૩૧. ત્યાગી ને ભોગવો .
કવિના મુખેથી સંત વિનોબા કહે છે કે , “ હે ભાઈઓ ! ત્યાગી ને ભોગવવામાં સ્વાદ અને માનવતા છે . અકરાંતિયા થઈને ખાશો તો અજીર્ણ થરો અને અજીર્ણ થયા પછી અનેક રોગો આવશે . પેટમાં દુખવા લાગશે . મોઢે મોળ ચડ્યા કરશે . અને સામે બત્રીસ ભાતનાં ભોજનના થાળ ભર્યા હો , પણ એક કોળિયો પણ લઈ શકાશે નહિ .
” બીજી બાજુ , હે દાન લેનારાઓ ! તમે સમજી – વિચારીને દાનનો ભાગલો લેજો , આ તો અજરા – દાન છે . તે જીવન જીવવા માટે છે . પણ ચા , બીડી , અફીણ , ગાંજો અને ચટાપટાવાળાં કપડાં પહેરવા માટે નથી . એ દાનનો જો એમાં ઉપયોગ કરશો , તો એક મહાપાપ ઊભું થશે , આખા જગતની સમૃદ્ધિ જો એક દિવસે સરખી બેંચી લેશું , તોય બીજે દિવસે બધાં સરખાં નહિ હોય એનું કારણ એ છે કે , “ જીવન કેમ જીવવું ? અને જીવવાની સાચી રીત કઈ ? એની કળા કે ચાવી હાથ નહિ આવે , ત્યાં સુધી બધી મહેનત નકામી છે .
મહેનત , હળ અને ખંત વિનાની ધરતી માતા રડે છે . તેમ મહેનત કરવાવાળાને પૃથ્વી ન હોવાથી તે પણ રડે છે . અને મહેનત કરે એમાં ચતુરાઈ અને ખંત ન હોય , તો બઇ દની માફક કરેલી મહેનતનું ફળ મળતું નથી.
સત્યયુગમાં રાજા માંધાતા થઈ ગયો . ધરણીનો હું ધણી છું . ’ એવો એને ભમ ઉત્પન્ન થયો હતો . એ રાજા જ્યારે મરણ પામ્યો ત્યારે વસુંધરા હસતી હતી . વૈરાગ્ય વિનાનો ત્યાગ ટકી શકતો નથી અને વિવેક સત્ય -અસત્યનું જ્ઞાન ) વિનાનો વૈરાગ્ય કાયમ રહેતો નથી . સાર – અસારને જાણ્યા પછીનો નિર્ણય જ અવિચળ રહે છે .’
( રાગ – ઉપરનો )
ત્યાગી ને ભોગવો તો તેમાં સુખ ઘણું રે …
નહિ તો અજીરણ થઈ જાય જી…..
પેટમાં વેદના ને મોઢે મોળ ચડે રે .
એલાથી એવડું ને ખવાય જી ….ત્યાગી ને – ક
લેનારા ! ( તમે ) સમજીને હાથ લાંબો કરો રે ….
દીધેલાં તો અજરા કહેવાય જી….
જીવનની કળા સાચી જાણશો રે ..
તો એ ટકશે પેટમાંય ત્યાગીન -૧
મહેનત વિનાની ધરણી માતા રુએ રે …
ધરણી વિનાનાં રુએ ખંત વિનાનાં સા હળ રૂએ રે … ત્યાગી ને -૨ જી .
બળ એવી અજબ જીવન કેરી કળ જી …
માંધાતા ગજા સતજુગમાં થયો રે …
(એને) ધણીપણાની ઊપજી બ્રાંત જી .
જગત છોડીને રાજા હાલિયો રે ..
ભોમકાએ કાચા ખડ ખડ દંત જીલ્મ
વૈરાગ્ય વિનાનો ખોલે ત્યાગ છે રે ….
વિવેક વિનાનો ખોઢ વૈરાગ્ય ત્યાગી ને -૩ જી.
રે … જી સાસુએસની પડે પારખાં કદીયે ન ડગે દિલડાં ‘ કાગ ’ ત્યાગી ને -૪
( મજાદર , તા . ૨૪-૭-૫૬ )