૨૧ વીર મોખડો
ગોહિલવંશના કુળદીપક મોખડાજીની દેરી ઘોઘામાં છે . ત્યાં દર્શને ગયેલ . ત્યારે આ ગીત ગાયેલું . મોખડા ગોહેલનું માથું ઘોઘામાં પડેલું અને ધડ સાત ગાઉ ખદડપર ગામે બાદશાહી ફોજ સામે લડતાં પડેલું . બેઉ ઠેકાણે એની દેરીઓ છે . ખંભાતના અખાતમાં ખારવા હજુ પણ મોખડાજીની માનતા માને છે .
( વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં હો જી રે – એ રાગ )
મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે જી …
ઘોઘામાં કાંઈ મચિયું છે ઘમસાણ ૨. મરવા ટેક .
સરણાઈયું વાગી સિધુડા સૂરની રે જી …. ( ૨ )
ત્રાટક્યા ઝાંપે વેરિયોના ત્રંબાળ રે … ( ૨ ) . મરવા . ૧
હેદળ ચડિયાં ને હેમર હૂકળ્યા રે જી … ( ૨ )
હબકે નાળ્યું , હાથીઉંવાળી હીંચ રે …. ૨ ) મરવા . ૨
થકડ્યા ડુંગરડા , સાયર ભાગિયા રે જી ….. ( ૨ )
ભોમ ધણેણે , ધૂંધળો આભે ભાણ રે … ( ૨ ) . મરવા ૩
મેલ્યા કુનરિયા સૂતા પારણે રે જી …. ( ૨ )
મેલિયા છે કાંઈ રાણીઉંના રણવાસ રે …. ૨ ) . મરવા . ૪
મેલી ડેલી ને મેલ્યા ડાયરા રે જી ….. ( ૨ )
મેલી દીધા જીવવા કેરા મોહ રે ……. ( ૨ ) . મરવા ૫
લીધી કુવરને મોઢે બોકાઉં રે જી ….. ( ૨ )
મુખમાં લીધાં તળશી કેરાં પાન રે … ( ૯ ) મરવા . ૬
ચોડ્યા સિંદૂરિયા થાપા છાતીએ રે જી …. ( ૨ ) ;
હાથમાં લીધી ભવાની ભેંકાર રે ….. ( ૨ ) . મરવા . ૭
ખોલ્યા દરવાજા ફોજું આફળી રે જી … ( ૨ ) ;
ઝટકાવાળી લાગી ઝીંકાછીંક રે . … …. ( ૨ ) . મરવા . ૮
હાથી પાડ્યા ને વેરી હારિયા રે જી .. … . ( ૨ ) ;
અખિયો તે દી જાતો ગોહિલવાડ રે …. ( ૨ ) . મરવા ૯
પડીઉં માથું ઘોઘાને ઘોઘાને પાધરે જી -૨ ) ;
ધડ ધીગાણે હાકલું મારી જાય રે ……. ( ૨ ) . મરવા . ૧૦
સો સો નમણું શૂરાને “ કાગની રે જી …. ( ૨ ) ;
રજપૂતીના ગોહેલો રખવાળ ૨ ) . મરવા ૧૧
[ ઘોઘા , સં .૨૨ , મહા સુદ ૧૫ . ૨ ]