ઝેર પીનારો અમર થશે

૮. ઝેર પીનારો અમર થશે 

મનોમંથન , સૃષ્ટિમંથન કે શાસ્ત્રમંથન ; એ બધાંય મંથનોમાં માનવી અમૃત મેળવવાની આશાથી જોડાય છે . કોઈ પણ કાર્યનો આરંભ સુખના હેતુથી થાય છે . પણ એ આશાને તળિયે અમૃત અને ઝેર , સુખ અને દુઃખ એ બધા સાંકળના મંકોડા જેવા સાથી છે . એટલે અનાયાસે અમૃત સાથે વિષ અને સુખ સાથે સંકટ , સહેજે પ્રાપ્ત થાય છે .

માણસ કદી મંદવાડની ઇચ્છા કરતો નથી . કદી ધોળા વાળની , દાંત પડી જવાની , બહેરા કે બાડા થવાની ઇચ્છા કરતો નથી . અને મૃત્યુનો તો સંકલ્પ પણ એને ગમતો નથી . છતાં કર્માધીન એ બધાં વિષો પીવાં પડે છે . જોકે પુરુષાર્થ તો સુખરૂપી . અમૃતનો જ હોય છે .

અદૃષ્ટ રીતે નિર્માણ થયેલું સુખ જ્યારે મળે છે ત્યારે માનવી તેને પોતાની મહેનતનું પરિણામ સમજે છે . પણ સુખના પુરુષાર્થમાં સંકટ પ્રાપ્ત થાય ત્યારે હેઠું જોઈ એને ભોગવ્યે જ છૂટકો છે . એમ ધારી હતાશ થઈને ભોગવે છે .

આ આખા ગીતમાં ત્રણ મર્મોના મુદ્દા છે . એક તો એ કે મોટા માણસ નાના માણસને છેતરવા મહેનત કરે ( વિષ્ણુ ભગવાન ) . બીજો મુદ્દો એ કે સરખા ભાગીદારનો હક્ક છીનવી લેવાથી કાયમ વૈર વધે છે . ( ચંદ્ર અને રાહ ) . ત્રીજો મુદ્દો એ કે ઝડપેલી ચીજ ક્ષણિક સુખ આપે છે , પણ આત્મસંતોષનું અભય આપી . શકતી . નથી ( અમૃત ) . આખો ભાવાર્થ આપણા સમુદ્રમંથન પર છે . ખોળિયું જૂના સમુદ્રમંથનનું છે અને અંદર પ્રાણ છે હાલના નવા સમુદ્રમંથનનો .

દરિયાની ગોળીના વલોણામાં એને તળિયે ઝેર હશે તો તે જરૂર નીકળશે જ . અને એ ઝેરની બે જ ગતિ છે – કાં તો તે હળાહળ જગતને બાળી ભસ્મ કરી દેશે અને કાં તો વિષયપાન કરનાર કોઈ સદાશિવરૂપી યોગી જાગી જશે .

સર્વ માનવી માત્રના સારા ને નરસા સઘળા વિચારોના દહીંથી ભરેલી એવી આ જગતરૂપી ગોળી છે . વલોણાના ઘર્ષણથી અનંત મનસૂબાના વિભાગ બની અનંત પરપોટા અંદર થાય છે અને ફૂટી જાય છે . પોતાની જ માન્યતા સાચી છે એવા દરેક માનવીના વિચારો જગતરૂપી ગોળીમાં ખદબદે છે . આ સમુદ્રમંથનમાં જન્મથી જ જુદા એવા દેવો અને દાનવો પોતપોતાના સ્વાર્થ સાધવા માટે દેખાવ પૂરતા એકરૂપ બને છે .

સમુદ્રમંથનમાંથી નીકળેલું અમૃત દેવોને આપવાના અને દૈત્યોને ન આપવાના વિચારથી વિષ્ણુ ભગવાન કપટ કરે છે , કારણ કે ભગવાન દેવોને પોતાના ગણે છે . અને દાનવોને દુશ્મન સમજે છે .

સમુદ્રમાંથી ઘણાં રત્નો નીકળ્યાં . તે બધાં વહેંચી લીધાં . ફક્ત અમૃતની વહેંચણી બાકી રહી . દેવ – દાનવની બંને પંગતો બેઠી . ભગવાન મોહિનીરૂપ બન્યા . હાથમાં અમૃતનો કળશ લીધો . પોતામાં મોહ પામેલા દૈત્યોને અમૃત આપવું નથી 

જો ભેદભાવ કરે તો એ મહાપાપ છે . દાનવોને દારૂ અને દેવોને અમૃત , આવો ફક્ત દેવોને જ અમૃત આપવું છે ; એવા ભગવાનના કપટને ચહુ નામનો . એક ૬-૬ સમજી ગયો . જેથી તે દેવનું રૂપ લઈ સૂર્ય અને ચંદ્ર વચ્ચે બેસી ગયો . તેના મોઢામ | . જ કે હું અને જેના હાથમાં વિશ્વાસથી મજમુ ચીજ સરખે ભાગે વહેંચી દેવા આપી , તે ૧૮ અમૃત ૫ ડયું , કે તુરત જ ચંદ્રના ઇશારાથી ભગવાનને ખબર પડી કે પી ગયો .

જગતમાં એક એવો નિયમ છે કે સામસામાં બન્ને કપટ પ્રગટ થાય છે . ત્યારે મોટું કપટ નાના કપટનો નાશ કરે છે , એકબીજા કપટની જ્યારે આંખે , મળે છે , ત્યારે એકબીજાની વૈરવૃત્તિ સુદર્શન ચક્ર બનીને દોડે છે . દોડતાં આવાં એ સુદર્શનને પડવું હોય છે , ત્યાં રાહુનું માથું હોય છે .

રાહુનું મસ્તક ઘડથી જુદું પડે છે , પણ ગળા સુધી પહોંચલ અમૃતના પ્રભારે એ ધડ અને મસ્તક બંને અમર બને છે . સાથોસાથ મરણકાળમાં વૈરવૃત્તિ સહિત બીજા રૂપને પામેલ રાહુ પોતાનું વૈર હજારગણું વાળવા માટે આકારામાં અમર પ્રહ બની , ચાડી ખાનાર સૂર્ય , ચંદ્ર આડે ફર્યા કરે છે .

વોરીને ઝાઝો વાદ , ( ભલે , મનગમતી ચીજું મળે ;

( પણ ) એ ચીજુંમાં સ્વાદ , કદીયે ના’વે ‘ કાગડા .

”કુદરતી બીજાના હિસ્સાની વસ્તુ જો કોઈ ક્લેશ કરીને ઝડપી લે તો તે કદી સુખપૂર્વક ભોગવી શકાતી નથી . સમુદ્રમંથનમાં દેવદાનવની કડી એકતા હજારોગાણું વેર વધારીને જુદી પડે છે . હજુ સુધી એ બેંચણના વાંધા પતી નથી .

ભગવાન જેવા ભગવાન પ્રથમ તો કાચબો બન્યા . પછી સ્ત્રી બન્યા . છેવટે કપટ બહાર આવ્યું . એક ભજનનું ચરણ યાદ આવે છે .

એક હશે પણ આકરું પડશે , ઢાંકવું કપટનું કામ છે ( ૨ ) ,

લાખો બીજા લડવા પડશે છળ તણા સંગ્રામ ( ૨ ) , 

મન તું છાના કરીશ માં કામ છે . – કાગવાણી ભાગ -૩

પંક્તિભેદ કરીને ભગવાને જે પાપ કર્યું . તેના ફળરૂપે દરેક યુગે ઈશ્વરને અવતાર ધારણ કરવો પડે છે . બીજાના ભાગનું ઝડપી લીધેલું અમૃત પીવાથી દેવો અમ ૨ . બને છે , પણ એમના ચિત્તમાં શાંતિ અને અભય ન આવ્યાં . ઝડપેલું અમૃત અભય નથી આપી શકતું .

મંથનકાળના આરંભમાં કોઈને આમાંથી વિષ નીકળશે એવી કલ્પના પણ નહિ હોય . ભલે ન કહ્યું હોય , ધાર્યું પણ ન હોય , પણ સારાની સાથે નઠારું નીકળવાનું , જે નિર્માણ હશે , તે તો ચોક્કસ નીકળવાનું જ .

એક અમૃત મેળવવામાં કેટલા ઉલ્કાપાતો સર્જાણા . સમુદ્રના પેટમાં અગ્નિ ઉત્પન્ન થયો . વડવાનળ સળગી ઊઠ્યો અને પાણી તેલની માફક ભડકે બળવા માંડ્યું . તેની અંદર રહેલાં નાનાંમોટાં માછલાંનો સમૂહ નાશ પામ્યો છતાં પોતાની ઇચ્છા તૃપ્ત કરવાવાળાઓનાં માથાંઓમાં સત્તા , મદ અને સ્વાર્થની આંધી . ચડેલી , જેથી એમને બીજાના દુ : ખનો વિચાર પણ ન આવ્યો . આખા ગીતનો ખરો મર્મ તો એ છે કે – કોઈના ભાગનું ઝેર પીવાવાળો , મહાદેવ માફક અમર બને છે . પણ બીજાનું અમૃત ઝડપીને પીનારો , તે પીધા અગાઉ અશાંતિ અને અપયશ , રૂપી મરણને પામે છે .

( રાગ – ભૈરવી લય )

મંથનની ગોળીને તળીએ , ઝેર થશે તે નીકળશે ,

કાં સળગી જગ ભસ્મ થશે , કાં કોઈ જટાધર જાગી જશે … ટેક .

માનવી સઘળાના મનસૂબાનું ભરિયું મહીમાટ હશે

દેવ ને દાનવ જન્મથી જુદા , સ્વારથ કારણ એક થશે . મંથન ૧ .

સત્તાની , મદની સ્વારથની , આધી કાંધ પર ચડશે ,

નાશ થશે જંતુ જલધિનાં , એનો ખ્યાલ ન એ કરશે . મંથન ૨ .

કાર્ય બધું એ પૂરું કરવા , હરિવરનું કંઈ કપટ હશે ,

ધનવ વૈરી , સખા શૂર સમજી , દૈત્ય બધાને છેતરશે . મંથન ૩ .

વિષ્ણુ તણા એ કરુણ કપટને , રાહુ હૃદયથી જાણી જશે ,

દેવની સાથે દેવ બનીને , અમૃત પીવા બેસી જશે . મંથન ૦૪ ,

ઉભય કપટ મળશે જ્યાં સાથે હૈયામાં જે શસ્ત્ર હશે ,

હૈયેથી હાથે ચડી ( જ્યાં ) પડશે , ત્યાં મસ્તક રાહુનું હશે . મંથન ૫ .

હેંચણના વાંધા હજુ ચાલે , પ્રભુ જાણે કયારે પતશે ?

સોળ કળાનો ચંદ્ર થશે ત્યાં , રાહુનું ધડ આડું ફરશે . મંથને ૬ .

મોહિની રૂપ બન્યા મનમોહન , મંદર , કર્મ બની ધરશે .

પ્રાણી બન્યા , અબળા બનીઆ , છળ અંતે ઉઘાડું પડશે . મંથન . ૭ .

મધ અસુરને સુરને અમૃત , પંગતિભેદ પ્રભુ – કરશે ,

એ ફળનું પરિણામ હરિને , યુગ યુગ અવતરવું પડશે . મંથન ૮ .

મંથનને આરંભે મનમાં ચિત્ત વિષનો ન સંકલ્પ હશે ,

ધાર્યું નહિ કદી કહ્યું નહિ પણ નીકળવાનું નીકળશે . મંથન ૯ .

ઝડપેલા અમૃતથી સુરનાં , ચિત્ત કદી નહિ સ્વસ્થ થશે ,

ઝોંટેલું અમી અમર કરે પણ , અભય નહિ આપી શકશે . મંથન ૧૦ .

કોઈના જીવનનો વિષપ્યાલો , પી જાનારો અમર થશે ,

‘ કાગ ’ અવરનું અમૃત ઝોંટી , પીશે , તે પહેલાં મરશે . મંથન ૧૧ .

 

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો