નવાં નોરતાં

૩. નવાં નોરતાં 

( વનમાં નહિ મળે પોઢણ ઢોલિયા . પધારો પિયર ભણી – એ રાગ )

નેજાળી ઊજવે નોરતાં ,

સોનલ ઊજવે નોરતાં , માડી , તારે નોરતાં ઊજવવાનાં . નીમ ;

માડી , તું બૂઢી બરદાળી બાળે વેશ , આદેશ આદેશને જાળી . ટેક

માડી , આજ નવા રે દિવસ નવી રાત છે ;

માડી , આજ ચડિયાં નવજુગનાં નિશાણ , સતજુગનાં મંડાણ – નેજાળી . ૧

માડી , આજ પાટે પેલા ગણેશ પધારીઆ ;

માડી , એના ઘૂઘરા ઘમક્યા ને દાળદર ભાગ્યાં , દુઃખ સૌ દાગ્યાં રે – નેજાળી . ૨

માડી , ( આજી બીજે નવલખ લોબડિયું ટોળે વળે ; ઓપે અન્નપુરણા ને અંબા , જોરાળી જગદંબા – જાળી . ૩

માડી , તમે ત્રીજે સિદ્ધ ચોરાશી તેડાવી ; સાધુ , તમે વસતી ચેતાવો ભગવે વેશ , આપોને ઉપદેશ – નેજાળી . ૪ આગળ

માડી , તમે ચોથે ચારણ વરણ નોતર્યો ;

માડી , એનાં કાઢ્યાં આળસ આળસ અભિમાન , વિદ્યાનાં દીધાં દાન – નેજાળી ૫ માડી , તમે પાંચમે બળભદ્રને બોલાવીઆ ;

માડી , તમે કીધાં . હળધર કેરાં માન , ધોરીનાં સનમાન.ને જાળી , ૬

માડી , તમે છઠે ભૂત ભેરવને ભેળા કર્યા ;

માડી , એને તજી બીજાં ખોળિયાંની આશ , વોળાવ્યા કૈલાસ – નેજાળી . ૭

માડી , એવા સાતમે રંતિદેવ આવીઆ ;

માડી , એણે સ્વીકાર્યો નારકીનો નિવાસ , પાપીઆનો વૈકુઠવાસ –નેજાળી ૮

માડી , આઠમે ધનવ સઘળા આવીએ ;

માડી , એ તો જાડા ને જોરાળા ઠીમેઠીમ મદિરાનાં લીધાં નીમ – જાળી . ૯

માડી , તમે નોમે ખાંડાં ને ખડગું નોતર્યા ;

માડી , તમે ઉગાય બકરીનાં મૂંગાં બાળ , ઉતાયાં જૂનાં આળ . – નેજાળી . ૧૦

માડી , તમે દસમે હવન હોમ આદર્યો ;

માડી , એમાં હોમ્યાં ઈરષા ને અભિમાન , અજ્ઞાન ને મદ્યપાન -જાળી . ૧૧

માડી , તું જો જનમી ન હોત જગમાં જોગણી ; ‘ કાગ ‘ કેના ગુણ . ગાત ? મારાં પાતક ક્યાંથી જાત ૧ – જાળી .

અર્થ

નવરાત્ર’માંથી લોકોની જીભે બંધ બેસે એટલે “ નોરતાં ‘ કર્યા . હવે આ ગીતમાં ‘ નવાં નોરતાં ” એવા શબ્દો આવે છે . તો નવાં કઈ રીતે ? એ રૂપક છે . એકમથી દશેરા સુધી આઈ સોનબાઈ કેવી રીતે નોરતાં ઊજવે છે તે અંગેના માતાજીના જીવનવ્યવહારને આવરી લેતું આખું રૂપક છે .

હે મા ! તારે નોરતામાં ઉત્સવ કરવાનું વ્રત છે . હે અંબા ! તારી ઉંમર હજુ બાળક છે પણ તારામાં રહેલા સદ્દગુણો મહાવૃદ્ધના જેવા છે . તારે જીવનપંથમાં પાળવાનાં અનેક કઠણ બિરદ છે એવી હે મઢડાવાળી જોગમાયા ! તને નમસ્કાર હો . નમસ્કાર હો .

નોરતાંના દિવસ તે નવા દિવસ અને નવી રાત કહેવાય છે . કારણ કે નવું વર્ષ બેસે એ પહેલાનું નવરાત્ર એ પરોઢિયું છે . બીજી રીતે આજે હજારો વર્ષ પછી સમસ્ત ભારતમાં નવું પ્રભાત ફૂટ્યું છે . હવે તો કળિયુગનું બુઢાપણ છે અને સતયુગ આવવાની તૈયારી થઈ રહી છે . ૧

હે મા ! ભારતના દરેક ધર્મમાં ગણપતિનું પ્રથમ સ્થાન છે . આજે પહેલે નોરતે તારા આમંત્રણને માન આપી ગણેશ પધાર્યા છે . એને પગે ઘૂઘરા વાગે છે . એના અવાજથી આળસથી ઉત્પન્ન થતાં સઘળાં દુઃખ ભાગવા લાગ્યાં છે . ૨

હે મા ! બીજે નોરતે આજે મઢડાને મંદિરે નવ લાખ લોબડીવાળી શક્તિઓ આવી છે . જુગ જુગ શક્તિમાં પ્રધાનપદની વહેંચણી થાય છે . એ રીતે આ નવા યુગની સર્વસત્તાધીશ શક્તિ તે મા અન્નપૂર્ણા છે . બાળકનું નિસ્વાર્થપણે રક્ષણ કરનારી માતૃશક્તિ એ બધી જોગમાયાઓની આગળ દેખાય છે . ૩

હે જોગમાયા ! ત્રીજે નોરતે તે બધાએ પંથના સાધુ – સંતો અને ધર્મ ઉપદેશકોને બોલાવીને એમ કહ્યું કે તમે બધા સમાજની સેવા કરો અને લોકોને ધર્મને માર્ગે દોરો ; જેથી દારૂ , માંસ , અફીણ વગેરે છોડે અને સત્યપરાયણ બને ૪

હે મા ! તેં ચોથે નોરતે દેશના સર્વ ચારણોને બોલાવ્યા અને એમનામાં રહેલા દુર્ગુણોને છોડવા ઉપદેશ આપ્યો . ખાસ કરીને આળસ અને અભિમાન તજાવી એને મહેનતનો નિષ્પા ૫ માર્ગ બતાવ્યો તથા બાળકોને વિદ્યા ભણાવવા તરફ પ્રેર્યા . ૫

હે અંબા ! તેં પાંચમે નોરતે હળપતિ એવા બળભદ્રને બોલાવ્યા . બળભદ્ર એટલે જેનું બળ સહુ કોઈને કલ્યાણકારી છે એવા ખેડૂત સમાજને નોતર્યો અને ખેડૂતો તથા બળદોનું મોટું સન્માન કર્યું . એટલે કે શ્રમ અને મહેનતને પ્રતિષ્ઠા અને કીર્તિ આપી . ૬

હે મા ! તેં છઠું નોરતે ભૂતપ્રેતને બોલાવ્યાં જે બીજાની મહેનતનું કંઈ પણ બદલો આપ્યા સિવાય ખાઈ જાય એનું નામ ભૂત . એને ઉપદેશ આપી મહેનતે ચઢાવ્યા અને બીજાની આશાથી રહિત કર્યા . શિવ એટલે કલ્યાણ . કલ્યાણનું સ્થાન કૈલાસ . ત્યાં એ ભૂતગણોને મોકલ્યા . પોતાની જ મહેનતનું ખાય તેનું ઘર શિવ સહિતનું કૈલાસ બની જાય છે . ૭

હે મા ! સાતમે નોરતે બીજાનાં પાપોને પોતે ધારણ કરનાર મહારાજ રંતિદેવને નિમંત્ર્યા . એમણે બધાએ નરકોમાં પીડાતા જીવોને મુક્ત કર્યો અને તે બધાનો દંડ પોતે જ માથે લઈ લીધો . તમામ પાપીને વૈકુંઠ મોકલ્યા અને નરકનાં દુઃખ પોતે ભોગવ્યાં . આજે સમાજને રંતિદેવોની જરૂર છે કે જે પોતે દુઃખ વેઠી લોકોનું કલ્યાણ કરે . આવા મહાપુરુષોનાં તેં અપાર માન કર્યા . ૮

હે ભવાની ! આઠમે નોરતે હૈં સર્વ અસુરોને બોલાવ્યા . હે મા ! તારાં પુણ્ય અને તપના પ્રભાવે મહાપાપનો પિતા દારૂ કે જે અસુરોને પ્રાણપ્રિય વસ્તુ હતી તેનો ત્યાગ કરાવ્યો . ૯

હે મા ! નવમે નોરતે તેં તલવાર વગેરે હિંસક હથિયારોને બોલાવ્યાં અને તે બધાને અહિંસક બનાવ્યાં . માતાજીને ઘેંટાં – બકરાં ચઢાવાય અને બકરીનાં નાનાં બાળકો માતાને નામે વધેરાય એ ભયંકર કલંકને તેં ભેંસી નાખ્યું . પ્રાણીમાત્ર માનાં છોરુ છે . માં બાળકોનું ભક્ષણ ન કરે એવો તે ઉપદેશ આપ્યો . ૧૦

હે ચારણ્ય જોગમાયા ! દશેરાને દિવસે તારા નવા યજ્ઞ મંડાણા . એ યજ્ઞમાં ઈર્ષા , અહંકાર , અજ્ઞાન અને મદ્યપાન એ બધાંને હોમી દીધાં , ૧૧

હે જોગમાયા ! આવા ઊતરતા કળિયુગમાં તારો જન્મ ચારણકુળમાં ન થયો હોત તો આ પ્રકારે હું ‘ કાગ ’ કોના ગુણ ગાઈને નિષ્પાપ થાત ? ૧૨

 

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો