂદી કૂદીને એમની માતાઓને ધાવવા લાગ્યાં છે . એવે સમયે દેવનારીઓ જુદાં જુદાં રૂપ લઈ છાશ માગવા નંદરાણીને આંગણે આવેલ છે . જેને ત્યાં છાશ લેવા જાય તેના ઘરનું થોડુંક કામ માગનારી બાઈઓ કરી આપે .

આ બાઈઓના ટોળામાં લક્ષ્મીજી પણ આવેલ છે . તે નંદરાણીની હલ લઈને પાણી ભરવા લાગ્યાં છે . ઈન્દ્રાણી છૂપે વેશે માટીની કુલડી લઈ લાંબો હાથ કરી રહી છે કે , “ માતા ! મને છાશ આપો . ’ આ બધી ધમાલ વચ્ચે ભગવાન કૃષ્ણનું તોફાન વધી જાય છે . માતા યશોદા ખિ જાઈને એક દોરડાથી તેને મોટા ખ ડણી માથે | બાંધી દે છે . અહો ! ધન્ય ભાગ્ય માતા યશોદાનાં ! કે , જેની અલ્પ માયાએ અનેક બ્રહ્માડોને બાંધી લીધા છે , એવો ભગવાન આજે એના દોરડાવતી બંધાઈ જાય છે . “ હે માતા યશોદા ! તારું ઘણા દિવસથી લેણું હતું : ચોપડી પણ બાંધી અભરાઈએ ચડાવી દીધેલા હતા ; તે કરજ આજે ચૂક્ત થઈ ગયું છે . સૃષ્ટિના સકલ જીવ માત્રમાં હે મા ! તારા જેવાં કોનાં ભાગ્ય વખાણું ? ‘ ‘ ‘ કાગ ’ કહે છે કે માતા : ઉઘાડે પગે જગતનો નાથ જે આંગણામાં – ઓસરીમાં અને પગથિયા પર ખેલે છે , એ પગથિયાનો એક નાનકડો પાણો તે વખતે હું સરજાયો હોત તોપણ કૃતાર્થ બનત . ”

( રાગ – ઉપરનો ) .

માડી ! તારી કેટલા જનમની કમાણી રે ?

નંદરાણી ! તારાં આંગણાં રે જી … જી

કહે મુખથી માજી … તારે હુકમે ભણે છે હાજી હાજી ….

બાપુ બધાનો તારો બેટો રે … માતાજી ! તારાં માગણાં રે જી …

માડી ! … ટેક

મુરારિ તારાં પ્રાણી … રે માતાજી -૧ ઊભેલી અજાણી નારી ,

લખમી લોભાણી … ( ૨ ) ;

એને પ્રીતેથી ભરવાં કરમાં લઈ કુલડી ને ઊભી ઈન્દ્રાણી … ( ૨ ) ;

ભીખ છાશુંની માગે જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી એની દેવું,

તારી દેવું તારી દોરડીએ બંધાણી બ્રહ્માણી રે … માતાજી -૨ ( ૨ ) ;

બેઠી જુગ જુગ માડી ! ચોપડા તું બાંધી ( ૨ ) ,

આજી તારી બધી પતી ગઈ ઉઘરાણી રે … માતાજી -૪

કાગ ’ તારા ફળિયામાં ફળિયામાં રમે અડવાણો ( ૨ )

તારે પગથિયે સરજ્યો નઈ હું એક પાણો રે … માતાજી – પ

[ ભાવગનર , ૩૧-૨-૫૩ ]

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો