કાગવાણી નો મર્મ

-રાજવીર રામભાઈ કાગ

જેમને ‘ ફાટેલ પિયાલાનો કવિ ‘ , કવિતા , કંઠ , કહેણીનો ત્રિવેણી સંગમ ‘ , અને જેમના કૃતિત્વને જૂનવટના સામર્થ્યના સુમેળવાળું નવપ્રયાણ ’ , ‘ જેનો પ્રાણ સચ્ચાઈ અને યશભાષી , તથાકારી સૂત્ર છે . ’ ‘ પ્રબોધક સ્વાતંત્ર્ય ઉષા ભવ્ય બોલી કાગવાણી ’ જેવા શબ્દોથી બિરદાવેલા છે . એવા સૌરાષ્ટ્રના લોકસાહિત્યના કબીરવડ સમા દુલા ભાયા કાગ જેને આપણે ‘ કાગબાપુ ’ કે ‘ ભગતબાપુ’ના હુલામણા નામે ઓળખીએ છીએ . એ દુલાભાઈ કાગ એટલે મજાદર ગામનો એક ખમીરવંતો અને મુઠ્ઠી ઊંચેરો ચારણ .

ભગતબાપુનું સૌ પહેલું કાવ્યસર્જન એક સવૈયારૂપે અંતરમાંથી પ્રગટેલું : સત્તરવર્ષની ઉંમરે ફૂટેલી આ સરવાણી પછી તો મહાનદ બની ગઈ . ધ્વન્યાલોકના કર્તા દાર્શનિક આનંદવર્ધને સાચાં કવિને બ્રહ્માથી મોટા ગણાવ્યો છે . બ્રહ્મા તો માત્ર સૃષ્ટિનું સર્જન કરી શકે છે . જ્યારે કવિ તો તેમાં સંસ્કારિકતા લાવી શકે છે . પરિવર્તન લાવી શકે છે . ભગતબાપુ આવી કક્ષાના કવિ હતા . જેમનો લોકઘડતરમાં મોટો ફાળો હોય . તેમણે રચેલ ‘ કાગવાણી’ના આઠ ગ્રંથોમાં પ 00 ઉપરાંત કાવ્યો , ભજનો વગેરે છે . આ ઉપરાંત ગુરુમહિમા , સોરઠ બાવની , રાષ્ટ્રધ્વજ પચ્ચીસી , યુદ્ધ , શક્તિચાલીસા , દાનમહિમા , શોકબાવની અને કહાન ગુરુવંદના જેવી પાણીદાર કૃતિઓ પણ છે . આ સર્જન નાનું ન ગણી શકાય આમ છતાં વિપુલતાનો બોજ આ સર્જનને લેશમાત્ર કચડતો નથી . તેમનું ગમે તે કાવ્ય લઈએ એમાં એની અંદરના પમરાટનો સ્પર્શ આપણને થયા વિના રહેતો નથી .

ભગતબાપુ માત્ર ભૂતકાળના લોકજીવનને લખનારા કે ગાનારા ન હતા . પણ બદલતાં લોકજીવનના સૂરો તે સાંભળી શકતાં અને સંભળાવતાં હતા . તેમના ભૂદાન પરના કાવ્યો તેની સાબિતી છે . જો કે તેમની આ જાગૃતિ એ પહેલાં પણ હતી . કાગવાણી ભાગ ૧-૨ વાંચીએ તો આની ખાતરી થશે . ભાગ -૧ માં એમણે ગાંધીજી વિશે અતિસૂક્ષ્મતાથી કાવ્યરાધન કર્યું છે . ગાંધીજીના ઉપવાસના અવસરે વિશેષ કરીને તો અત્યંજોની રક્ષા અર્થે આદરેલા એ ઉપવાસો હતા . તેથી એમણે ભયંકર વ્રત ભંગાવોનું કાવ્ય રચ્યું :

                                               આભ પાતાળ લગી એનાં આદર્યા અધૂરાં છે ;

                                              એ … જી , એના રે અટકીનાં બાર ઉઘડાવો રે ,

                                                             એનાં કર વ્રતડા ભંગાવો !

એ જ રીતે ‘ મોહન દુબળો કેમ ? ‘ અને “ મોહનને ત્રાજવે ‘ એ બે કાવ્યો પણ ગાંધી પ્રશસ્તિનાં છે . તેમજ સાથે સાથે ભગતબાપુએ તીર્થો , દેવમંદિરો , શ્રીમંતાઈ અને પંડિતાઈ ઉપર ચાબખા ફટકાર્યા છે . દિન દયાળુનો વાસ નથી આ કાવ્યમાં નરી વાસ્તવિકતાનો અંતર પુકાર , આક્રોશ છે . આપણે માણસ બનવામાં મોડા પડ્યા છીએ અને ઈશ્વર બનવા માટે અધીરા થયાં છીએ . એવી સચોટ વાસ્તવિકતા આ કાવ્યમાં જોવા મળે છે :

” જીવને નથી પુણ્ય કે પાપ કરે

મને હોય દીઠો નજરો નજરે

એવી બાંકું ચડાવીને વાતો કરે

ભરમાશો નહીં ભોળાં માનવીઓ ! એની લુખી

દલીલોમાં સાચ નથી ,

કાળા પત્થર શા એના કાળજમાં , મારો દીન દયાળુનો વાસ નથી . ”

તો વળી ‘ તારી કળા અપરંપાર ‘ ભજનમાં અકથ્ય અને અકળ સર્જનહારનો સતત સાક્ષાત્કાર થાય છે . સાથે સાથે

વાણી તો 

અમરત વદા મો . મો.નો ઘડો અભ્યાસ , ખાચરનો અનુભવ અને મીર – નીર તારવવાની તથા ઉકલતની જરૂર પડતી હોય છે . એવી મધ્ય સર્જન અને અનેક પ્રકારની ઉપાસના છે . એકલી ઊર્મિની મૂડી ઉપર કાવ્યની ઈમારત ઊભી થઈ શકતી નથી . તેને અટકાવનાર આપણાં પ્રાચીન ભજનો છે . આચાર , વ્યવહાર ન પાળનારને મહાપાપ લાગે છે . એવા ધર્મમય ઉપદેશોને ગૂંથી ગૂંથીને ગામડાના નાના , અભણ અને ભોળા સમાજને આ ભજનોએ આપ્યાં છે . તો ભાગ ૩ માં છપાયેલ આવા ભીના મીઠડાં કાગબાપુનાં ભજનો સીધાં હદયના તાર ઝણઝણાવી જાય છે ,

પે’લા વે’લા પાટે રે પધારો , શિવજીના છોરુ …

વિનવું  જી .

ભાળીને દાળદર જાય ભાગી , ઉમાના જાયા …

વિનવું .જી .

“ બ્રહ્માએ ભણાવ્યો હોય … ગણેશે ગણાવ્યો હોય …

‘ કાગ ’ કે કુસંગ જેને થાશે રે …

ચોરાશે એની શારદા … રે ….

બળતી અગનમાં ઓરાઈ રે … નુગરાના નેડા … નો કરીએ રે … ‘

‘ જેના ચિત્તડા ચડેલા ચકડોળ

સમજણ એને શું કરે જી ?

‘ કાગ ’ બગલો જઈ બેઠો માનસર કાઠડે …

એનું હૈયું માછલીએ હરખાણું રે …

મોતીડા એને શું … કરે છે … ? ‘ ‘

રામાયણ લોકહદયમાં વસેલો ગ્રંથ છે . ભગતબાપુના જીવનકવન પર રામાપણની તીવ્ર અસર જોવા મળે છે . ભગતબાપુના શબ્દોમાં જ કહીએ તો , “ રામાયણ તો મારા હાડ સુધી રમી રહેલ ગ્રંથ છે . એને વાંચતા – વિચારતાં હું કોઈ દિવસ થાક્યો જ નથી . ” ‘ કાગવાણી’ના લગભગ બધા જ ભાગોમાં અને ખાસ કરીને ચોથા ભાગમાં રામાયણના અનેક પ્રસંગોને આ અભણ . ચારણે સામાન્ય માણસ પણ સમજી શકે તેવી ભાષામાં ગૂંથી લીધા છે .

‘ માતા તારો પ્રતાપ ‘ કાગવાણી ભાગ -૪ નું આ ભજન માનવીની ઉચ્ચતમ સ્થિતિનું દર્શન કરાવે છે . આ સંગ્રેષમાં ત્રણ ડઝન જેટલાં આવાં ભજનો છે . એમનાં કેટલાંક મૂળ કથામાંની કૅલ્પનાને આધારે લખાયેલાં છે , જયારે કેટલાંકની કલ્પના કવિની પોતાની છે , પરંતુ ખૂબી એ છે કે ભગતબાપુની કલ્પનાનો પણ મૂળ કથાની કલ્પનાઓ જેટલી જ આપણને સ્વભાવિક લાગે છે .

લક્ષમણને કહેલી ‘ રાવણની રાજનીતિ ‘ , મેઘનાદના મૃત્યુ પછી રામને લખાયેલ ‘ રાવશ્વનો પદ્મ ‘ , મૃત્યુ વખતે રાવણને પાંચ વાત મનમાં રહી ’ પરમ ભક્ત હનુમાને ‘ રામને ઋણી રાખ્યાં ‘ , ‘ રામનો ચોર ‘ , ‘ રામનું રૂપપરું ત્યારે ‘ વગેરે ભજનીના વિષયની કલ્પના કવિની પોતાની છે , તેમ છતાં પણ જાણે કે મૂળ કથાના ખોવાયેલા પાનાંઓ મળી આવ્યા હોય એવી અદ્ભુત રીતે અસલ કથાને સુસંગત લાગે છે ,

રામાયણના પ્રસંગો પર અનેક કવિઓએ ભજનો અને કાવ્યો લખ્યાં કાશે . ગંગા પાર કરતી વખતનો ગુનો પ્રસંગ રામાયણમાં છે , ” પગ ધોઈ નાવમેં પધારો રે નરના પતિ ‘ આવું જ એક આ પ્રસંગ પરનું જૂનું ગીત પણ પ્રચલિત છે . તેમ છતાં ધોતીયાને આ પ્રસંગમાં ભક્તિરસમાં જેટલા તરબોળ ભગતબાપુએ કર્યા છે એટલા બીજા કોઈએ કર્યા નથી .

‘ પગ તમે ધોવા દ્યો રઘુરાયજી …..

પ્રભુ મને શક પડ્યો મનમાંય , પગ મને ધોવા દ્યો રઘુરાયજી ,

નાયીની કદી નાયી થે નઈ આપણે પંપાભાઈ જી ,

‘ કાગ ’ શે નહીં ખારવાની ખારવો ઉતરાઈ … ”

વિકર મહારાજના સંસર્ગ પછી ભગતબાપુના દિલમાં વિનોબાજી પ્રત્યે જે ભક્તિ અને ભાવરૂપી વેલ પ્રગટી તે વેલ – વાક્નીકુસુમોની માળા ‘ મૂદાનમાળા ‘ ( કાગવાણી , ભાગ -૨ ) બનાવીને વિનોબાજીના ગુજરાત પ્રવેશ પ્રસંગે PM પ્ત થયો.લાં ૧૦૮

માણસના જ્ઞાન વિજ્ઞાનના સીમાડાનું સૂક્ષ્મદર્શન થાય છે . એવી જ રીતે જોઈએ તો માગ ૨ માં પતનના આરે ઊભેલી રાજપૂતીને પણ ચેતવણીના સૂરો વીરરસની પેટીએ પહોચાડીને સંભળાધ્યા છે . બળતરાનાં બાકી રહેલાં પુનવસમું લોઠ કે , બળુકું અને મદાંઈના છોગા સમું , સૂતેલી વીરનાંને જગાડતું આ કાવ્ય છે ,

” નાવ મધસાગરે ખાજ રજપૂતનું ,

તોય રજપૂત હા ! લે’ર કરતો ,

દેશ જેનો ગયો , વેશ જેનો ગયો ,

પણ હજી પૂછ પર હાથ પરનો . ‘

ચારણોએ સામાન્ય રીતે પોતાને નભાવનારા રાજામોની પ્રશંસા કરી છે . એ વાતમાં સારી પેઠે તથ્ય છે . જયારે ભગતબાપુ જન્મ તો ચારણ હતા . પણ મેં અજાચકવ્રત ધારણ કરીને ચારણોત્તમ બની ગયા હતા , ખેટલે સાંભળનારાઓને ઊભાં ને ઊભાં છોરી નાંખે એવા ચાબખા રાજપૂતોને લગાવતાં સાથે સાથે સાથી રાજપૂતીને જે નાદવૈભવશાળી પંક્તિથી બિરદાવી અતીતનાં મસાણોમાંથી બેઠી કરી છે તે નાદવમવ નિહાળો !

સળગતાં ગામડાં ધોર ધાડા ચડે ,

ઝળહળે નાળ મોઢે અંગારા ;

વાર કરજો ધણી ! કોઈ હો ધણી

પ્રજાના સૂરનો થાય ભેટ .

વાંઝિયો શ્વાનના બાળ પંપાળતો ,

પુત્રવાળા તમે કાં રમાડો ?

આ લીટીઓ જો એ વખતના રાજાઓએ હૃદયમાં ઉતારી હોત તો તેમનું રથાન કંઈક અલગ જ હોત ! પણ અહીં આપણે એ વિચારવાનું રહે કે કવિ પોતાની આંતરચેતનાને પ્રગટ કરવાની ત્રેવડ ધરાવે છે કે નહીં . ભગતબાપુ આવી ત્રેવડવાળા કવિ હતા . લોકજીવન એટલે દરિદ્રોનું જીવન એવું નથી . કાગબાપુ દરિદ્રો કે દલિતોના કવિ નથી , પણ લોકજીવનમાં રહેલી દરિદ્રતાને કાવ્યમાં ઉતારતાં એમને સંકોચ થયો નથી . એમનું હાથી કાવ્ય વાંચતા આપણને ખ્યાલ આવે છે કેવો વીર્યવંત , કેવો પ્રભાવશાળી , કેવો પ્રતાપી ગજરાજ હતો !

” પશુપંખી હતા લપતાં છુપતાં ,

સુણીને વનરાજ સંતાઈ જતાં

એની હાંકથી ડુંગરડા હલતાં

એની મોટપ ઉપર એ વનમાં સહુ દિવસ સૂર્ય તપતો

એને છોરું હજારોનો સાથ હતો , એ હજારેક નારીનો નાથ હતો . ”

એ જ રીતે કાગવાણી ભાગ -૩ માં ગુજરાતી ભાષાના પ્રથમ પદ્મશ્રી ચારશ્ન કવિ અભણ કવિએ ભણેલાઉને અભણ કરી દે એવા માર્મિક ચોટદાર દુહાઓ છે . સ્થળ સંકોચ સાથે થોડાંક દુહાઓ માણીએ .

ઉજળિયાં આવેલ , પળિયાં તો માથે પ્રગટ ;

કાળાંને કાઢી મેલ , તને કેસ સંદેશો કાગડા ! ”

‘ જીવાઈ ઝોંટાણી , ધર ભીતર વેરી પર્યા ;

( ત્યારે ) માખી મધ તણી , કડવા ઘોડે કાગડા ! ‘

‘ ભડ લંકા ભૂપાળ , નવ ગ્રહ એને નમે ;

બચ્યું ન પાછળ બાળ , કા’ણી કેવા , કાગડા ! ‘

“ હૈયું ને કાપે હાથ ‘ , એને અંતરમાં અંદેશો નંઈ ;

( પણ ) ચણોછડીનો સાથ ( એની ) કોચવણ રહી ગઈ કાગડા ! ”

ભજનોમાં આપણી સંસ્કૃતિનો હુંકાળો હોંકારો સાંભળવા મળે છે . હજારોને લાખો પોલીસો કરતાંય વધારે ગુનાખો….

હૈયા ઉકલત , અભ્યાસ અને આચરણ આપણને ભગતબાપુના સર્જનોમાં જોવા મળે છે . 

ભૂદાનમાળા ‘ કવિ કાગના હૃદયમાં પડેલા વિનોબાવિચારના પડઘા છે . ભૂમિ અને સંપત્તિનું દાન કર્યા પછી તેમણે ભૂદાનનાં ગીતો લખ્યાં છે . જુગતરામભાઈએ લખ્યું છે તેમ ત્યાગમાંથી ભક્તિ પ્રગટી છે . એટલે તેમનાં ગીતોમાં પ્રગટેલો ભક્તિરંગ પાકો છે . કેટલા કવિઓ કાવ્યનું સર્જન કરતાં પહેલાં આટલી તપ સાધના કરતાં હશે ? ભૂદાનમાળાના ૧૦૮ માં ગીતની છેલ્લી કડીઓ છે .

                                                                              કુબેર ધ્રુજીયો ને કુંચીયું ફેકીયું રે …

                                                                               ‘ કાગ ’ કીધા મૈયારા ભંડાર …. 

ભૂદાનમાળા પહેલા કાગવાણીનો પાંચમો ભાગ ‘ બાવન ફૂલડાંનો બાગ ‘ નામે પ્રસિદ્ધ થયો . આ ભાગમાં ભગતબાપુએ તેમના જીવનમાં અનુભવેલા સત્યો , ઉપરાંત ધર્મશાસ્ત્રો અને સંતપુરુષોના અનુભવ વચનો એકત્ર કર્યા છે . આ ગ્રંથના એકે એક વચનોમાં જીવને ઉન્નત બનાવે એવા ઉમદા વિચારો પડેલા છે . એવી જ રીતે ભૂદાનમાલા પછી સર્જન થયું ‘ કાગવાણી ‘ ભાગ ૬ નું , આ ભાગ “ મા ” નામે પ્રસિદ્ધ થયો . આ સર્જન વિશે શું લખવું – શું ન લખવું પરંતુ આપણે ત્યાં એક લોકરિવાજ છે કે કોઈ સંબંધી ઘરે આવે ત્યારે ઘરનો સ્ત્રી વર્ગ સૌ પ્રથમ એનાં દુઃખણાં લે અને ત્યારબાદ બીજી આગતા સ્વાગતા કરે . અહીં ભગતબાપુએ માતાજીના દુઃખણા લેવાની વાત કરી છે . શું કલ્પના છે ? !

ભેળીયાળી તારા ભામણાં !

માડી તારાં વારણાં લઉં વીશ ભૂજાળી રે … ભેળીયાળી

માડી કૈક કોઠાના પડેલા ખાલી કોડીયાં ,

માડી , એમાં દીવડાની જગવી તે જ્યોત રે … ભેળીયાળી

માડી , તારી દયાનો દીવડો રે જીવડો કાગનો ,

કોઈના કેડાને અજવાળી ઓલવાઈ જાય રે … ભેળીયાળી

આમાં આધ્યાત્મિક અનુભૂતિ સ્પષ્ટપણે ઊપસી આવે છે . ચારણો મુખ્યત્વે વીરરસના ગાયકો છે . તેઓ કરુણરસ કે શૃંગારરસ ગાય તો તેમાં પણ વીરરસની છાંટ આવવાની . વીરરસ એક એવો રસ છે જેને ઈશ્વર સાથે જોડ્યા વિના ચાલતું નથી અને એટલે કદાચ ચારણોમાં વીરરસની સાથે સાથે ભક્તિ પણ વહી હશે . આ ગ્રંથમાં અસલી ચારણી ઢબનાં છંદો અને ગીતો આપણને જોવા મળે છે . ‘ મછરાળી મોગલ ‘ , ‘ આઈ અન્નપૂર્ણેશ્વરી ’ , ચામુંડા રાસ રમે ‘ , ‘ વિકરાળ ચામુંડા ’ અને ‘ વીશહથી વાઘેશ્વરી ’ મુખ્ય છે . વિષયની દૃષ્ટિએ આ વિષય પરંપરાગત અને જૂનો છે છતાં કાગબાપુની રજૂઆત તદન મૌલિક છે .

ભગતબાપુ અને કાગવાણી વિશે લખવા બેસીએ ત્યારે એક પ્રશ્ન સતત તમને સતાવ્યા કરે શું લખવું શું ન લખવું ? કાગવાણીના ક્યા કાવ્ય વિશે લખવું અને કયા વિશે ન લખવું . ભગતબાપુના દરેક ગીત તેના સ્થાને શ્રેષ્ઠ છે . દરેક ગીત પર પાનાં ભરીને લખી શકાય તેમ છે . એટલે હવે સ્મરણપટ પર અથડાઈ રહેલ રાજકોટના આપાભાઈ કાળાભાઈ ગઢવીના દુહા સાથે વિરમું છું

_______________________________________

જમ, દડ, જમૂવાન, નલ નીલ, અંગદ, સુગ્રીવ નો રહ્યા
પણ જો ને હનુમાન, એ તો કાયમ બેઠો “કાગડા”

Follow Us

Download Our Mobile App

© 2020 | કવિ શ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ

Designed & Developed By : Shopza Web Services
error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો