રાષ્ટ્રધ્વજ પચ્ચીશી ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭મા ભારતવર્ષ આઝાદ થયું એ સમયે કાગબાપુએ આ પ્રથમ હિંદી પુસ્તકની રચના કરી હતી.
શોક બાવની ૨ જી એપ્રિલ ૧૯૬૫ના રોજ ભાવનગરના નેક નામદાર મહારાજ સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી નું અવસાન થયું પછી શોક વ્યક્ત કરતાં દુહાઓની રચના થઈ અને ૧૯૬૫મા જ પૂ. કાગબાપુનું આ પુસ્તક પ્રકાશિત થયું.
ગુરૂ મહિમા ૧૯૭૧ની સાલમાં પ્રકાશિત થયેલા પૂ. કાગબાપુના આ પુસ્તકમાં ગુરૂદેવની મહીમાનું વર્ણન કરતાં દુહાઓ છે.
કહાન ગુરૂ વંદના પૂ. કગબાપુનુ આ પુસ્તક ૧૯૬૯ માં પ્રકાશિત થયું હતું. પ. પૂ. કાનજીસ્વામીના દુહાઓ આ પુસ્તકમાં છે.
તો ધર જાશે, જાશે ધરમ આ પુસ્તક ૧૯૫૯ માં નશાબંધી શિબિર સમિતિ, રાજકોટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં નશાબંધીની પ્રવૃતિઓ વેગવંતી બનાવવા માટે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવેલું. એ સમયમાં આ પુસ્તક સદ્ ભાવ મૂલ્યમાં મળી રહેતું હતું.