કાગવાણી ૫

‘કાગવાણી’ ના અગાઉના ચારેય ભાગો કવિતામાં – પદ્યમાં છે . પરંતુ આ પાંચમો ભાગ ગદ્યમાં છે . એમાં મારા જીવનમાં મેં અનુભવેલાં સત્યો ઉપરાંત ધર્મશાસ્ત્રો અને સંતપુરુષોનાં અનુભવ – વાક્યોને મેં એકઠાં કર્યા છે . એ વાક્યોમાં આપણા જીવનનો , આપણા આર્યત્વનો મર્મ સંગૃહીત કરવાનો મેં પ્રયાસ કર્યો છે . એમાં ખેતીવાડી , પશુપાલન , વેપાર , રાજકારભાર , ધર્મ , નીતિ , જીવનવ્યવહાર , ગૃહવ્યવસ્થા વગેરે અનેક વિષયોનાં અનુભવ – વાક્યો છે અને તે બધાં આપણાં ગામડાંનાં અભણ ભાઈ – બહેનો પણ બરોબર સમજી શકે તેવી ઢબે સરળ , સાદી , સ્પષ્ટ ભાષામાં લખવાનો મેં પ્રયાસ કર્યો છે .

કાગવાણી’નો આ પાંચમો ભાગ – ‘ બાવન ફૂલડાંનો બાગ ’ ના પુષ્પગુચ્છોમાં રંગો નથી , પણ શુભ્રશ્વેત રંગવાળા મોગરા – જૂઈ – રાતરાણી પારિજાતનાં પુષ્પો જેવી ફોરમ તો અવશ્ય છે જ . આશા રાખું છું આ પુષ્પગુચ્છો – આ અનુભવવાક્યો આપ સૌ વાચકવૃંદને જરૂર ગમશે . ખાસ કરીને ગામડાનાં થોડું ભણેલાં ભાઈબહેનોને અવશ્ય પસંદ આવશે . અને કેટલાકને પોતાના જીવનવ્યવહારમાં ઉપયોગી થશે . જો આમ થશે તો આ સંગ્રહ કરવામાં લીધેલા શ્રમને હું સફળ થયો માનીશ .

આ અનુભવ – વચનો મનમાં જેમ જેમ યાદ આવતાં ગયાં , તેમ તેમ જુદે જુદે સમયે લખાયાં છે , એટલે તેમાં કોઈ ક્રમબદ્ધતા જળવાણી નથી . ખરી રીતે વિભાગવાર ગોઠવવાં જોઈતાં હતાં , પણ મારા પ્રવૃત્તિમય ખેડુ જીવનમાંથી તે માટેનો સમય મેળવી શક્યો નથી એટલા માટે આમાં એ ત્રુટી અવશ્ય રહી ગઈ છે , તે નિભાવી લેવા સૌને વિનંતી કરું છું .

– દુલા ભાયા કાગ

જમ, દડ, જમૂવાન, નલ નીલ, અંગદ, સુગ્રીવ નો રહ્યા
પણ જો ને હનુમાન, એ તો કાયમ બેઠો “કાગડા”

Follow Us

Download Our Mobile App

© 2020 | કવિ શ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ

Designed & Developed By : Shopza Web Services
error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો