સૂરજબાના સાયબા

૭૯. “ સૂરજબાના સાયબા ! ” 

મહારાજને મળ્યા પછી મહારાજનાં ધર્મપત્ની પૂ . સૂરજબાને પહેલવહેલાં બોચાસણમાં જોયાં . જાણે ધીરજનો અવતાર , દયાની મૂર્તિ , ઉદારતાનો આચાર અને ત્યાગનો આત્મા . હેતે હેતે પોતે અમને શિરામણ . કરાવે . સગી માને પણ ભૂલાવી દે , એવું એમનું હેત . મેં પૂછ્યું કે , હે મા ! સરસવણીમાં કેટલી જમીન ને કેટલાં ઘર ” વગેરે . ત્યાં થોડુંક હસીને હળવેક બોલ્યાં કે , આ વખતે મહારાજ સરસવણી આવેલા , ત્યારે થોડીક જમીન હતી , તે કોઈને આપી દીધી ને ભાર ઉતારી મૂક્યો છે . ‘ વાત કરતાં મોઢા પર ઝાંખી રેખા પણ ન દેખાણી . જાણે કંઈ જ બન્યું નથી . નહિ તો બાઈ માણસને સહેજે જ એમ થાય કે , થોડીક જમીન અને ઘર રહે તો સારું . પછી તો આ ચોમાસું મહારાજે મઢીએ કર્યું . હું ત્યાં ગયેલો , અને ઓચિંતાં સૂરજબા પધાયાં . તરત જ મને હૈયે ચડ્યું કે , “ સૂરજબાના સાયબા ! ”

ગીતનો ભાવાર્થ એવો છે કે , મહારાજનાં થોડાં ગીતો ગાયાં , પણ જેમ સીતા – રામ ‘ , ‘ રાધા – કૃષ્ણ ‘ તેમ ‘ સૂરજબા – રવિશંકર ‘ કહેવું જોઈએ . પછી આ ગીત લખાયું કે :

“ હે સૂરજબાના સ્વામી ! મારા હૃદયમાં રહેલી મમતા અને આંટીઘૂંટીને આપ આપના તપથી બાળી નાખો .

’ હે દાદા ! આપના જીવન અને કાર્યને ધન્યવાદ છે . પાતાળ ફૂટી ગયું હોય એવી આપની હૈયાની સરવાણીને ધન્યવાદ છે .

’ મારા હૃદયમાં આપનાં પવિત્ર પગલાં પધરાવો , જેથી આપના ઉપદેશનો હું અધિકારી બનું . ’

“ હે મહારાજ ! આપના સ્મરણ માત્રથી સુખ થાય છે . આપનાં દર્શન મન – હરણ કરે છે અને પ્રેમના ઝરા સમાન આપની મૂર્તિ મારા મનમાં કાયમ વસેલી છે . ’

કયાં સૌરાષ્ટ્ર , ક્યાં ગુજરાત ! ક્યાં મજાદર અને કયાં મઢી ! પણ આપના તપમાં અમારો ભાગ હશે , એ જૂને સંબંધ હું આપનો બન્યો છું . માટે હવે તો આપ કાયમ આપની પાસે જ મને રાખો . ’

( નંદરાણી ! તારાં આંગણાં રે જી … એ રાગ )

મારા મનની મમત સઘળી બાળો રે ….

સૂરજબાના સી..યબા ! મારા દિલની દુબજા સઘળી વળો રે …

સૂરજબાના આ … બા ! રે … 

ધન્ય તારી રેણી … ધન્ય તારી કરણી … ( ૨ ) ;

ધન્ય તારા હૈયાની સરવાણી , સૂરજબાના -૧

ઉરે પધરાવું તારા … પાવન પાહોલિયા … ( ૨ ) ;

એની ઉપરથી વહે છે ઊજળી વાણી રે …. સૂરજબાના -૨

સુખકર સુરતિ . મનહર મૂરતિ રે … ( ૨ ) ;

હતના ભરેલા તમે ( છો ) હલકારા રે . સૂરજબાના -૩

‘ કાગ ’ હું ગુજરાતે … આવ્યો કોઈ નાતે રે …. ( ૨ ) ;

મને સદાએ રાખજો સંઘાતે રે . …

( મઢી , તા . ૨૦-૯-૫૭ )

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો