યોગીને ઝૂંપડે

૫૮ , યોગીને ઝૂંપડે 

આવો આવો સત્સંગી ! આવો , ઊજળા આચરવાળા અને ઊજળા આત્માવાળા આવો . ભક્તિના રસિયા , મહારાજ તમારી વાટ જુએ છે , દુખિયાનાં દુબની વેદનાથી સંત પીડાય છે . આવા એક જ દઢ નિ જયવાળા , દઢ વિશ્વાસવાળા , આવો આવો , શ્રી સ્વામીનારાયણના આશ્રિત જનો ! અનન્ય ભક્તો ! આવો . હરિથી વિમુખ બનેલા એવા ભવરોગીઓને પણ લેતા આવજો . જે નુગરા અને નફટ છે અને સત્સંગમાં કાંઈએ રસ નથી , ભગવાનનો ભરોસો નથી , એનું કામ નથી .

પણ અધિકારી ભક્તજનોની યોગીજી મહારાજ એવી વાટ જુવે છે કે રાતે સૂતા પણ નથી . તમારી વાટ જોતાં જોતાં આ સંતની પીરસેલી થાળી . પણ કરી જાય છે,

                                                                                                      યોગીને ઝૂંપડે

                                                                                        ( વગાડે ફી વાંસળી – એ શગ )

આવજો ઊજળા આમવાળા , !

જોગીને ઝૂંપડે રે જી …

આવજો ઊજળા ચીરવાળા ,

બાવાજીને બેસણે રે જી …

આવજો ભગતિ કેરા ભોગી !

જોગી વાટ જુએ ૨ આવજો- ( ૧ )

બીજાં બધાં દુખિયાં દીનને દેખી ,

અવધૂત રુદે રુવે રે જી …આવજો- ( ૧ )

આવજો શ્રીજીના નેહવાળા  રુદાના એક જ રંગા ! આવજો રે જી …

આવજો શ્રીજીના નેહવાળા ,

બીજાને સાથે લાવજો રે જી … 

આવજો- ( ૩ ) આવજો વેલા સદ્દગુરવાળા ! ! નુગરાને નેડો નથી રે જી …

એ તો જોગીને ઝૂંપડે ના’વ્યા , હરિનો હેડો નથી રે જી …

‘ કાગ ’ જોગી ! જુએ તમારી વાટ કે આંખે ઉજાગરા આવતાં એટલી વારું લાગી ,

પીરસેલા ઠર્યા થાળ ૨ … રે આવજો ( ૪ )

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો