તાલમાં

૭૧. તાલમાં 

જગતમાં સચર , અચર જે સૃષ્ટિ છે તે પોતપોતાનાં કર્માનુસાર ગતિ કરે છે , ભોટવટો કરે છે અને નવાં કર્મોનાં ભાતાં તૈયાર કરે છે . સૌ પોતપોતાની ધૂનમાં છે . આપઆપના તાનમાં મસ્તાન બન્યા છે . એ મસ્તી સાચી કે ખોટી દેખાતી હોય પણ પોતાની હોવાથી તેમાં એક જાતની રસવૃત્તિ ઉત્પન્ન થઈ હોય છે . સૌને પોતાનો નાચ સારો લાગે છે , પોતાનો તાલ બરોબર લાગે છે . બધી સૃષ્ટિ પોતાનો તાલ સાચવે છે . ફક્ત જંજાળી મનુષ્ય જ તાલમાં માથું ફોડે છે . એ જીવનને રસમય બનાવતો નથી . ઉપરાંત પોતાની સ્થિતિ બાબતમાં અસંતોષ ધારણ કરી દુઃખી થાય છે , પણ તેનાથી તાલનું ડમરુ વાગતું થોડું જ બંધ થવાનું છે ? એ ડમરુ વગાડનાર અદશ્ય હાથ કોના છે ? કાળપુરુષને કવિ જગાડે છે . એ કાળપુરુષ શા માટે ડમરુ વગાડે છે ? શા માટે અંગ મરડે છે ? કારણ એ કે તાલનો કાયદો એને પણ ડોલાવે છે

( ઊડી જાઓ પંખી પાંખુંવાળા રે જી – રાગ ) 

દેખો બધી દુનિયા તાલમાં , દોડે રે જી ટેક

ચાંદો તાલમાં , સૂરજ તાલમાં , તારલા તાલમાં દોડે રે જી- ( ર )

વાદળીઓ વળી સાત સાગરનાંતર ) , તાલમાં નીર હિલોળે – દેખો -૧

મેઘ તાલે ઢોલ વગાડે ને , તાલમાં તોપું ફોડે રે જી- ( ર )

નવસો નવાણું નદીઓકેરાં ( ર ) ,

પાણી તાલમાં દોડ – દેખો – ર

જોગી તાલમાં ભોગી તાલમાં ચડ્યાં તાલને ઘોડે રે જી ( ૨ )

ના સમજે આ જીવ જાળી ( ૨ ) , તાલમાં માથું ફોડ – દેખો -૩

‘ કાગ ’ કવિ સૌ તાલના યોગે , તાલમાં ગીતડાં જોડે રે જી- ( ર )

નીંદરુંમાંથી જાગ્યો જટાધર ( ૨ ) , તાલમાં અંગ મરોડે દેખો -૪

[ મિજાદર , તા . ૨૧-૩-૫૩ ]

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો