કવિ કાગ ઍવોર્ડ એ દર વર્ષે આપવામાં આવતો એક વાર્ષિક એવોર્ડ છે . આ એવોર્ડ ગુજરાતી કવિ દુલા ભાયા કાગના નામ પરથી રાખવામાં આવ્યો છે .૨૦૦૨ ની સાલમાં પ.પૂ . મોરારીબાપુની પ્રેરણા અને આશીર્વાદથી આ એવોર્ડ ની શરૂઆત થઈ હતી . કવિ દુલા કાગની પુણ્યતિથિ ” કાગ ચોથ ” ( ફાગણ સુદ ચોથ ) ના દિવસે કવિ કાગની કર્મભુમિ કાગધામ ( મજાદર ) ખાતે કાર્યક્રમ યોજી પૂ. મોરારીબાપુ અને કાગ પરિવારના હસ્તે આપવામાં આવે છે .
કાળક્રમે નાશવંત થઈ રહેલો સાહિત્યનો અમૂલ્ય વારસો ટકાવવા, જાળવવા અને લોકો સુધી પહોચાડવા માટે છેલ્લા ૨૨ વર્ષથી કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથીએ તેમના વતન કાગધામ (મજાદર) ખાતે લોક સાહિત્ય – ચારણી સાહિત્યમાં પ્રદાન બદલ “કાગ એવૉર્ડ” અર્પણ કરવામાં આવે છે . ગુજરાતીમાં ડાયરાના લોકકલાકારો અને લોકસાહિત્યકારોને પાચ એવોર્ડ આપવામાં આવે છે . સાથે-સાથે સાહિત્ય ક્ષેત્રે સંશોધન માટે રાજસ્થાની વિદ્વાનને એક એવોર્ડ આપવામાં આવે છે. આ લોકસાહિત્યના માર્મીઓને પ્રોત્સાહનરૂપી રૂ. ૫૧૦૦૦/- ની ધનરાશી, સ્મૃતીચિન્હ અર્પણ કરી, શાલઓઢાડી સન્માન કરવામાં આવે છે .