યોગી જાગ્યો

૮૪. યોગી જાગ્યો . 

એક દિવસ આ જોગી ઊંઘમાંથી જાગ્યો સંસાર તત્ત્વો ) અને જીવમાત્રને દુરાચારના દુઃખમાં ફસાયેલ જોયો . કેટલો અનાચાર , ભ્રષ્ટાચાર ! ન ના’વું , ન ધોવું , એના બંને હાથ આળસ અને દારિદ્ર પકડી લીધા હતો . મૂર્તિમાન દળદર , અનેક ભેદ , અનેક પંથ , અનેક ધર્મો , આ બધું નાનપણમાં નિશાળેથી જ શીખવવામાં આવ્યું હતું .

દારૂ , અફીણ , ભાંગ , ગાંજો , બીડી વગેરે ભયંકર વ્યસનો . લૂંટ , મારફાડ , ડાકુપણું , અંદરોઅંદર ખૂન – ખરાબા , શેઢે હળ ચડાવી શેઢા ભાંગવા , આવાં અનેક કુકર્મથી માનવી નરકમાં ખદબદતા હતા . આ સંત ઓ અનાચાર જોઈ એવો તો ઘરોઘર ફર્યો ને લોકોને સત્સંગમાં જોડ્યા અને જીવોના બંને રોગ ગયા .

                                                                                             યોગી જાગ્યો

                                                                            ( માડી  ભારી ગાવડી રે – એ રાગ )

જોગી જાગ્યો નીંદરથી જોયું ઘણું રે ,

જીવ માતરને દુઃખ દીઠું ઘણું રે ,

નાવું . ધોવું , નિચોવું કદી ના કરે ,

એની બાયડી બંને દાઢેિ ગ્રહી રે રે . જોગી જાગ્યો ( ૧ )

ભેદ ભારે ઊંચા – નીચા માનવી રે ,

એવી શિખામણ નિશાળેથી શીખવી રે જોગી જાગ્યો ( ૨ )

બહુ દુખિયા ઘેઠા ખોટા ફેલમાં રે ,

કંઈક કુકરમે જોયાં જેલમાં જોગી જાગ્યો ( ૩ )

‘ કાગ ’ ભેટ બાંધીને બાવો ઊપડ્યો રે , એવાં વ્યસનોને આવી પોતે નડ્યો – જોગી જાગ્યો ) .

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો