તૃષ્ણાને જોબન આવ્યાં

૨૦ તૃષ્ણાને જોબન આવ્યાં 

ઘણાં માણસોને એવી ઇચ્છા હોય છે કે , જુવાનીમાં ઘરબાર , પૈસો ટકો , દીકરા વગેરે મેળવી પછી ઘડપણમાં હરિસ્મરણ કરશું , આત્મકલ્યાણનો રસ્તો લેશું . એ વિચાર આમ તો બરોબર છે , પણ પચાસ વર્ષ સુધી જો ભક્તિ જોઈ ન હોય , એનો વિચાર પણ કર્યો ન હોય અને સત્સંગ પણ ન કર્યો હોય , તો એકદમ વૃદ્ધ થયા પછી ભક્તિ થઈ શકતી નથી . જેમનો આખો અવતાર હાયવોય , જંજાળ , ખટપટ , વેપાર , ખેડ , રાજવહીવટ કે મજૂરીમાં વીત્યો અને એ બધાંના તત્ત્વો રૂંવાડે રૂવાંડે વ્યાપી ગયાં હોય . લોહીના અણુઅણુમાં માયાનો અમલ ફરી વળ્યો હોય , એવાં માણસો થયા પછી હરિભક્તિ નથી કરી શકતાં . આગળની ટેવો એની એ જ હોય . ફક્ત શરીર ખખડી ગયું હોય , એ વખતે ઉદ્યમી તૃષ્ણાને જુવાની આવે છે ; કારણ કે માણસ પચીશ વરસનો હોય , ત્યારે તૃષ્ણાનો જન્મ થાય છે અને પચાસ – સાઠ વરસે તો જન્મમરણના ફેરા આપનારી અને રૌરવ નરકની માતા એવી એ તૃષ્ણાને જુવાની આવે છે . અને શરીરે ક્ષીણ બનેલા એ વૃદ્ધ પર છેવટે તૃષ્ણા પોતાનો અમલ જમાવી દે છે .

તૃષ્ણાને વશ બનેલા માનવી ખાટલામાં પડ્યાં પડ્યાં પણ કેવા કેવા મનસૂબા કરે છે : જેમ કે લૂલો પહાડ ચડવાનો મનોરથ કરે ; ખોટાબોલો વચનસિદ્ધ થવાની અરજી કરે ; ગળું બંધ થઈ ગયેલ દરિયાનાં પાણી પીવાની ઇચ્છા કરે ; હાથ વિનાનો જેમ ઘોડો દોડાવવાની ઇચ્છા કરે ; પાંખ વિનાનો આકાશ માપવાની વૃત્તિ કરે , અને આંધળો ઘોર વનરામાં ફરવાની આશા કરે – એવા મનસૂબા કરતો કરતો માનવી પોતાની જાતને તરંગી બનાવી મૂકે ! આમ જીવડાની આશાઓ ઉત્તરોત્તર પણ વધતી રહે છે . પણ આવી બધી ખોટી અને અસંભવિત આશા તૃષ્ણાનાં સો સો દોરડાંથી ચોતરફં બંધાયેલા બિચારા માનવીના મનમાં કે એની ઇંદ્રિયોમાં સત્ય – અસત્ય પારખવાનું બળ રહેતું નથી . એના હૃદયમાં ક્ષણે ક્ષણે વિચારો બદલાયા જ કરે છે . લાખો લુહારો જાણે દાવાનળ – આગની ધમણ ધમતા ધમતો હૈયામાં હથોડા ઝીંકી રહ્યા હોય અને લાખો ઘાટો ઘડતા હોય એવી એની દશા થઈ પડે છે ! આવા માનવીને અંતકાળે સંતોષ , શાંતિ અને ધીરજ કયાંથી હોય ? વળી મરણ – કાળે તૃષ્ણામાંથી જન્મેલી અનેક વ્યાધિઓએ એની જ્ઞાનશક્તિને ઘેરી લીધી હોય છે , જેથી એની વાણી પણ બગડેલી નીકળવી લાગે છે . પછી કૂણો પલંગ એને સર્પની પથારી સમાન લાગે છે , કારણ કે નાનપણમાં કોઈ દિવસ પ્રભુના સ્મરણની , સત્સંગ કે ઉદારતાની જેણે ટેવ સંતાપ જી ; પાડી નથી એવો આત્મઘાતી માનવીનો રામ છેવટે રિસાઈ જાય છે ,

( જનુની જીવો ગોપીચંદની – એ રાગ )

જૂની થઈ દેવું ને તૃષ્ણાને જોબન આવ્યાં ,

ચિતડામાં સળગ્યા અંગડાં ડૂક્યાં ને મનડાનો વેગ વધ્યો ,

તનડામાં ત્રિવિધિના તાપ જી, જૂની ટેક ;

પગડા ખોડા ને ડુંગર માપવા ,

જીભ જૂઠી ને દેવા શાપ જી ,

કિંઠડા રૂંધાણા ને દરિયાનાં પાણી પીવાં,

પંડનાં લગાડ્યાં પંડને પાપ જી . જૂની ટેક જૂની . ૧

હાથ વિનાના હેમર હાંકવા ,

પાંખું વિણ ઊડવું આકાશ જી ;

આંખ્યું વિનાનું વનરામાં ઘૂમવું .

આત્માને એવી વધી ગઈ આશ જી . જૂની ૨

જીવને ઝકડ્યો રે સો સો સાંકળે ,

સૂઝે નઈ સાર કે અસાર જી ;

ધમણું ધમે ને ઘણના ઘા પડે ,

ઘટમાં લાખું ખડા લુહાર,

વાણી બગડી ને વ્યાધિ ઘેરી વળી ,

‘ કાગ ’ ન સૂઝયાં સવળાં કામ જી;

સેજલડી લાગે રે એને સાપની ,

રિસાઈ ગયો છે જેનો રામ જી . ૩જૂની

[ જૂની ૪ વિડિયા , તા . ૧૨-૪ – ‘૪૮ ]

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો