૯૭. તોપુંના ઘડનાર
જોડકાંનું બ્રહ્માંડ છે . શબ્દો પણ જોડકાંના જાયા છે . ઊંચની સામે નીચ , સારું – નરસું , કડવું – મીઠું , ભેદ – અભેદ , સ્વર્ગ – નરક , સ્ત્રી – પુરુષ , દિવસ રાત , માયા – બ્રહ્મ તેમ જ હિંસા – અહિંસા , આ બધાં શબ્દોનાં , ભાવોનાં , વ્યક્તિઓનાં , પદાર્થોનાં જોડકાં છે . એ વિરોધ – ભાવવાળાંઓની હરીફાઈ ચાલી આવે છે કે કોણ સારું ? જુદા જુદા શબ્દોના અર્થ ફેરવીને કાળબળ એમનો તોડ કર્યો જાય છે . આ બધામાં હિંસા પણ ઉત્પત્તિકાળ જેટલી જ જૂની અને પોતાનો હુકમ ચલાવતી આવે છે . આ હિંસા શબ્દ પર શાસ્ત્રપુરાણો રચાયાં છે . હવે આપણી બુદ્ધિ પ્રમાણે એની થોડીક વાનગી તપાસીએ . હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ – એમણે વિષ્ણુ સાથે વેર કર્યું . બંને મરાયા , પણ વરની શાંતિ તો પ્રહૂલાદે જ કરી . તે પછી દાનવોના વૈરનો હુતાશન બલિરાજાએ વિષ્ણુનાં ચરણ ચાટીને શાંત કર્યો . અને રાવણ અને શ્રીરામના વૈરનો અંત લંકાના રણમાં આવ્યો ન હતો , પણ એનો અંત વિભીષણે આણ્યો . નહિ તો અયોધ્યા અને લંકા વચ્ચે પેઢીઓ સુધી યુદ્ધ ચાલ્યા જ કરત .
ઇન્દ્રનું ખાંડવવન અર્જુને બાળ્યું . તેમાં ઘણા નાગો સળગી ગયા . ત્યારથી પાંડવો પ્રત્યે નાગકુળને વેર શરૂ થયું . એટલા જ માટે પરીક્ષિતને તક્ષકે દેશ દીધો અને જીવ લીધો . પછી મહારાજા જન્મેજયે યતિનું વેર વાળવા સર્પસત્ર યજ્ઞ કર્યો . તેમાં નાગોનાં આખાં કુળનાં કુળ હોમી દીધાં . ઈનકાર કર્યો , કારણ કે બુદ્ધિની દીકરીનું નામ નાસ્તિકતા છે . કવિમુખેથી શ્રી વિનોબાજી કહે છે કે , “ હે તોપના બનાવનારા ! તું તારું સ્વરૂપ ભૂલી મહાભારતમાં એનું ભયંકર અને ત્રાસદાયક ઘોર વર્ણન છે . તેનાથી પણ એ વૈરનો અંત ન આવ્યો અને વર્ષો સુધી લડાઈ ચાલી . આમ હિંસાથી , બળથી અને લડાઈથી વૈરનો અંત આવે છે તે ભમણા છે , જો કે સત્તાધારી માનવીઓ કાયમ એમાં રાચતા જ હોય છે .
હિંસાનું મોટું સાધન શું ? બાણ ગયા પછી તલવાર આવી . તે પણ અત્યારે તો મરણ – પથારીએ પડી છે . પછી આવ્યું યંત્રબળ . અને એ બધાંનું પ્રતીક તોપ . એ તોપ કેટલી મોટી છે ? તેનું માપ તપાસી.એ . સમસ્ત હિંસાખોરોના વિચારો ભેળા કરીને એક માનવી ઊભો થયો , તે આ તોપનો ઘડનારો આખી પૃથ્વીની એણે એરણ કરી . મેઘમંડળનો મોટો ઘણ બનાવ્યો . લુહારને લોઢાં ઠડાં કરવાની એક કૂંડી હોય છે તે કૂંડી આખા સાગરી . કરી . તપાવેલા લોઢાને પાણીમાં બોળ્યું , ત્યાં તો સાગરનાં નીરને પાંચ ડીગ્રી . જેટલો તાવ ચડી ગયો અને તેલની કડી માફક એ નીર ઊકળી ઊઠયાં .
વાયુમાત્ર ભેગા કરીને એની ધમણ બનાવી અને ઇંધણાંને બદલે અજ્ઞાની , ભોળાં અને નિર્દોષ માનવીઓનાં શરીરોનું સરપણ બનાવીને એમાં હોમાવા માંડ્યું .
એ ધમણમાંથી સર્વનાશરૂપી ઝેરના ફુત્કારો નીકળવા માંડ્યા . આવી એક તોપ બનાવવી હોય , ત્યારે કેટલું લોઢું જોઈએ ? આખા જગતનું લોખંડ ખૂટી ગયું , તોપણ આ તોપ અધૂરી રહી . પછી જીવનરૂપ જે ઉત્પાદન શક્તિ છે , તેના કલેવરને પકડી લેવામાં આવ્યું . એ કલેવર એટલે શું ? કોશ , કોદાળી , રેંટિયાની ત્રાક , સંચાની સોય – આ બધી વસ્તુઓને ભેગી કરીને એ ધમણથી ગાળી નાખવામાં આવી . અરે ! વિચાર કરીએ કે એ તોપ બનાવવી હોય ત્યારે કેટલી કોશ , કોદળી અને સોયો જોઈએ ! અહો ! એટલેથી પણ એ અધૂરી રહી . માનવીની છેલ્લી જિન્દગીના આશ્વાસનરૂપ અને સાચા જીવનની ઝાંખી કરાવનારો અમારો જે તંબૂર , એના તારો પણ ઝૂંટવી લઈને ગાળી દેવામાં આવ્યા . અને છેવટે એ તોપ તૈયાર થઈ એ તોપ ઘડવા માટે અક્લની સાણસી વપરાણી , જેણે ઈશ્વરનો સાર આજે રાક્ષસ બન્યો છે . પણ ખરેખર તું તો સત્ ચિત્ અને આનંદસ્વરૂપ આત્મા છે . ક્રૂર નથી . હે લુહાર ! તું તો લેરખડો અને આનંદ છે . “
તોપ રણમાં ચાલી . મોરચા મંડાણા . રણશિંગાં વાગ્યાં અને સામસામાં હકોય – પડકારા થયા . લાખો નિર્દોષ માનવીઓને રણમાં આવી ઊભેલા જોઈને તોપની દશા અર્જુન જેવી થઈ ગઈ . એનાં અંગે અંગ કંપવા માંડ્યાં . એટલું જ નહિ , પણ ઓલ્યા તંબૂરાના તાર જે એના અંગમાં સમાયા હતા , તે ભજન ગાવા લાગ્યા .
તોપને સત્યજ્ઞાન થયું . રૂંવાડે રૂંવાડે વેદના થવા લાગી . આંખોમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા અને ગાંધીના રેંટિયાની ત્રાક અંગે અંગે ફ્રી નીકળી . એનું શરીર ગળવા લાગ્યું . એ પુકારી ઊઠી કે “ હે ખેડૂતો ! હે કસબિયા ! હે કાંતનારાઓ ! અને હે ભક્તો ! તમારો ઝૂંટવેલો માલ આજે પાછો લઈ જાઓ . જગતનું કલ્યાણ કરો .
” કવિમુખેથી સંત વિનોબા કહે છે કે , “ હે તોપના ઘડનાર ! હવે તારો ઉધમ બંધ કર , વિસામો ખા . પોરો ખા . જો , જો તોપ ભજન બોલવા લાગી છે . ” સિદ્ધાંત એવો છે કે તોપરૂપી હિંસા , જગતનો નાશ કર્યા પછી એના ઘડનારાનો પણ કોળિયો કરી જાય છે . સંત વિનોબા કહે કે , “ હિંસાવાદીઓ કદી આત્મસંતોષ કે શાંતિ લઈ શકતા નથી . જેથી અહિંસા , પ્રેમ અને સત્ય એ જ સનાતન છે . એ જ સત્ય છે . એ જ આદરણીય છે . એની જ ઉપાસના કરો . ”
( કર મન ભજનનો વેપાર જી – એ રાગ )
વીરા મારા ! તોપુંના ઘડનાર જી !
તોપુંના ઘડનાર ! ભાઈ મારા !
પોરો ખા. પળવાર , વીરા ! ટેક,
ધરણી કેરી એરણ કીધી , માથે મેહુલિયાના ઘણ મારે જી … ( ૨ ) ;
સાગરિયાની કુડી કેરાં … ( ૨ ) , ઊકળ્યાં નીર અપાર – વીરા ! ૧
માનવીઓના ઇંધણભારા , ઓય અપરંપાર
વહોલિયાની ધમણું ફૂકે … ( ૨ ) ,
વિખતણા ફુતકાર – વીરા ! ૨ શું ગાળી કોદાળી ગાળી ,
ગાળી રેંટુડાની આર જી … ( ૨ )
સોયું ગાળી સામટી , ભાઈ ! … ( ૨ ) ,
ગાળ્યા તંબૂરાના તાર – વીશ ! ૩
બુદ્ધિ કેરી સાણસી , જેને ઈશ્વરનો ઇન્કાર જી … ( ૨ ) ;
“ એવડી મોટી તોપું ઘડ મા . … ( ૨ ) ,
લેરખડા લુવાર ” -વીચ ! ૪
રોષ ભરાણી હાલીણમાં , ખેલન કાજ સંહાર જી … ( ૨ ) ;
પેટડિઓમાં ભજન બોલે … ( ૨ ) ,
તંબુરાનો તાર – વીરા ! ૫ રોમે રોમે એને વેદના ઊપડી ,
આંખે આંસુડાંની ધાર જી … ( ૨ ) ;
અંગડે અંગડે ફૂટી નીકળી … ( ૨ ) ,
રેંટુડાની આર – વીરા ૬
‘ કાગ ’ એની એક દાઢમાં , આખું જગત ચોંટી જાય છે … ( ૨ ) ;
ભૂખી ભરખે એની કાયા ( ૨ ) ,
પછી ઘડનારાને ખાય – વીરા ! ૭
( ડુંગર સ્ટેશન , તા . પ – ૩-૫૨ )