કાગના પૂર્વજો

આલેખન : આશાનંદ ગઢવી ( ઝરપરા )

પૂ. કાગબાપુ કોઈ મહાન વ્યક્તિ હતા . તેણે ચારણ કુળમાં તુંબેલ ગોત્રની કાગ શાખામાં ભાયા કાગના ઘેર
આઈ ધાનબાઈની કુખે જન્મ લીધો હતો. કાગબાપુના પૂર્વજો પણ મહાન ભાગ્યશાળી હશે .

“ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકોતેર તાર્યા રે .” – પોતાની એકોતેર પેઢી તારનાર, ચારણ કુળનું
નામ ઉજ્જવળ કરનાર માં ભોમ ગુર્જરી સાથે સમસ્ત ભારતના ભૂષણ એવા કાગબાપુના પૂર્વજોનો
ઈતિહાસ જોઈએ. 
એમના પૂર્વજો પણ પરાક્રમી હતા. કવિ કુળનાં હતા. શૂરવીર અને દાનવીર હતા. એમણે રાષ્ટ્ર , ધર્મ , સમાજ અને સંસ્કૃતિ માટે બલિદાનો આપ્યા હતા. આવા મહાન પૂર્વજોનું પ્રભાતનાં પહોરમાં સ્મરણ કરવાથી મહા પાતક નાશ પામે છે. આપણી કચ્છી ભાષાનો એક દુહો છે કે : ” પરીયા ગુણ પરભાતમેં, સુરા જે ગુણગાન, તપ ન અચે તીની કે, સાય પરીયા તન “ વિશ્વની પ્રાચીનતમ્ સંસ્કૃતિ એવી ભારતની વેદીક સનાતન સંસ્કૃતિના પૂ. કાગબાપુ વારસદાર હતા . વેદો, ઉપનિષદો, પુરાણો આદિ ધર્મશાસ્ત્રોના રચિયતા ઋષિમુનિઓના તેઓ વારસદાર હતા. કાશયપ મરિચી, યાજ્ઞવલ્કય, વશિષ્ટ, વિશ્વામિત્ર, પુષ્પદંત, ભારદ્વાજ ઋષિઓની ભારતીય હિંદુ સંસ્કૃતિને સુસંસ્કારિત કરનાર ઋષિઓનો વારસો સાચવનારા હતા . જગતની ઉત્પતિ ભગવાન નારાયણના નાભી કમળમાંથી ભ્રહ્મા, વિષ્ણુ, શિવ ઉત્પન્ન થયા. તેમાં ભગવાન શિવના વંશમાં કાગબાપુનો જન્મ થયો હતો. વૈદિક કાળમાં આર્યો જ્યાં વસતાં હતા. એ આર્ય ઋષીઓના એક ઋષિકુળ દેવજાતિ ચારણોના કુળમાં કાગબાપુએ અવતાર લીધો . હિમાલયના સપ્તશૃંગ ગિરિશિખરો અને સુમેરૂ ગધ્ય માહન આદિ પર્વતો પર એમના પૂર્વજો વસતાં હતાં. પ્રાકૃત અને વૈકૃત સર્ગની દેવસૃષ્ટીની ચારણ જાતિ સુમેરૂ, હિમાલય આદિ પર્વતો પર વસતી હતી. ત્યારે ભારત વર્ષના મહાન રાજા ભગવાન પૃથુએ ચારણોને યજ્ઞમાં ભાગ લેવા આમંત્રણ આપી. ચારણજાતિને ભારત દેશના સામાન્ય જનસમાજમાં લઈ આવ્યા. આ ચારણોએ વૈદિક સંસ્કૃતિના વિયારો સામાન્ય જનસમાજ સુધી પહોંચાડી સંસ્કૃતિનો પ્રચાર કર્યો . ધરતીને ખેડીને સમૃદ્ધ બનાવી . ઉતર ભાતમાં દેવી વિચારોનો સંદશો ફેલાવનાર ચારણોને પૃથુ રાજાએ અસંસ્કૃત એવી નાગ પ્રજા પાસે તેલંગ તથા કલિંગ દેશ આપી. ત્યાં જવાની વિનંતી કરી. ચારણો દેવી સંસ્કૃતિનો સંદેશો લઈ દક્ષિણ ભારતમાં ગયા. ત્યાં નાગજાતિ સાથે સંબંધ બાંધી. ફરી ઉત્તર ભારત તરફ વળ્યા  અને તેઓ નર્મદા કિનારે સૌરાષ્ટ્ર આવ્યા. તે સમયે ચારણોના સાત ગોત્રો અને સાત યુથો હતા. તેમની સાથે નાગકુળ આદિ અન્ય કુળો લગ્ન સંબંધ બાંધતા, આથી સોળ ગોત્રો ઉમરાયાં. અને કુળ મળીને ચારણોના ત્રેવીસ ગોત્રો થયા. ચારણોના ત્રેવીસ ગોત્રોમાંથી કાગબાપુ તુંબલ ગોત્રના વંશજ હતા . ” તુબેલ ” એ આઈ આદિ આવડ અને આધ્યચારણનો પુત્ર હતો . એમના વંશજો તુંબલ કહેવાયા. તુંબેલના વંશજ સામુર ચારણનો ગુજરાત (સૌરાષ્ટ્ર) ના ઓસમ ડુંગર ૫૨ સમા રાજપૂતો સાથે સંપર્ક થયો. સમાઓના પૂર્વજ દેવેન્દ્રના ચાર પુત્રો અસપત, ગજપત નરપત અને ભૂપતમાંથી નરપતે ચારણ કુમાર સામુરને સોનાભાર જોખ્યો હતો. તેનો એ પ્રાચીન દોહો આપણને કચ્છી ભાષામાં જોવા મળે છે.

“ ઓસમતાં ઉત્તરી, દનાં પાલખીએ પેર,

  તે દુણો તુમેર, સમે તોરયાં સોનાભાર “

જામ નરપતના વંશજો અને સામુરના વંશજો સિંધમાંથી અભધાન – ગિજની આદિ પ્રદેશોમાં ગયા ત્યાં ઈસ્લામના આક્રમણો સામે પ્રચંડ સંઘર્ષો કર્યા . ત્યાંથી સમા રાજપુતો અને ચારણો પંજાબના સમાસપ પ્રદેશમાં ગયા. ત્યાંથી સિંધમાં લીપર પ્રદેશ. રાજસ્થાનમાં ગઢકાછા , થરપારકર કચ્છમાં કારીકચ્છી  અને આખરે , સિંધમાં જામ લાખીયારે આઈ આવડ આશાપુરાની સહાયતાથી સિંધ રાજ્યની સ્થાપના કરી. ત્યારે ત્યાં ચારણો સિંધુ કિનારે ગુંગડા વિસ્તાર માં સ્થિર થયા .

સિંધુ કિનારે ચારણોની સંસ્કૃતિ ફૂલીફાલી ત્યાં નાનડ તુંબેલ ચારણના પુત્ર ગુંગડ ચારણ પોતાના બાર પુત્રો અને ત્રણ પત્નીઓ સાથે સુખ સમૃધિથી રહેતો હતો. ગુંગડ તે સમયે ચારણ સમાજનો આગેવાન હતો. અત્યારે તુંબેલ ગોત્રતી ગુંગડા શાખા અને તેની અનેક પેટા શાખાઓનાં ચારણો આ ગુંગડ ચારણના વંશજ છે . તેમનના એક પુત્ર સોમંગે કચ્છમાં કવિ સોમંગ બારોટ તરીકે પ્રસિદ્ધ છે . તે પ્રખ્યાત જામ લાખા ફુલાણીના મિત્ર હતા.

ગુંગડના બીજા પુત્ર સોનંગ પણ મહાન કવિ હતા. કચ્છના એક દાનવીર સપડ ચોટાણી સાથે આ સરસ્વતીપુત્રનું નામ પણ પ્રેમથી યાદ કરાય છે. આ ઉપરાંત ગુંગડનો એક પુત્ર મવર હતો. જેના વંશજો મવર કેહવાય છે.

આઈશ્રી સોનલમાની મોડ શાખા અને કવિશ્રી દુલા કાગની ‘કાગ’ શાખા આ મવર શાખાની પેટા શાખાઓ છે.

ગુંગડના ત્રીજા પુત્ર ભાગચંદના વંશજો હાલ ભાગચંદ તરીકે ઓળખાય છે. તેનાં વંશજો કચ્છમાં કોડાય અને બારાડીમાં પિપડીયા વગેરે ગામોમાં છે. ભાગચંદના વંશમાં લાધોપીર અને તેમનો પુત્ર વાછીયો પ્રખ્યાત સિધ્ધ પુરુષો થયા. કચ્છમાં હાલ કોડાયમાં આઈશ્રી ગંગામાં ભાગચંદ શાખાના વંશ જ છે. જેઓ આશામાં કચ્છના ચારણોની આગેવાન ગણાતી તેની ‘વડળ’ ની એને પદવી મળેલ છે.

ગુંગડના એક પુત્ર માંયાની અમુક પેઢી પછી સેડાયતા (શિલાદિત્ય) થયા. જેણે ઝરપરા ગામની સ્થાપના કરી અને એના વંશમાં વીરદાદા, આંમીપા, દાયો ગઢેરો, રામ રવો, કાઠડાનો કવિ વારૂ, હુરદાસ, મુસરાનાં થાપો ભગત, ચારત્રપુનથી અને હાલમાં આઈશ્રી દેવલમાં એને સ્વામી સત્યનારાયણ પણ એ સેડાયતના વંશજો છે. સેડાયાતના વંશજો સેડા શાખાના તુંબેલ ચારણો છે.

આ મહાન પુરુષો ઉપરાંત ગાંગો, સમો, રુદાયસ, બીજલ જેવા પુત્રોએ ગુંગડ ચારણનું નામ ઉજ્જવળ કર્યું. ગુંગડનો સૌથી મોટો પુત્ર મવર. મવરના વંશમાં માંયો થયો  અને માંયાના વંશમાં બીજલ થયો. આ બીજલ જ રા’ડિયાસનું માથું દાનમાં લીધું હતું, અને રા’ડિયાસ સાથે જ અગ્નિપ્રવેશ કર્યો હતો. એમની સાથેજ રા’ડિયાસના રાણી સોરઠા અને બીજલના ધર્મપત્ની આઈ માંકબાઈ પણ અગ્નિપ્રવેશ કરી સતી થયા હતા. કવિ બીજલ સિંધ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખુબજ પ્રસિદ્ધ હતા. તેઓએ સરા કવિ, ગાયક, વક્તા અને સંગીત વિદ્યામાં પણ પારંગત હતા . તેમના સ્વર-સંગીતથી ભલભલાં રાજાઓએ તેને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતા.

સિંધના પ્રખ્યાત સૂફીશાયર શાહ અબ્દુલતીફે તેમના પ્રખ્યાત ગ્રંથ “ શાહજો રસાલો “ માં · સૂર સોરઠ · અંતર્ગત ચારણ કવિ બીજલનું વર્ણન કચ્છી – સિંધી ભાષામાં આમ કરેલ છે .

“ અલ્લાહ જી આશા કરે, ચારણ ચોરે ચંગ,

   મરુન જે જંગલ જો, કન રેહાણું રંગ,

  ‘બીજલ’ સંધો બંગ, ખાલીમ ખાલીમ કરીએ . “

અર્થાત્, જંગલમાં પ્રાણિયો પણ બીજલના સંગીતથી મુગ્ધ બનીને પ્રભુને પ્રાર્થના કરે છે કે બીજલનું વચન ખાલી ન જાય.

કચ્છના તુંબેલ ચારણોના ઈતિહાસ પ્રમાણે આ બીજલના બે પુત્રો થયા. ધાંધુકે અને કાગ. બીજા એક મત મુજબ ગંગડ તુંબેલના બાર પુત્રોમાંનો એક બીજલ હતો. સોમંગ, સોનગ અને બીજલ ત્રણેય મહાન કવિઓ ભાઈઓ હતા . પણ આપણા રાવળ દેવોના ચોપડા પ્રમાણે ચાલીએ તો બીજલના મોટા પુત્ર ધાંધુકે વવાર ગમની સ્થાપના કરી ધાંધુકના પુત્ર મોડ, જે કચ્છમાં ચાર વીરપુરુષો પ્રખ્યાત છે. મોર, લાપો, આંમીપો અને જોજીરાગ આમાં મોડના વંશજો વવારમાં છે . અને આઈશ્રી સોનલમાં પણ આ જ મોડ વંશના હતા.

કચ્છમાં કાગ  શાખાના ચારણોના વસવાટ અંગે મતભેદ છે. એક મત મુજબ સિંધોડીની બાજુમાં પિગલેશ્વર મહાદેવ પાસે હાલ જે “ કાગેવારા “ ખેતર કહેવાય છે, ત્યાં હતો . આવા ” કાગેવારા “ ખેતર વવારમાં પણ છે. ઉપરાંત હાલ ખેડોઈ ( તા:-અંજાર) પાસે જે પાતીયા ગામ છે, તે જમીનમાં ‘ કાગ ‘ શાખાનું નેસ હતું. એવું પણ કહેવાય છે. કાગ  શાખાના ચારણો ખેડોઈના દરબારો સાથે સારો સંબધ ધરાવતાં હતા. આ મતો જુદા-જુદા હોવા છતાં ‘ કાગ ‘ શાખ ના ચારણો કચ્છના હતા . એ વાત તો નક્કી છે.

મહાન ચારણ કવિશ્રી દુલા ભાયા કાગ ચારણ કુળના તુંબેલ ગોત્રની ગંગડા શાખાની “કાગ ” પેટા શાખામાં અવતાર લઈ સમસ્ત ચારણકુળ સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.

હિમાલયના ગિરી શીખરો, દક્ષિણ ભારતનો તેલંગ દેશ, પછી નર્મદા કિનારો, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ પંજાબ, રાજસ્થાન કુરી સિંધ . સિંધથી ફરી કચ્છ અને કચ્છથી સૌરાષ્ટ્રના ‘ મજાદર ‘ ગામ સુધીનો કાગબાપુના પૂર્વજોનો ઈતિહાસ ગૌરવશાળી ચારણ પરંપરા મુજબનો છે.

કાગબાપુની છઠ્ઠી પેઢીએ રાણો કાગ થયો. તે સમયે તેઓ કચ્છથી સૌરાષ્ટ્ર ગયા હતા, અને ભાવનગરની આજુબાજુના ગામોમાં સ્થિર થયા હશે. ભગતબાપુના દાદા ઝાલા કાગના લગ્ન જશા અરડુંના ઘેર થયા. જશા અરડુંની પુત્રી આઈ રાણબાઈની કુખે ભાયા કાગ જેવો મરદ પુરુષ પાક્યો હતો. આવા મરદ ભાયા કાગના ઘેર આઈ ધાનબાઈમાં ની કુખે વિ.સ.૧૯૫૮ કારતક વાદ ૧૧, ૨૫ નવેમ્બર ૧૯૦૩ ને શનિવારની મધ્યરાત્રીએ દુલા કાગનો જન્મ થયો.

આજ દુલા ભાયા કાગ પોતાના પરાક્રમી પૂર્વજોની યશકલગી પર એક મોરપીંછ ઉમેરતાં ગયા, અને પૂર્વજોના નામની કીર્તિ વધારી ધન્ય છે. કુળશણગાર કવિ કાગને…

નોંધ : રાવળદેવના ચોપડા અને કચ્છના ઈતિહાસ પ્રમાણે સંશોધન કરીને આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે

કાગના પૂર્વજો

આલેખન : આશાનંદ ગઢવી ( ઝરપરા )

પૂ. કાગબાપુ કોઈ મહાન વ્યક્તિ હતા . તેણે ચારણ કુળમાં તુંબેલ ગોત્રની કાગ શાખામાં ભાયા કાગના ઘેર આઈ ધાનબાઈની કુખે જન્મ લીધો હતો. કાગબાપુના પૂર્વજો પણ મહાન ભાગ્યશાળી હશે .

“ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકોતેર તાર્યા રે .” – પોતાની એકોતેર પેઢી તારનાર, ચારણ કુળનું નામ ઉજ્જવળ કરનાર માં ભોમ ગુર્જરી સાથે સમસ્ત ભારતના ભૂષણ એવા કાગબાપુના પૂર્વજોનો ઈતિહાસ જોઈએ. એમના પૂર્વજો પણ પરાક્રમી હતા. કવિ કુળનાં હતા. શૂરવીર અને દાનવીર હતા. એમણે રાષ્ટ્ર , ધર્મ , સમાજ અને સંસ્કૃતિ માટે બલિદાનો આપ્યા હતા. આવા મહાન પૂર્વજોનું પ્રભાતનાં પહોરમાં સ્મરણ કરવાથી મહા પાતક નાશ પામે છે. આપણી કચ્છી ભાષાનો એક દુહો છે કે : ” પરીયા ગુણ પરભાતમેં, સુરા જે ગુણગાન, તપ ન અચે તીની કે, સાય પરીયા તન “ વિશ્વની પ્રાચીનતમ્ સંસ્કૃતિ એવી ભારતની વેદીક સનાતન સંસ્કૃતિના પૂ. કાગબાપુ વારસદાર હતા . વેદો, ઉપનિષદો, પુરાણો આદિ ધર્મશાસ્ત્રોના રચિયતા ઋષિમુનિઓના તેઓ વારસદાર હતા. કાશયપ મરિચી, યાજ્ઞવલ્કય, વશિષ્ટ, વિશ્વામિત્ર, પુષ્પદંત, ભારદ્વાજ ઋષિઓની ભારતીય હિંદુ સંસ્કૃતિને સુસંસ્કારિત કરનાર ઋષિઓનો વારસો સાચવનારા હતા .

જગતની ઉત્પતિ ભગવાન નારાયણના નાભી કમળમાંથી ભ્રહ્મા, વિષ્ણુ, શિવ ઉત્પન્ન થયા. તેમાં ભગવાન શિવના વંશમાં કાગબાપુનો જન્મ થયો હતો. વૈદિક કાળમાં આર્યો જ્યાં વસતાં હતા. એ આર્ય ઋષીઓના એક ઋષિકુળ દેવજાતિ ચારણોના કુળમાં કાગબાપુએ અવતાર લીધો . હિમાલયના સપ્તશૃંગ ગિરિશિખરો અને સુમેરૂ ગધ્ય માહન આદિ પર્વતો પર એમના પૂર્વજો વસતાં હતાં. પ્રાકૃત અને વૈકૃત સર્ગની દેવસૃષ્ટીની ચારણ જાતિ સુમેરૂ, હિમાલય આદિ પર્વતો પર વસતી હતી. ત્યારે ભારત વર્ષના મહાન રાજા ભગવાન પૃથુએ ચારણોને યજ્ઞમાં ભાગ લેવા આમંત્રણ આપી. ચારણજાતિને ભારત દેશના સામાન્ય જનસમાજમાં લઈ આવ્યા. આ ચારણોએ વૈદિક સંસ્કૃતિના વિયારો સામાન્ય જનસમાજ સુધી પહોંચાડી સંસ્કૃતિનો પ્રચાર કર્યો . ધરતીને ખેડીને સમૃદ્ધ બનાવી . ઉતર ભાતમાં દેવી વિચારોનો સંદશો ફેલાવનાર ચારણોને પૃથુ રાજાએ અસંસ્કૃત એવી નાગ પ્રજા પાસે તેલંગ તથા કલિંગ દેશ આપી. ત્યાં જવાની વિનંતી કરી. ચારણો દેવી સંસ્કૃતિનો સંદેશો લઈ દક્ષિણ ભારતમાં ગયા. ત્યાં નાગજાતિ સાથે સંબંધ બાંધી. ફરી ઉત્તર ભારત તરફ વળ્યા  અને તેઓ નર્મદા કિનારે સૌરાષ્ટ્ર આવ્યા. તે સમયે ચારણોના સાત ગોત્રો અને સાત યુથો હતા. તેમની સાથે નાગકુળ આદિ અન્ય કુળો લગ્ન સંબંધ બાંધતા, આથી સોળ ગોત્રો ઉમરાયાં. અને કુળ મળીને ચારણોના ત્રેવીસ ગોત્રો થયા. ચારણોના ત્રેવીસ ગોત્રોમાંથી કાગબાપુ તુંબલ ગોત્રના વંશજ હતા . ” તુબેલ ” એ આઈ આદિ આવડ અને આધ્યચારણનો પુત્ર હતો . એમના વંશજો તુંબલ કહેવાયા. તુંબેલના વંશજ સામુર ચારણનો ગુજરાત (સૌરાષ્ટ્ર) ના ઓસમ ડુંગર ૫૨ સમા રાજપૂતો સાથે સંપર્ક થયો. સમાઓના પૂર્વજ દેવેન્દ્રના ચાર પુત્રો અસપત, ગજપત નરપત અને ભૂપતમાંથી નરપતે ચારણ કુમાર સામુરને સોનાભાર જોખ્યો હતો. તેનો એ પ્રાચીન દોહો આપણને કચ્છી ભાષામાં જોવા મળે છે.

“ ઓસમતાં ઉત્તરી, દનાં પાલખીએ પેર,

  તે દુણો તુમેર, સમે તોરયાં સોનાભાર “

જામ નરપતના વંશજો અને સામુરના વંશજો સિંધમાંથી અભધાન – ગિજની આદિ પ્રદેશોમાં ગયા ત્યાં ઈસ્લામના આક્રમણો સામે પ્રચંડ સંઘર્ષો કર્યા . ત્યાંથી સમા રાજપુતો અને ચારણો પંજાબના સમાસપ પ્રદેશમાં ગયા. ત્યાંથી સિંધમાં લીપર પ્રદેશ. રાજસ્થાનમાં ગઢકાછા , થરપારકર કચ્છમાં કારીકચ્છી  અને આખરે , સિંધમાં જામ લાખીયારે આઈ આવડ આશાપુરાની સહાયતાથી સિંધ રાજ્યની સ્થાપના કરી. ત્યારે ત્યાં ચારણો સિંધુ કિનારે ગુંગડા વિસ્તાર માં સ્થિર થયા .

સિંધુ કિનારે ચારણોની સંસ્કૃતિ ફૂલીફાલી ત્યાં નાનડ તુંબેલ ચારણના પુત્ર ગુંગડ ચારણ પોતાના બાર પુત્રો અને ત્રણ પત્નીઓ સાથે સુખ સમૃધિથી રહેતો હતો. ગુંગડ તે સમયે ચારણ સમાજનો આગેવાન હતો. અત્યારે તુંબેલ ગોત્રતી ગુંગડા શાખા અને તેની અનેક પેટા શાખાઓનાં ચારણો આ ગુંગડ ચારણના વંશજ છે . તેમનના એક પુત્ર સોમંગે કચ્છમાં કવિ સોમંગ બારોટ તરીકે પ્રસિદ્ધ છે . તે પ્રખ્યાત જામ લાખા ફુલાણીના મિત્ર હતા.

ગુંગડના બીજા પુત્ર સોનંગ પણ મહાન કવિ હતા. કચ્છના એક દાનવીર સપડ ચોટાણી સાથે આ સરસ્વતીપુત્રનું નામ પણ પ્રેમથી યાદ કરાય છે. આ ઉપરાંત ગુંગડનો એક પુત્ર મવર હતો. જેના વંશજો મવર કેહવાય છે.

આઈશ્રી સોનલમાની મોડ શાખા અને કવિશ્રી દુલા કાગની ‘કાગ’ શાખા આ મવર શાખાની પેટા શાખાઓ છે.

ગુંગડના ત્રીજા પુત્ર ભાગચંદના વંશજો હાલ ભાગચંદ તરીકે ઓળખાય છે. તેનાં વંશજો કચ્છમાં કોડાય અને બારાડીમાં પિપડીયા વગેરે ગામોમાં છે. ભાગચંદના વંશમાં લાધોપીર અને તેમનો પુત્ર વાછીયો પ્રખ્યાત સિધ્ધ પુરુષો થયા. કચ્છમાં હાલ કોડાયમાં આઈશ્રી ગંગામાં ભાગચંદ શાખાના વંશ જ છે. જેઓ આશામાં કચ્છના ચારણોની આગેવાન ગણાતી તેની ‘વડળ’ ની એને પદવી મળેલ છે.

ગુંગડના એક પુત્ર માંયાની અમુક પેઢી પછી સેડાયતા (શિલાદિત્ય) થયા. જેણે ઝરપરા ગામની સ્થાપના કરી અને એના વંશમાં વીરદાદા, આંમીપા, દાયો ગઢેરો, રામ રવો, કાઠડાનો કવિ વારૂ, હુરદાસ, મુસરાનાં થાપો ભગત, ચારત્રપુનથી અને હાલમાં આઈશ્રી દેવલમાં એને સ્વામી સત્યનારાયણ પણ એ સેડાયતના વંશજો છે. સેડાયાતના વંશજો સેડા શાખાના તુંબેલ ચારણો છે.

આ મહાન પુરુષો ઉપરાંત ગાંગો, સમો, રુદાયસ, બીજલ જેવા પુત્રોએ ગુંગડ ચારણનું નામ ઉજ્જવળ કર્યું. ગુંગડનો સૌથી મોટો પુત્ર મવર. મવરના વંશમાં માંયો થયો  અને માંયાના વંશમાં બીજલ થયો. આ બીજલ જ રા’ડિયાસનું માથું દાનમાં લીધું હતું, અને રા’ડિયાસ સાથે જ અગ્નિપ્રવેશ કર્યો હતો. એમની સાથેજ રા’ડિયાસના રાણી સોરઠા અને બીજલના ધર્મપત્ની આઈ માંકબાઈ પણ અગ્નિપ્રવેશ કરી સતી થયા હતા. કવિ બીજલ સિંધ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખુબજ પ્રસિદ્ધ હતા. તેઓએ સરા કવિ, ગાયક, વક્તા અને સંગીત વિદ્યામાં પણ પારંગત હતા . તેમના સ્વર-સંગીતથી ભલભલાં રાજાઓએ તેને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતા.

સિંધના પ્રખ્યાત સૂફીશાયર શાહ અબ્દુલતીફે તેમના પ્રખ્યાત ગ્રંથ “ શાહજો રસાલો “ માં · સૂર સોરઠ · અંતર્ગત ચારણ કવિ બીજલનું વર્ણન કચ્છી – સિંધી ભાષામાં આમ કરેલ છે .

“ અલ્લાહ જી આશા કરે, ચારણ ચોરે ચંગ,

   મરુન જે જંગલ જો, કન રેહાણું રંગ,

  ‘બીજલ’ સંધો બંગ, ખાલીમ ખાલીમ કરીએ . “

અર્થાત્, જંગલમાં પ્રાણિયો પણ બીજલના સંગીતથી મુગ્ધ બનીને પ્રભુને પ્રાર્થના કરે છે કે બીજલનું વચન ખાલી ન જાય.

કચ્છના તુંબેલ ચારણોના ઈતિહાસ પ્રમાણે આ બીજલના બે પુત્રો થયા. ધાંધુકે અને કાગ. બીજા એક મત મુજબ ગંગડ તુંબેલના બાર પુત્રોમાંનો એક બીજલ હતો. સોમંગ, સોનગ અને બીજલ ત્રણેય મહાન કવિઓ ભાઈઓ હતા . પણ આપણા રાવળ દેવોના ચોપડા પ્રમાણે ચાલીએ તો બીજલના મોટા પુત્ર ધાંધુકે વવાર ગમની સ્થાપના કરી ધાંધુકના પુત્ર મોડ, જે કચ્છમાં ચાર વીરપુરુષો પ્રખ્યાત છે. મોર, લાપો, આંમીપો અને જોજીરાગ આમાં મોડના વંશજો વવારમાં છે . અને આઈશ્રી સોનલમાં પણ આ જ મોડ વંશના હતા.

કચ્છમાં કાગ  શાખાના ચારણોના વસવાટ અંગે મતભેદ છે. એક મત મુજબ સિંધોડીની બાજુમાં પિગલેશ્વર મહાદેવ પાસે હાલ જે “ કાગેવારા “ ખેતર કહેવાય છે, ત્યાં હતો . આવા ” કાગેવારા “ ખેતર વવારમાં પણ છે. ઉપરાંત હાલ ખેડોઈ ( તા:-અંજાર) પાસે જે પાતીયા ગામ છે, તે જમીનમાં ‘ કાગ ‘ શાખાનું નેસ હતું. એવું પણ કહેવાય છે. કાગ  શાખાના ચારણો ખેડોઈના દરબારો સાથે સારો સંબધ ધરાવતાં હતા. આ મતો જુદા-જુદા હોવા છતાં ‘ કાગ ‘ શાખ ના ચારણો કચ્છના હતા . એ વાત તો નક્કી છે.

મહાન ચારણ કવિશ્રી દુલા ભાયા કાગ ચારણ કુળના તુંબેલ ગોત્રની ગંગડા શાખાની “કાગ ” પેટા શાખામાં અવતાર લઈ સમસ્ત ચારણકુળ સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.

હિમાલયના ગિરી શીખરો, દક્ષિણ ભારતનો તેલંગ દેશ, પછી નર્મદા કિનારો, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ પંજાબ, રાજસ્થાન કુરી સિંધ . સિંધથી ફરી કચ્છ અને કચ્છથી સૌરાષ્ટ્રના ‘ મજાદર ‘ ગામ સુધીનો કાગબાપુના પૂર્વજોનો ઈતિહાસ ગૌરવશાળી ચારણ પરંપરા મુજબનો છે.

કાગબાપુની છઠ્ઠી પેઢીએ રાણો કાગ થયો. તે સમયે તેઓ કચ્છથી સૌરાષ્ટ્ર ગયા હતા, અને ભાવનગરની આજુબાજુના ગામોમાં સ્થિર થયા હશે. ભગતબાપુના દાદા ઝાલા કાગના લગ્ન જશા અરડુંના ઘેર થયા. જશા અરડુંની પુત્રી આઈ રાણબાઈની કુખે ભાયા કાગ જેવો મરદ પુરુષ પાક્યો હતો. આવા મરદ ભાયા કાગના ઘેર આઈ ધાનબાઈમાં ની કુખે વિ.સ.૧૯૫૮ કારતક વાદ ૧૧, ૨૫ નવેમ્બર ૧૯૦૩ ને શનિવારની મધ્યરાત્રીએ દુલા કાગનો જન્મ થયો.

આજ દુલા ભાયા કાગ પોતાના પરાક્રમી પૂર્વજોની યશકલગી પર એક મોરપીંછ ઉમેરતાં ગયા, અને પૂર્વજોના નામની કીર્તિ વધારી ધન્ય છે. કુળશણગાર કવિ કાગને…

નોંધ : રાવળદેવના ચોપડા અને કચ્છના ઈતિહાસ પ્રમાણે સંશોધન કરીને આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે

જમ, દડ, જમૂવાન, નલ નીલ, અંગદ, સુગ્રીવ નો રહ્યા
પણ જો ને હનુમાન, એ તો કાયમ બેઠો “કાગડા”

Follow Us

Download Our Mobile App

© 2020 | કવિ શ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ

Designed & Developed By : Shopza Web Services
error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો